ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ઇસુ ૫૦૦૦ લોકોને જમાડે છે
લૂક: 9: 14 કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.” 15 તેઓએ તેમ કર્યું, અને સર્વને બેસાડયા. 16 પછી પાંચ રોટલી અને બે માછલી લઈને તેમણે આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ આપ્યો, અને તે ભાંગીને લોકને પીરસવા માટે શિષ્યોને આપી. 17 તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયાં; અને છાંડેલા કકડા વીણીને તેઓએ બાર ટોપલી ભરી.
માત્ર પાંચ રોટલીઓ અને બે માછલીઓમાંથી પાંચ હજારથી વધારે લોકોને કોણ અને કેવી રીતે ખવડાવી શકે ? વારુ, તે પિકનિકમાં ઈસુને આમંત્રિત કરો. આ ચમત્કારિક ભોજનમાં જોવા મળતી સુંદરતા અહીં દ્રશ્યમાન થાય છે: કે કઈ રીતે ઇસુ આપણી પાસે જે ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરે છે. તેના માટે શિષ્યોએ ચાંદી કે સોનાની કિંમત ચૂકવવી પડી નથી. તેઓએ માત્ર લોકોને બેસાડવા માટે ઈસુએ જે કહ્યું તે વાતને અને તેમણે ખોરાકની વૃધ્ધિ કરી આપી પછી તેને વહેંચી આપવાની વાત માનવાનું હતું એટલું જ. બાકીનું ભારે કામ તો ઈસુએ જ કરી લીધું અને તેમણે કાળજી લીધી કે તે દિવસે કોઈ ભૂખ્યું ઘરે ન જાય !
લોકોના ટોળાને ઇસુ જમાડે તેના પહેલા ઈસુએ કેવળ એક જ કામ કર્યું હતું, એટલે કે ખોરાકને માટે તેમના પિતાનો આભાર માનવા સ્વર્ગ તરફ પોતાની દ્રષ્ટિ ઉંચી કરી, અને પછી તેમણે રોટલી તોડી. ઘણીવાર ચમત્કાર તો આપણા જીવનોમાં હોય જ છે. પરંતુ તે વૃધ્ધિ પામે અને અનેકોને માટે તે આશીર્વાદનું કારણ બને તેને માટે આભારસ્તુતિ કરીને ઈશ્વરની સમક્ષ તેને ઉંચે ઉઠાવવામાં આપણને પરેશાની થતી હોય છે અને તેને તોડવા માટે ભાંગવાની અનુમતિ આપવામાં આપણને ખચકાટ થતો હોય છે. તે આપણી આર્થિક બાબતો, આપણા ઈરાદાઓ, આપણી સંપત્તિ, કે આપણા કૌશલ્યો અને આપણી ક્ષમતાઓ પણ હોય શકે જેઓને આપણે આપણી પાસે નજીકથી પકડી રાખીએ છીએ અને તે આપણી પાસેથી છીનવી લેશે એવું ધારીને તેઓને ઈશ્વરના હાથોમાં સોંપવા આનાકાની કરીએ છીએ.
આપણે ભૂલી જઈએ છીએ કે મૂળભૂત રીતે, આપણી પાસે જે સર્વ છે તે ઈશ્વર પાસેથી જ મળેલ છે, અને એમ કરીને તે સઘળું તેમનું જ છે. આ ધરતી પરના આપણા ટૂંકા સમય માટે આપણે કેવળ તે વસ્તુઓના કારભારીઓ જ છીએ. માટે જયારે આપણી જીંદગીની પાયારૂપ બાબતો પર હુમલો થાય ત્યારે નમ્રતાથી આપણે ઈશ્વરની પાસે જવાની જરૂરત છે અને તેમને પૂછવું જોઈએ કે કઈ બાબતો તેમને પસંદ પડશે કે જેઓને આપણે આરાધના અને આભારસ્તુતિનાં અર્પણ તરીકે તેમની આગળ ઉંચે ઉઠાવી શકીએ અને પછી તેને તોડીને વહેંચી આપવામાં આવે. તે સરળ તો નહિ રહેશે, પણ તે યોગ્ય બની રહેશે !
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More









