ચમત્કારોનાં ૩૦ દિવસોSample

યાઈરની દીકરીને મરણમાંથી સજીવન કરવામાં આવી
તમારી પ્રાર્થનાઓનો સમય પર ઈશ્વર પાસેથી પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હોય તેના લીધે શું તમે કદીયે વ્યાકુળ થઇ ગયા હતા ? એવું જ યાઈરને લાગ્યું હશે જયારે તેના ઘરે જતી વખતે ઇસુ લોહીવાવાળી સ્ત્રીને સાજી કરવા માટે રસ્તામાં ઊભા રહી ગયા હતા. લોકોના ટોળામાંથી કોણે તેમને સ્પર્શ કર્યો છે તે શોધી કાઢવા માટે ઇસુ કોશિષ કરી રહ્યા હતા તેના લીધે વાર લાગતી હતી તે જોઇને યાઈર કેવો વ્યાકુળ થતો હશે તેની કલ્પના કરો. યાઈર કદાચ બૂમ પાડીને કદાચ કહેવા ઈચ્છતો હશે કે તે જે કોઈ હોય ફટાફટ બોલો કે જેથી તેઓ તેના ઘર તરફ જલદીથી આગળ જઈ શકે, કે જ્યાં તેની બાળકી મરેલી પડી હતી. વાર લાગી તેના લીધે તેની બાળકી મરણ પામી, પણ તે બહુ ઓછું જાણી શક્યો હતો કે આ બધું ઈશ્વરીય યોજનામાં થઇ રહ્યું હતું કે જેથી જીવનભરની એક સાક્ષી ત્યાં ઊભી થઇ શકે.
એક પ્રાર્થના જે તમે કરી રહ્યા છો જેનો તેનો જવાબ મળે તેના માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, અથવા તમારા કામના સ્થળે તમે પ્રોમોશન મળે તેની રાહ જોઈ જોઇને થાકી ગયા છો, તે વ્યર્થ જનાર નથી ! ઈશ્વર હંમેશા કાર્યરત છે ! તમારી આસપાસનાં અને તમારાથી સઘળાં બિંદુઓને તે જોડી રહ્યા છે. અરણ્યમાં દોરી માર્ગોનુંસર્જન કરીને અને તમારી કલ્પના અને નિયંત્રણની બહારનાં ક્ષેત્રોમાં પણ ચમકારોનું સર્જન કરીને જ્યાં કોઈ ઉપાય દેખાતો નથી ત્યાંથી તે માર્ગ તૈયાર કરી રહ્યા છે.
જો આ ઘટના પરથી કશોક બોધ પ્રાપ્ત કરવાનું થાય તો તે એ છે કે જયારે જીવનનાં માર્ગમાં ઇસુ આપણી સાથે હોય ત્યારે આપણને જે સંપૂર્ણ રીતે ઘેરાં અંધારામાં નાંખી શકે એવી અનઅપેક્ષિત અને કરુણ સ્થિતિઓની મધ્યે પણ આપણે તેમના પર ભરોસો રાખી શકીએ છીએ. એવા સંજોગોને જોઇને તેમને આશ્ચર્ય લાગતું નથી, હકીકત તો એ છે કે તેના કરતા વધારે તાકાતથી તે નિયંત્રણમાં આવી જાય છે. તમારાં કાનોમાં જે બૂમાબૂમ કર્યા કરતા હોય તે ઘોંઘાટથી ભરપૂર અવાજોથી વિપરીત તેમની વાણી એવી હોય છે જે કહે છે, ડરીશ નહિ, માત્ર વિશ્વાસ કર.” તોફાનોની મધ્યે તેમની વાણીને સાંભળવા તેમની હાજરીમાં એકલા જઈને પોતાને શાંત કરવું કે નહિ તેની પસંદગી આપણી પોતાની છે. જયારે તમે સમય પર કામ કરનાર ઈશ્વર પર ભરોસો કરો છો ત્યારે મોડું થવાની બાબતો તમને નિરાશાજનક લાગશે નહિ. મોડું થવાની બાબતો નિભાવી રાખનાર ઈશ્વર સાથેની મુલાકાતો બની શકે છે.
Scripture
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More









