ચમત્કારોનાં ૩૦ દિવસોSample

કોઢિયાને આપવામાં આવેલ સાજાપણું
આવી કલ્પના કરો: તમે જ્યાં સુધી યાદ કરી શકો ત્યાં સુધી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવેલ એક વ્યક્તિનાં રૂપમાં જીવ્યા છો. તમે કોઢિયાઓની કોલોનીમાં જીવી રહ્યા છો જ્યાં તેઓની માંદગીને લીધે સમાજમાંથી કાઢી મૂકવામાં આવેલ તમારાં જેવા બીજા લોકો પણ રહે છે. એક વ્યક્તિ તરીકેની ઓળખ તમે ગુમાવી દીધી છે અને પોતાને સંતાડીને રાખવું પડે છે અને બીજા લોકો તમારી પાસે આવી ન જાય એ માટે તમારે પોતાને “અશુધ્ધ, અશુધ્ધ” પોકારીને ચાલવું પડે છે.
ઈસુની પાસે આવેલ તે માણસની આવી કરુણ દશા હતી અને તેના લીધે આગ્રહપૂર્વક તેણે તેમને પૂછયું હતું કે શું તે તેને સાજો કરવાની ઈચ્છા રાખશે. ઈસુએ કેવળ એવું કહ્યું નથી કે તે સાજો કરવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ તેની પાસે આવીને તેને અડકીને તેઓની વચ્ચે જે અંતર હતું તેને ઓછું કરી દે છે. “શુધ્ધ થા” આ બે શબ્દો બોલીને ઈસુએ તેને સાજો કર્યો અને સાક્ષી આપવા માટે આભારસ્તુતિનાં અર્પણ તરીકે યાજકની પાસે એક ભેટ લઈને જવા તેને મોકલી આપ્યો. માત્ર ઇસુ જ આવો ચમત્કાર કરી શકે છે જેમાં તે વ્યક્તિની ઓળખ અને સામાજીક સ્થાનને એક પળમાં રૂપાંતરિત કરીને સ્થાપિત કરી શકે છે અને તે પછી તે આપણી પાસે કેવળ એક જ ઈચ્છા રાખે છે કે આપણે જગતની આગળ એક સાક્ષીરૂપ થઈએ.
તમારા સંજોગોને લીધે અથવા તમારી બિમારીને લીધે કદાચ તમને પણ એવું લાગતું હોય કે તમે અશુધ્ધ છો. જયારે તમે ઇસુમાં તમારો ભરોસો રાખો છો ત્યારે તે તમને તેમના પોતાના ગણે છે. તમે બહારનાં વ્યક્તિ તરીકેની ઓળખને બદલે અંદરના વ્યક્તિ તરીકેની ઓળખ પામો છો. તેનાથી પણ વિશેષ બાબત એ છે કે તમે ઈશ્વરના એક સંતાન થઇ જાઓ છો. તમારા પિતા તમારા વિષે ગર્વ અનુભવે છે અને તેમના પુત્ર ઇસુનાં રાજ્યમાં તે તમને લઇ જાય છે, જ્યાં તમે તે રાજ્યનું જે સર્વસ્વ છે તેનો વારસો પણ પ્રાપ્ત કરો છો. કેવું મોટું પરિવર્તન ! આ સઘળું થવાનું કારણ માત્ર એટલું છે કે તમે ઈસુની પાસે એક માંગણી કરવાની પસંદગી કરી કે તે તમને તમારા પાપમાંથી શુધ્ધ કરે. તમે તારણ પામ્યા તે જ દિવસથી બધું બદલાઈ ગયું. હવે તમે પણ જઈને સમગ્ર દુનિયામાં સાક્ષી આપી શકો છો.
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More









