YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 13 OF 30

અશુધ્ધ આત્માઓને ડુક્કરોમાં મોકલી દેવામાં આવ્યા

શાંતિનાં સરદારની મારફતે પળવારમાં અશુધ્ધ આત્માઓની સેનામાંથી એક માણસને છોડાવવામાં આવ્યો. એક એવો માણસ હતો જેને કાબૂમાં કરી શકાતો ન હતો, જે કબરોમાં રહેતો હતો અને જે ઘેલો થઇ ચૂક્યો હતો તેને અશુધ્ધ આત્માઓનાં વળગણમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને હવે તેને શુધ્ધિમાં આવેલો, સંવેદનશીલ અને આત્મિક માણસ તરીકે જોઈ શકાતો હતો. કેવો અજાયબ ચમત્કાર !આ માણસની માનસિક અને શારીરિક દુર્દશામાંથી મળેલ છૂટકારો જોવા છતાંયે લોકો તેને સમજી શક્યા નહિ. તેઓ જંગલી ડુક્કરોનાં ટોળાનો નાશ થયો તેના લીધે એટલા વ્યાકુળ થઇ ગયા હતા કે સૌથી વધારે દુર્દશામાં ફસાયેલા ભયાનક પીડામાંથી જેણે તેને મુક્ત કર્યો તેને જોવાની તેઓ તકને ચૂકી ગયા. એવું શક્ય છે કે તેઓ આ છૂટકારાના સૂચિતાર્થને જ ચૂકી ગયા હતા. અહીં એક એવો માણસ હતો જેને ઈશ્વરની પ્રતિમામાં સર્જન કરવામાં આવ્યો હતો તેમ છતાંયે શેતાને તેને એવી રીતે પરેશાન કર્યો હતો કે તે માણસ પોતે જ પોતાને ઘા કરતો હતો. જો ઈસુએ હસ્તક્ષેપ કર્યો ન હોત, તો આ માણસનું શું થાત તે આપણે પણ જાણી શક્યા ન હોત.

તે વિસ્તારમાં હજારોની સંખ્યામાં રહેલા ડુક્કરો કરતા વધારે, તેમની સામે ઉભેલા, ચીસો પાડતા એક ભંગીત મનુષ્યની વધારે ઈશ્વર ચિંતા રાખતા હતા.

ઇસુ આપણને જીવન આપવા માટે આવ્યા હતા. સાધારણ, કરકસરવાળું નહિ, મજબૂરીમાં જીવ્યા કરો એવું જીવન નહિ, પણ એવું જીવન જે પુષ્કળતાનું જીવન છે. તે એક એવું જીવન છે જે દરેક સ્તરે સંપૂર્ણ અને ફળદાયી છે, જેની શરૂઆત અંદરથી (આપણા પ્રાણ અને આત્મા) થઈને બહાર સુધી (શરીર) પહોંચે છે. આપણા જીવનોનાં દરેક પાસાઓ ઈશ્વરની નજરમાં અગત્યના છે; તેમના સ્પર્શ માટે કોઈપણ પાસાઓ અગત્યનાં ન હોય એવું નથી. તેમાં કોઈ ભિન્નતા નથી, કે આપણી શારીરિક માંદગીઓમાંની અનેક આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. એટલા માટે અંદરથી લઈને જીવનના દરેક સ્તરે ઇસુ આપણને સાજા કરે એવી અરજ કરવું સારું છે. તે મુજબ કરવાનું તે શરૂ કરે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે કઈ રીતે તમારાં જીવનના દરેક ભાગ પુનઃ સ્થાપિત અને સંપૂર્ણ થઇ રહ્યા છે.

જેને આઝાદ કરવામાં આવ્યો હતો તે માણસને દશ નગરો (દકાપોલિસ)માં સુવાર્તા પ્રગટ કરવાની જવાબદારી ઈસુએ આપી. પહેલા જે અશુધ્ધ આત્માઓથી ગ્રસ્ત હતો તે હવે એક સુવાર્તિક બનશે એવું કોણે વિચાર્યું હશે ? આપણા જીવનોનાં બદબાદ થયેલા અંશોમાંથી મૂલ્ય અને હેતુ કેવળ ઇસુ જ બહાર લાવી શકે છે. શું આજે તમે તેમની પાસે દોડીને જશો અને તમને તેમની કેટલી જરૂરત છે તે તમે તેમને કહેશો ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More