YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 6 OF 30

પ્રથમવાર ચમત્કારિક રીતે માછલીઓને પકડવી

વ્યવસાયે એક સુથાર એવા ઈસુની મારફતે તેમની કળા અંગે અનુભવી માછીમાર સિમોન પિતરને શિક્ષણ આપવામાં આવે તેની શું તમે કલ્પના કરી શકો છો ? તેમના બચાવમાં બોલીએ તો, ઇસુ વિશ્વનાં હજુયે સર્જનહાર અને નિભાવનાર હતા અને તે આજેય એવા જ છે. જેમણે પોતાના શબ્દોથી જગતોને ઉત્પન્ન કર્યા તેમના માટે માછલીઓને પિતરનાં હોડીની પાસે આવવા અને તેની જાળોમાં સપડાઈ જવા આદેશ કરવો એકદમ નાની વાત હશે. ઈશ્વરને માટે કશું જ કઠણ નથી અને તેમને માટે સર્વ શક્ય છે એવો જો તમે વિશ્વાસ કરો છો, તો તમે પણ એવા અજાયબ ચમત્કારને માટે પોતાને તૈયાર કરો છો. તમે તમારી શક્તિથી કે અનુભવથી કામ કરી રહ્યા હોય પરંતુ તેમાં ઈશ્વરનો સ્પર્શ પ્રાપ્ત થાય તેને માટે શું તમે તેમને સ્થાન આપો છો ?

તમે અભ્યાસ કર્યો હોય તેના કરતા વધારે તમારી કલ્પનાની બહાર ઇસુ તમારા માટે કામ કરી શકે છે. તમે જેની તાલીમ લીધી હોય તેના કરતા વધારે ઉત્તમોત્તમ રીતે ઇસુ તમારા માટે કામ કરી શકે છે. શું તેનાથી તમને પ્રોત્સાહન મળે છે કે વ્યર્થ હોવાનો તમને એહસાસ થાય છે ? હું આશા રાખું છું કે તમને ઈશ્વરે સોંપેલ બાબતોમાં તમારી ક્ષમતાથી વધારે કરવા માટે ઈશ્વર સક્ષમ છે તે જાણીને તમે આનંદિત થાઓ. તેના પ્રત્યે આપણો પ્રતિભાવ કેવો હોવો જોઈએ ? વારુ એક બાબતે આપણે એ કામ કરી શકીએ છીએ કે આપણે ઈશ્વરને આપણા કામનાં સ્થાનમાં આવકારીએ અને આપણું માર્ગદર્શન કરવા તેમને અનુમતિ આપીએ. આપણા કામધંધામાં આપણે તેમની સલાહ લઇ શકીએ અને આપણા સિનીયર પાર્ટનરનાં રૂપમાં તેમને સામેલ કરી શકીએ. આપણા અભ્યાસમાં આપણે તેમને જોડી શકીએ કેમ કે તેમનામાં જ્ઞાન અને બુધ્ધિનો સર્વ સંગ્રહ મૂર્તિમાન છે. તમારાં કામમાં જયારે ઈશ્વરને તમે સ્થાન આપો છો ત્યારે તમે અસાધારણ કામોને થતાં જોઈ શકો છો અને તમારાં પર જે અસાધારણ આશીર્વાદ અને કૃપા તે લાવે છે તેનો અનુભવ કરો.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More