ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ઇસુ બેથેસદાના કુંડ પાસે એક રોગીને સાજો કરે છે
શું તમે કોઈ એક એવી સ્થિતિમાં આવી પડયા હતા જ્યાં તમે સહાય માટેની કોઈપણ તકની રાહ જોઈ શકતા ન હતા ? આડત્રીસ વર્ષથી રોગી એવા એક માણસની સ્થિતિ આવા પ્રકારની હતી. હવે તો કદાચ તે તેની આવી સ્થિતિમાં ટેવાય ગયો હતો, અને તેના જેવી સ્થિતિમાં પડેલા અન્ય લોકોને જોઇને તેના જીવનની સ્થિતિ અંગેની લાગણીઓ હજુ વધારે કઠણ થઇ ચૂકી હશે. આપણે અમુકવાર આ શાસ્ત્રભાગ વાંચતી વખતે તે માણસને બહાનું કાઢવા માટે તેને દોષ આપીએ છીએ, પણ વાસ્તવિકતામાં, જયારે કોઈક વાર દૂત પાણીને હલાવે ત્યારે તેને પાણીમાં લઇ જવા માટે તેની પાસે કોઈ ન હતું. ઇસુ તે ગલીમાં આવ્યા ત્યાં સુધી તે એક નિરાશાજનક સ્થિતિ લાગતી હતી. ઇસુ તેને મળે છે અને તેની વાત સાંભળ્યા પછી, તે તેને તરત જ સાજો કરે છે.
ઈસુની આજ્ઞા “તારું બિછાનું ઉચકીને ચાલ” કદાચ અરુચિકર લાગે, પણ તે માણસને માટે, જે આજ દિન સુધી, તેની પથારીમાં પડી રહેવા સિવાય બીજું કશુંયે કરવા સક્ષમ ન હતો, એક નિર્ણયની સાથે અને તેના સાજાપણાને માટે ઈરાદાપૂર્વક સાથ આપવા આવશ્યક બાબત હતી. ઇસુ ત્યાં થોભી અટકી જતા નથી, પણ જયારે થોડા સમય પછી તે તે માણસને ફરી એકવાર મળે છે, ત્યારે પાપ કરવાનું બંધ કરવા તે તેને જણાવે છે કે જેથી તેનાથી પણ વધારે ખરાબ કશુંક તેના પર આવી ન પડે. ઇસુ તેને એવું કહી રહ્યા છે કે તે તેની નિષ્ક્રિય જીવનશૈલીમાંથી બહાર નીકળે અને સ્વ-શિસ્ત અને ઈશ્વર ચેતના ધરાવનાર જીવનશૈલીને ગળે લગાડે.
મર્યાદિત વિકલ્પોને લીધે આપણે પણ અમુકવાર પોતાને ખૂણામાં ખસેડી દેવામાં આવ્યા હોય એવી સ્થિતિમાં મૂકાયેલા જોઈએ છીએ. તે અનઅપેક્ષિત જાણવા મળેલ કોઈ બિમારી હોય શકે, નોકરી જતી રહી હોય કે સંબંધોમાં તિરાડ પડી હોય. ગમે તે હોય, અને તમને તમારી સ્થિતિને બદલવા તમને તક મળી ન હોય તોયે જો હસ્તક્ષેપ કરવા જયારે તમે ઈસુને પોકારો છો, તો તે તમારા ચમત્કારમાં સામેલ થવા તમને આમંત્રિત કરે છે. બંધીવાસમાં ગયેલા લોકોની પુનઃ સ્થાપના કરવામાં સહાયતા કરવા કઈ રીતે ઈશ્વર કોરેશ રાજાની આગળ જશે તેના વિષે યશાયા પ્રબોધક લખે છે. તેમાં એ જરૂરી પડશે કે રાજા કોરેશ આજ્ઞાંકિત થઈને તેના નિર્ણાયક પગલાં ભરે, કે જેથી ઈશ્વર પણ તેની આગળ આગળ જઈ શકે અને તેના સઘળાં કામોમાં તેને માટે સફળતા લઈને આવી શકે. તે એકદમ સામાન્ય લાગતી બાબતો જેમાં તમારે પગલાં લેવાની જરૂરત પડે જેમ કે તમારું સાજાપણું, સમાધાન, અથવા તમને જેની પ્રેરણા આપવામાં આવે છે તે વ્યૂહાત્મક પ્રાર્થના કરવાની પ્રાર્થના હોય શકે. ઈશ્વર તમને ગમે તે પગલાં લેવા પ્રેરણા આપે, તોયે ઈસુની સાથે સહભાગી થવાને લીધે તમે તમારા જીવનમાં ચમત્કાર થતો જોવાની શરુઆત કરશો.
Scripture
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More









