YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 14 OF 30

લોહીવાની બિમારીથી ત્રસ્ત સ્ત્રીનું સાજાપણું

પ્રાચીન યહૂદી સમાજમાં એક સ્ત્રી હોવું એક પડકારજનક અનુભવ રહેતો હતો. રક્તશ્રાવની બિમારી હોવું તો તેનાથીયે વધારે દુર્દશાજનક સ્થિતિ હતી કેમ કે તેના લીધે લોહી સતત વહેતું રહેતું હતું, જેના લીધે તમે અછૂત થઇ ગયા અને તમને ધાર્મિક સ્થળોએ અને બાકીના સમુદાયમાં પ્રવેશ કરતા રોકી દેવામાં આવતા હતા. પોતાના ઘરમાં પણ, શુધ્ધિકરણનાં લેવીઓના નિયમો મુજબ આવા પ્રકારની સ્ત્રીઓ પોતાના પરિવારના સભ્યોની સાથે સાધારણ રીતે વ્યવહાર રાખી શકતી ન હતી કે કોઈ કામ પણ કરી શકતી ન હતી. વસ્તુઓ પર કે સાથી મનુષ્યોને જો તે અડકી લે તોયે તેઓને તે અશુધ્ધ કરી ચૂકી છે એવું જણાવવામાં આવતું હતું.

તો પછી, આ કેવું સુંદર કહેવાય કે એક સ્પર્શે જ તેણીને તેણીના રોગમાંથી મુક્ત કરી હતી. એવી કલ્પના કરવી કે આ રાબ્બી જે બધાંનાં દેખતા દરેકને સાજાપણું આપતા હતા, તેનો માત્ર એક સ્પર્શ પ્રાપ્ત થાય અને તે સાજી થાય તેને માટે ઈસુના પરાક્રમને આકર્ષિત કરવા તેણીનો એક નીડર વિશ્વાસ જ પૂરતો હતો. જે પરાક્રમ તેમનામાંથી નીકળ્યું તેના લીધે તેમનાથી જેમણે આ પરાક્રમ લીધું હતું તેને શોધવા તેમને વિહવળ કર્યા. તેણીની શારીરિક દશાને લીધે દિવ્ય હસ્તક્ષેપ થાય તેને માટે લાયક હોય એવી વ્યક્તિ તે ન હતી તેમ છતાં, ઈશ્વરની નજરમાં, બીજાઓની માફક ધાર્મિક રીતે શુધ્ધ હોય તેની માફક જ તે પણ યોગ્ય હતી. જેણીને પાછલા દસ વર્ષોથી નજરઅંદાજ કરવામાં આવતી હતી અને જે ગુમનામ હતી તેણીનો ઇસુ જાહેરમાં, બધાં લોકોની સામે સ્વીકાર કરે છે અને વિશ્વાસનાં આવા પ્રકારના નીડર પગલાંને લેવા માટે તેણીની પ્રશંસા કરે છે તે જોવું અદ્ભૂત બાબત હતી.

કલંક લગાડે એવા ભૂતકાળ, અનૈતિક પસંદગીઓ કે શરમ લાગે એવી માંદગીઓને લીધે શું તમે ઇસુ પાસેથી સાજાપણું પ્રાપ્ત કરવા પોતાને અયોગ્ય માની બેઠા છો ? જયારે તમે એક નમ્ર અને પસ્તાવો કરે એવા હૃદયની સાથે ઈસુની પાસે આવો છો ત્યારે તે તમને તેમની કૃપાથી ભરી દે છે, અને તમારા માટે વહેવડાવેલા લોહીને લીધે જેને ન્યાયી ગણવામાં આવ્યો હોય એવી રીતેતમે તેમની સમક્ષ સીધા ઊભા રહી શકો છો. જેઓ ખ્રિસ્ત ઇસુમાં તેઓને માટે હવે કોઈ દંડાજ્ઞા નથી (રોમન ૮:૧). માટે, તેમના ઝભ્ભાની કોરને અડકવા માટે એક નીડર પગલું લો અને તેમનું પરાક્રમ તમારામાં કામ કરે એવી અનુમતિ આપો.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More