ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ઇસુ બે આંધળા માણસોને દેખતા કરે છે
જો તમારી આસપાસ તમે બાળકોને જોયા હોય તો તેઓની સાથે સમય પસાર કરનાર વયસ્કો પર તેઓનો જન્મજાત ભરોસો હોય છે તેનો તમે અનુભવ કર્યો હશે. બાળકનાં જેવા ભરોસાની મીઠાશ એ છે કે તે બસ વિશ્વાસ કરી લે છે. તેમાં કોઈ શરત હોતી નથી. તે ગૂંચવાડાથી ભરપૂર નથી. તેમાં કોઈ ઉશ્કેરાટ હોતો નથી. આ બે આંધળા માણસોને સાજા કરવામાં આવ્યા તેમાં આ જ બાબતો જોવા મળે છે. આપણે તેઓની પૂર્વભૂમિકા અંગે વધારે કશું જાણતા નથી પણ એ તો દેખીતું છે કે તેઓ એક ચમત્કાર માટે વ્યાકુળ હતા. ઇસુ તેઓને તે ઉપરાંત એક આશ્ચર્યજનક સવાલ પૂછે છે, “શું તમે વિશ્વાસ કરો છો કે આ કરવા માટે હું સક્ષમ છું ?” આ આશ્ચર્યજનક છે કેમ કે એ તો દેખીતું જ છે કે તેઓને સાજા કરવા તે સક્ષમ છે એવો તેઓ વિશ્વાસ કરતા હતા તેના લીધે જ જાહેરમાં તેઓએ તેમને પોકાર્યા હતા અને તેઓના પર દયા કરવા આગ્રહ કર્યો હતો.
જે સંપૂર્ણપણે આંધળા હતા તેઓને આપવામાં આવેલ સાજાપણુંનું વિજ્ઞાન દર્શાવે છે કે જયારે કોઈની દ્રષ્ટિ જતી રહે ત્યારે તેને ફરીથી પુનઃ સ્થાપિત કરવું અસંભવ છે અને જયારે પહેલાથી જ દ્રષ્ટિ ન હોય તો તેને દેખતો કરવો તેનાથી પણ વધારે કપરું હોય છે. જેમણે સકળ સૃષ્ટિનું સર્જન કર્યું હતું એવા ઇસુ આ બંને માણસોને તેઓની અસલ સ્થિતિ ૨૦/૨૦ વિઝનમાં લાવવાનાર હતા. તેઓની શારીરિક આંખોને તે ખોલે તેના પહેલા તેમણે તેઓની નસો પુનઃ સ્થાપિત કરી, પછી રક્તવાહિનીઓને વ્યવસ્થિત કરી અને પછી નવા ચેતાતંતુઓનું સર્જન કર્યું. આ બધું તો કેવળ ઈશ્વર જ કરી શકે ! કેવળ સર્જનહાર જ શૂન્યમાંથી સઘળું ઉત્પન્ન કરી શકે છે ! કેવળ સૃષ્ટિકર્તા જ જ્યાં માર્ગ ન હોય ત્યાં માર્ગ કરી શકે છે.
ઈશ્વર કરી શકે એવા કયા પ્રકારના ચમત્કારની તમે રાહ જોઈ રહ્યા છો ? તમે કઈ અસંભવ સ્થિતિનો સામનો કરી રહ્યા છો જેને કેવળ ઈશ્વર જ બદલી શકે છે ? તમારા સર્જનહાર પાસેથી ઉત્તર પ્રાપ્ત કરવા શું તમને બાળકનાં જેવો સાધારણ ભરોસો છે જેમાં તમે કહો છો, “હા, હું વિશ્વાસ કરું છું કે તમે આ કરી શકો છો ?”
Scripture
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More









