YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 11 OF 30

વિધવાનાં મરેલાં દીકરાને જીવતો કરાયો

દયા(કરુણા) – ધરતી પરના ઈસુના સમયની વિશેષતા તે શબ્દમાં રહેલી છે. ત્રણ વર્ષના તેમના સેવાકાર્યો દરમિયાન, તેમણે લોકોના ટોળા જોયા ત્યારે તેમને તેઓ પર દયા આવી હતી. તે કદાચ થાકેલા હોય અને આરામની જરૂરત હોય તેમ છતાં પોતાના માંદા અને અશુધ્ધ આત્માગ્રસ્ત લોકોને લઈને સાજાપણા અને છૂટકારા માટે તેમની પાછળ ચાલનાર લોકોને તેમણે નિરાશ કર્યા નહિ.

આ પ્રસંગે, તેમણે દફન માટે કોઈને લઇ જતા લોકોને તેમણે જોયા અને ફરી સજીવન કરવાની તેમની શક્તિ વડે તેઓનાં તે કામને રોકી દીધું. આ જુવાન માણસ જ તેની માતાનો એકમાત્ર સહારો હતો અને તેણીના આંસુઓને જોઇને ઈસુએ ઠાઠડીને અડકીને તે જુવાન માણસને સજીવન કર્યો. ઇસુ આ છોકરાને અને તેની માતાને પુરેપુરા ઓળખતા હતા કેમ કે તેઓના જીવનની વાર્તાને લખનાર તે હતા. તેણીના એકમાત્ર દીકરાને ગુમાવી દેવાનું દુઃખ કેવું હોય છે તે તે જાણતા હતા. તેઓની પરિસ્થિતિને તેમણે ધ્યાનમાં લીધી અને તે અનુસાર કામ કરવાની તેમણે કોશિષ કરી.

જયારે તમે તમારા જીવન તરફ જુઓ, અને તેને બારીકાઇથી નિરીક્ષણ કરો તો, દરેક બાબતોને સતત ઈશ્વરના કરુણાસભર દોરીઓથી બાંધવામાં આવ્યા હોય એવું તમને નજરે પડશે ! તેમનો ગહન અને અમાપ પ્રેમ જ આપણને ધરતી પરના આપણા સમગ્ર જીવનોને ચલાવનાર સાબિત થાય છે. આપણને પકડી રાખનાર આપણી શેરીઓમાં આપણી આવડત, આપણી બુધ્ધિમત્તા, આપણા સંપર્કો કે આપણી ભલાઈ નથી, પણ એ તો તેમની કૃપાથી ભરેલ અને અનંત પ્રેમ છે જે આપણને નિભાવી રાખે છે. તે તમારાં જીવનની દરેક વિગતને જાણે છે, અને તેમની દયાથી તે તમને તે સર્વમાં થઈને ચલાવે છે.

આ વાત યાદ રાખવું જરૂરી છે, વિશેષ કરીને એવા સમયે જયારે સમસ્યાઓ આપણને ઘેરો ઘાલતી હોય અને આપણે ઘેરા આઘાતમાં સરી ગયા હોય, કારણ કે તે આપણને એક સ્થિર સત્યમાં સ્થાપિત કરે છે કે ઈશ્વરના પ્રેમથી આપણને કોઈ જુદા પાડી શકતું નથી. તમારી બિમારી, તમારું ભંગીત હૃદય, તમારી ઘવાયેલી લાગણીઓ, તમારું ખાલી બેંક બેલેન્સ કે તમારી ઓછી તાકાત તમને ઈશ્વરના પ્રેમથી અલગ કરી શકે નહિ.

આજ સુધી ઈશ્વરે તમને આપેલ પ્રેમ અને કરુણાને માટે તેમનો આભાર માનવા શું તમે થોડો સમય અલગ કરશો ? તેનો કદીયે અંત આવતો નથી - તે તમારાં જીવનનાં સર્વ દિવસો તમારી સાથે જ રહેશે.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More