YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 9 OF 30

છાપરાં પરથી નીચે ઉતારવામાં આવેલ પક્ષઘાતીને ઇસુ સાજો કરે છે

આ એક સાચી વાર્તા છે જેમાં ચાર માણસોનાં વિશ્વાસને લીધે ઈસુએ તેઓના લકવાગ્રસ્ત મિત્રને સાજો કર્યો હતો. ઈસુની સમક્ષ તેઓના મિત્રને લાવવા માટેની તેઓની નવીન રીત અને તેઓની સૂઝબૂઝને જોવું નવાઈ લાગે છે.ઘરના છપરાને ઉકેલીને તેને ઇસુ જ્યાં ઊભા હતા ત્યાં ને ત્યાં જ નીચે ઉતારવામાં તેઓએ એક વિશેષ તાતી જરૂરતને પ્રદર્શિત કરી છે.

શું તમે છાપરાં પરથી પેલા માણસને નીચે ઉતારનાર લોકોની ટીમમાં છો ? શું તમે એવા વ્યક્તિ છો જે પોતાની કપરી પરિસ્થિતિઓને લીધે પોતાને ઉપર લાવી શકતા નથી એવા લોકોને ઉપર લાવવા માટે તેઓને ઈસુની પાસે લઈને આવતા હોય ? જેઓને વિશેષ મદદની, એક ચમત્કારની, સાજાપણાની કે સહાયક હાથની જરુરત છે, તેઓને માટે તમે કરેલ દ્રઢ મધ્યસ્થી સંપૂર્ણ તફાવત લાવી શકે છે. ઘણીવાર આપણી હતાશા અને નિરાશાનાં સમયમાં જીવન આપણને મજબૂર કરી નાંખે છે, જેના લીધે પ્રાર્થનાથી કશો ફાયદો થતો હોય એવું દેખાતું નથી. નીડરતા અને તાતી જરૂરત સાથે ઈશ્વર સમક્ષ તમારી વિનંતીઓને રજુ કરનાર પ્રાર્થનાવાદી મિત્રોની સહાય ઘણી સાર્થક નીવડે છે.

જયારે તમે પોતે પોતાને પ્રોત્સાહિત કરી શકતા ન હોય એવા સમયે ઈશ્વરના સિંહાસનની સામે તમને ધરી રાખે એવા તમારા ભરોસાપાત્ર અને પ્રાર્થનાવાદી લોકો શું તમારી પાસે છે ? કોઈપણ કિંમતે તમારી સાથે ચાલી શકે એવા ભરોસાપાત્ર મિત્રોથી ઈશ્વર તમને આશીર્વાદિત કરે એવી ઈશ્વરને અરજ કરવું સારું છે.

બીજાઓને માટે નિ:સ્વાર્થ ભાવે જયારે તમે પ્રાર્થના કરો છો તો સ્વર્ગમાંના તમારા ઈશ્વર પિતા આનંદ કરે છે. તે દરેક શબ્દને સાંભળે છે, દરેક આંસુને જુએ છે અને જયારે તમે તેમને પોકારશો ત્યારે તે સાંભળશે કારણ કે તે તમારા વિશ્વાસમાં આનંદ કરે છે.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More