YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 10 OF 30

સૂકાયેલા હાથવાળા માણસનું સાજાપણું

સૂકાયેલ શબ્દ આશા વગરની સ્થિતિને દર્શાવનાર શબ્દ છે. તે એક એવો સૂકાયેલ હાથ હતો જેનો ઉપયોગ કરી શકાતો ન હતો. તે માણસની મારફતે કદાચ લાંબા સમયથી તે હાથનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો ન હતો અને તેના લીધે તે હાથ વિના જ જીવનનો નિર્વાહ કરવું તેની મજબૂરી બની ગઈ હતી. ઈસુએ તેની દશા જોઈ અને તેને જાહેરમાં, તેના પર દોષ મૂકનારાઓની સામે જ, સાજો કરવાનો નિર્ણય કર્યો. તેની અશક્ય સ્થિતિને લીધે તે માણસને આપવામાં આવેલ તેમનો આદેશ મોટેભાગે એક ઘેલા માણસની આજ્ઞા જેવો લાગે છે. જે વળી ગયેલું છે અને નિર્જીવ છે તે કઈ રીતે હાથ લાંબો કરી શકે ? તે વાતની મનોહરતા તો તે માણસે વિશ્વાસથી આજ્ઞાપાલન કરીને આપેલ પ્રતિભાવમાં અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો તેમાં રહેલી છે. તે આંશિક પુનઃ સ્થાપના ન હતી પરંતુ એક સંપૂર્ણ પુનઃ સ્થાપના હતી.

તમારા જીવનના અમુક પાસાંઓને સંપૂર્ણપણે સૂકાયેલ અને ફરીથી પુનઃ જીવિત થવા અસંભવ સ્થિતિ તરીકે કેટલીવાર તમે જોયા છે ? તે કોઈ ચોક્કસ સંબંધ, કારકિર્દીનો વિકલ્પ, સ્વાસ્થ્યની બાબત કે આંતરિક સમસ્યા પણ હોય શકે. જો તમને ઇસુ કહે કે તમારા જીવનનો તે નિર્જીવ ભાગ વિશ્વાસથી તેમને આપી દે તો, શું તમે તે મુજબ કરશો ?

હઝકીયેલ પ્રબોધકને સૂકાં હાડકાઓથી ભરેલ એક ખીણનું દર્શન થયું હતું, જેમાં ઈશ્વરના આત્માએ તેઓમાં પ્રાણ ફૂંક્યો, જેના લીધે તેઓને જીવન પ્રાપ્ત થયું અને તેઓને એક મોટી સેનામાં રૂપાંતરિત કર્યા. સાચા અર્થમાં તો આ દર્શન કારાવાસમાં પડેલા યહૂદીઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવ્યું હતું, તેમ છતાં આપણે જેઓમાં પવિત્ર આત્મા નિવાસ કરે છે તેઓને માટે આપવામાં આવેલ વાયદો પણ તે છે; ઈસુની મારફતે આપણને આપવામાં આવેલ તારણને માટે પ્રભુને ધન્યવાદ. આપણા જીવનના દરેક સૂકાં અને બિનઉપજાઉ ક્ષેત્રો હવે તરોતાજા અને જીવનદાયક થાય એવું સંભવ છે. આપણા પર પવિત્ર આત્માનાં શ્વાસને માટે ઈશ્વરની ધન્યવાદ હો.

કદાચ તે નવુંનવું, અસુવિધાજનક અને કદાચ પીડાદાયક પણ લાગે પણ જે તમને મળે છે તે પોતે પુનરુત્થાનનું જીવન છે. જેઓને આપણે વિશ્વાસથી તેમને સોંપી દઈએ તેવી સૌથી વધારે સૂકાયેલી અને નિર્જીવ અવસ્થાઓને તે જીવન આપી શકે છે. શું તમે એ તક ઉઠાવીને આજે તે મુજબ કરવા તૈયાર છો ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More