YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 12 OF 30

ઇસુ તોફાનને શાંત કરે છે

તોફાન દરેક પર હુમલો કરે છે. તેમાં કોઈ બાકાત રહેતું નથી. તે આપણા માનવી અનુભવોનો એક ભાગ છે. અચાનક બિમાર પડી જવાય, સંબંધોમાં ભંગાણ આવી જાય, કારકિર્દીમાં ફેરફારો આવી જાય એવા તોફાનરૂપી થોડાંક ઉદાહરણો છે કે જેઓ આપણા પર હુમલો કરતા હોય છે. આ તોફાનોની મધ્યમાં, પ્રાર્થના કરવું ઘણું અઘરું થઇ પડે છે, તેમાંથી કશુંક સારું નીકળશે એવું માનવું અને શાંતિ પ્રાપ્ત કરવું અઘરું થઇ પડે છે. તેમ છતાં તોફાનો ઈશ્વર પરની આપણી નિર્ભરતાને વધારે ઊંડા કરતા હોય છે.

શિષ્યોને જુઓ – તેઓની નાની હોડી પર પાણીનો સપાટો લાગે છે અને તેઓને ડૂબાડી દે એવી સ્થિતિ ઊભી થઇ જાય છે ત્યારે શિષ્યો ઈસુને ઉઠાડીને તેમને જે સવાલ પૂછે છે તે સવાલ જયારે આપણા જીવનમાં તોફાન ઊભું થાય છે ત્યારે કોઈ વ્યક્તિ પૂછી પડે તેના જેવો જ તે લાગે છે. જયારે તમે ઘેરાઈ વળ્યા હોય, ડરી ગયા હોય અને તમે હવે નાહિંમત થઇ ગયા હોય ત્યારે તેઓએ જોરથી જે પુછ્યું હતું તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે, “અમે ડૂબી જઈએ છીએ તેમાં શું તમને કશી જ પડેલી નથી ?” ઇસુ ઊભા થયાં પછી પ્રતિક્રિયા આપે છે, વાવાઝોડાંને અને મોજાંઓને ત્રણ શબ્દોથી ધમકી આપે છે, “ચૂપ, શાંત થા” તોફાની વાવાઝોડું અને ઘૂઘવાતા મોજાંઓ તરત જ શાંત થઇ ગયા. આ ઘટનાની સુંદરતા તો એ છે કે કઈ રીતે કુદરત પણ તેના સર્જનહારની વાત માને છે. સકળ સૃષ્ટિ પર આપણા ઈશ્વર કેવી સર્વોચ્ચ રીતે શક્તિ અને અધિકાર રાખે છે તેના વિષે અયૂબનું પુસ્તક આપણને ઝાંખી કરાવે છે. તેમના નિયંત્રણની બહાર કશું જ નથી, અને તેમણે જે સઘળાનું સર્જન કર્યું છે તે સઘળાં પર તે પોતાનો અધિકાર ચલાવે છે. શું તે નવાઇની વાત નથી કે કુદરત પણ ઈશ્વરની ઈચ્છાની આગળ નમી જાય છે ? પણ સ્વતંત્ર ઈચ્છા જેઓને પ્રાપ્ત થઇ છે એવા આપણે શું તેમની ઈચ્છાની આગળ નમી જઈએ છીએ ? ભૂતકાળમાં અસંખ્યવાર ઈશ્વરે આપણી મદદ કરી છે એવું આપણે પોતે જોયું છે અને તેમ છતાં જયારે નવા તોફાનો ઊભા થાય છે ત્યારે પુરેપુરા હારી જતા હોય છે. અને લગભગ એવા સમયે જ ઇસુ ધીમે સાદે આપણને કહેતા હોય છે, “તમે કેમ એવા ડરી ગયા છો ? હું તમને હજુયે વિશ્વાસ નથી ?”

તમારાં તારનાર પર તમે કેટલા નિર્ભર છો ? હોડીમાં જે ઊંઘી ગયા હતા, તે સમયનાં ઈસુની માફક, સજીવન થયેલા અને સ્વર્ગમાં ગયેલા ઇસુ ઊંઘતા નથી કે ઝોકું પણ ખાતાં નથી (ગીતશાસ્ત્ર ૧૨૧); તેના બદલે, તે રાત અને દિવસ સતત આપણા પર નજર રાખે છે. તમે જે તોફાનમાંથી પસાર થાઓ છો અને ભવિષ્યમાં જેમાંથી પસાર થશો તે દરેક વિષે તેમને કાળજી છે. જો તમને પૂરો વિશ્વાસ હોય કે તે તમારી સાથે છે અને સલામત રીતે તમને કિનારે લઇ જશે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More