YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 30 OF 30

બીજીવાર માછલીઓને ચમત્કારિક રીતે પકડવાની ઘટના

આ બીજીવાર છે જેમાં ઇસુ પિતરને માછલી પકડવાના કામમાં જુએ છે. તોયે આ સમય પહેલાના કરતા અલગ છે કારણ કે આ સમય ઈસુના મરણ અને પુનરુત્થાન પછીનો છે. પિતર ઈસુને કિનારે જુએ છે તેના કરતા વધારે ઉર્જાવાન પ્રતિભાવ માછલી પકડવાને લીધે દેખાતો નથી. તે તેની હોડીમાંથી પાણીમાં કૂદી પડે છે અને તેના વહાલા ગુરુજીને મળવા દોડે છે. ઈસુને માટે માછલીઓ ભરેલી જાળ તે કિનારે ખેંચી લાવે છે કે જેથી તે તેમને માટે સેકી શકે એવા સમયે પિતર અને બાકીના શિષ્યો તેઓના સજીવન થયેલા તારનારને તેઓની આસપાસ જોઇને જોરદાર નવાઈ પામેલા જોવા મળે છે.

આ ભોજન ખાધા પછી ઇસુ પિતરને ફરી એકવાર શિષ્ય તરીકે પુનઃ સ્થાપિત કરે છે અને મંડળીનાં સ્તંભ તરીકે અને ખ્રિસ્તનાં પ્રેરિત તરીકે આગળનાં તેમના જીવન વિષેના સલાહ સૂચનો તેને આપે છે. તેને તેના જીવનનું નવું મિશન આપવામાં આવે છે અને ઈશ્વરે નક્કી કરેલ નવા સિઝનમાં ઉતરી પડે છે.

આપણે જે દરેક ચમત્કાર પ્રાપ્ત કરીએ છીએ કે જે ચમત્કારનાં આપણે એક ભાગ બનીએ છીએ તે કદીયે આપણા વિષેનો હોતો નથી. તેઓ હંમેશા ઈસુને પ્રગટ કરવા માટેના અને ધરતી પર તેમના રાજ્યનો ફેલાવો કરવા માટેના હોય છે. સાજાપણાની, છૂટકારાની અને પુનઃ સ્થાપનાની આપણી વાર્તાઓનો ઉપયોગ ઈશ્વર તેમના રાજ્યમાં અનેક લોકોને લાવવા માટે કરવાની ઈચ્છા રાખે છે. કોઈના જીવનમાં તેમણે જે કામ કર્યું હોય તેના વિષે જયારે તમે સાંભળો ત્યારે ઈસુના નામમાં એક આકર્ષક ગુણ રહેલો છે ! તે સાક્ષી આપવાની શક્તિ છે ! બાર શિષ્યો નજરે જોનાર સાક્ષીઓ હતા પણ આપણે જીવનના સાક્ષીઓ છે. આપણા પોતાના જીવનો ઈશ્વરના શક્તિ અને પરાક્રમનાં સાક્ષીઓ છે.

જેમ પાઉલે કહ્યું હતું, અમારી આસપાસ ખ્રિસ્તનાં સુગંધનો ફેલાવો કરવા અમને વિજયકૂચમાં દોરીને લઇ જવામાં આવે છે ! સુગંધની ખાસિયત એ છે કે તેણે પોતે ભારે મહેનત કરવાની જરૂર રહેતી નથી, તે આપમેળે પ્રસરી જાય છે. તમારે કેવળ તમારી સાક્ષી બોલવાનું છે અને ઈસુની માફક જીવન જીવવાનું છે કે જેથી તમારા પર ઇસુનો જે પ્રકાશ છે તેને લોકો જોઈ શકે. બાકીનું કામ ઈશ્વર કરે છે !

ચમત્કારનાં એક પાત્રના રૂપમાં ઉપયોગી થવા શું તમે તૈયાર છો ? બીજાઓને તમારી વાત કહેવાની તક શું તમે સાંપડી લેશો અને ઈશ્વરને મહિમા આપશો ?

ઈસુના ચમત્કારો કરવાની સેવાની તમારી આ ૩૦ દિવસની યાત્રાનો આજે તમે સમાપ્તિ કરો છો ત્યારે તમારા જીવનમાં ચમત્કારો કરવા ઈસુને આમંત્રણ આપવાની પ્રાર્થના શું તમે કરવા તૈયાર છો ?

વહાલા સ્વર્ગીય પિતા,

આ ધરતી પર તમારા પુત્રને મોકલવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તેમના અસાધારણ પરાક્રમ અને અધિકારને માટે હું તમારી સ્તુતિ કરું છું જે આજે પણ પવિત્ર આત્માની મારફતે ધરતી પર કાર્યરત છે. મારાં જીવનના દરેક ક્ષેત્રમાં હું તમારું સ્વાગત કરું છું કે જેથી તમે અસંભવ કામોને સંભવ કરો અને મારામાં અને મારા થકી તમારો મહિમા થાય. મારા કામમાં હું તમને સહભાગી બનાવવાની ઈચ્છા રાખું છું અને મારા જીવનની મારફતે તમારા ઉદ્દેશ્યોને પાર પાડવા ઈચ્છા રાખું છું. હું પ્રાર્થના કરું છું કે મારાં સાધારણ, દૈનિક જીવનમાં તમે જે અસાધારણ ચમત્કારો કરો છો તેઓને જોવા મારી આંખોને તમે ખોલી દો એવી હું પ્રાર્થના કરું છું.

પિતા, પુત્ર અને પવિત્ર આત્મા હું તમને પ્રેમ કરું છું.

ઈસુના શક્તિશાળી નામમાં આ બધું હું માંગું છું,

આમીન.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More