YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 17 OF 30

ઇસુ એક ગૂંગા માણસને સાજો કરે છે

કોઈ ચેપને લીધે કે સંગીત સંધ્યામાં પૂરા જોશથી ગીત ગાવાને લીધે કોઈકવાર શું તમારો અવાજ બેસી ગયો હોય એવું બન્યું છે ? તમારો અવાજ બીજાને સંભળાતો નથી તે જાણવું એક વિચિત્ર લાગણી હોય છે. તમારી પાસે બોલવા માટે ઘણું છે પણ તમારા વિચારોને તમે લોકોની આગળ બોલી શકતા નથી તે જાણવું ઘણું કપરું હોય છે.

ઇસુ એક એવા માણસને મળ્યા હતા જેને અશુધ્ધ આત્મા વળગ્યો હતો અને તેને તેમણે આઝાદ કર્યો. તે માણસ બોલવા લાગ્યો અને ત્યાં ઉભેલું લોકોનું ટોળું નવાઈ પામ્યું. આજે, શત્રુ પાસે તેના જેવી જ આપણને અવાજ વિનાના કરી દેવાની કુયુક્તિ છે. આપણને દોષિત ઠરાવીને અને આપણને અયોગ્ય ઠરાવીને અન્યાયનાં સમયે તે આપણને ચૂપ કરી દેવાની કોશિષ કરે છે. ઈસુના નામમાં આપણી પાસે જે અધિકાર છે તેને તે છીનવી લેવાની કોશિષ કરે છે અને વારંવાર ધમકીઓ આપીને અને ભયભીત કરવાની કોશિષ કરીને તે આપણને ચૂપ રાખવા પ્રયાસ કરે છે. તે આપણા જીવનોમાં નિરાશા ઊભી કરે છે અને આપણા મુખોમાંથી ગીતોને હટાવી દેવાની કોશિષ કરે છે. શત્રુનાં સકંજામાંથી છોડાવવા ઇસુ આવ્યા. તે મરણ પામ્યા અને ફરીથી સજીવન થયા કે જેથી શત્રુની નિંદાને અને ધમકીઓને આપણે શાંત પાડી શકીએ અને આપણા આત્મિક અવાજોને પુનઃ સક્રિય કરી શકીએ. જયારે તમે મદદ વિહોણા લોકોને માટે અવાજ બનવાનો નિર્ણય કરો છો ત્યારે તમે તમારી વાણીનો ઉપયોગ કરવા ઈશ્વરને અનુમતિ આપો છો. ઈસુના નામમાં અને લોહીએ કરીને નવા અધિકારની સાથે તમારાં સ્વાસ્થ્ય, શાંતિ અને આનંદમાંથી શેતાને જે ચોરી કરી છે તેને પાછા પ્રાપ્ત કરવા ઊભા થાઓ છો ત્યારે તમને તમારી વાણી પાછી પ્રાપ્ત થાય છે.

ઈશ્વર ઈચ્છે છે કે તમારો અવાજ વિશ્વાસથી બોલવામાં આવે, આરાધના થકી સાંકળોને તોડે અને દરવાજાઓને તમારી સક્રિય પ્રાર્થનાઓને લીધે ખોલવામાં આવે. હવે પછી શત્રુ તમને ચૂપ કરવાની કોશિષ કરે એવી થવા ન દો !

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More