YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 29 OF 30

પ્રમુખ યાજકનાં ચાકરનાં કાનને ઇસુ સાજો કરે છે

ઈસુની ધરપકડ કરવામાં આવી રહી છે, તેમના શિષ્યો પર પેનિક એટેક થઇ રહ્યો છે. અને એવા સમયે પિતર કોઈક જગ્યાએથી તલવાર બહાર કાઢે છે અને માલ્ખસનાં કાન તરફ ઝીંકે છે. આ માણસ ધરપકડ કરનારા અધિકારીઓ સાથે આવ્યો હતો કેમ કે તે પ્રમુખ યાજકનો ચાકર હતો. આ ભયાનક રાત્રીએ તે એક ચમત્કારને પ્રાપ્ત કરનાર બનશે એવું કદાચ તેણે વિચાર્યું ન હશે તેમ છતાં હવે એવા સંજોગો આવ્યા કે પિતરે તેના એક કાનને કાપી નાખ્યો પરંતુ ઇસુ તેની પાસે આવીને તેના કાનને સાજો કરે છે !

તેના ઘેરાં અંધકારમાં કેવળ ઇસુ જ કોઈને પણ સાજો કરી શકે છે. આ પ્રકારનો વિચાર આપણામાંથી બીજા કોઈને પણ આવી શક્યો ન હોત. ઇસુ કોઈપણ સંકોચ વિના આ લોહીથી તરબોળ અને ઘવાયેલા માણસ પાસે પહોંચી જાય છે, અને તેનું સ્થાન ક્રૂર કૂસ પર તે લે તેના પહેલા પણ તે તેને પુનઃ સ્થાપિત કરે છે. ઈસુને માટે બોલવા કોઈએ સમય કાઢ્યો નહિ. એક પણ વ્યક્તિએ નહિ. તેમણે જેઓને સાજા કર્યા હતા અને છોડાવ્યા હતા તેઓમાંથી કોઈપણ તેમના બચાવમાં ઊભું રહ્યું નહિ. આપણા લીધે તેમને એકલા મૂકી દેવામાં આવ્યા, માર મારવામાં આવ્યો, વિશ્વાસઘાત કરવામાં આવ્યો, શોષણ કરવામાં આવ્યું અને તેમને સતાવવામાં આવ્યા. કે જેથી આપણા પાપોને તેમના વડે ઉઠાવી લેવામાં આવે, આપણા અપરાધોને તે પોતાના પર ઉઠાવી લે કે જેથી આપણે દોષ મુક્ત થઇ શકીએ. અદ્ભૂત !

તમે ઈશ્વરને માટે ક્યારેય ઉપદ્રવી બની શકતા નથી. જયારે આખી દુનિયામાં તબાહી ચાલતી હોય એવા સમયે પણ તમે તેમને પોકારી શકો છો અને તે તમને એવી રીતે ઉત્તર આપશે કે જાણે આખી દુનિયામાં કેવળ તમે જ તેમને પોકારી રહ્યા હોય. બીજાઓની સરખામણીએ તમારી જરૂરતો તમને કદાચ સામાન્ય અને નજીવી લાગે તેમ છતાં તમારે તેમને હસ્તક્ષેપ કરવા અને તમને મદદ કરવા અરજ કરવું જોઈએ.

તમે કદીયે માંગ્યું જ ન હોય અને તેના લીધે તમે કદીયે કશું જ પ્રાપ્ત કર્યું ન હોય એવું શું બની શકે ? શું એવું બની શકે કે તમે કદાચ એવું વિચાર્યું હોય કે આખા જગતમાં દુઃખ એટલું બધું છે તેમાં ઈશ્વર તમારું દુઃખ કઈ રીતે ધ્યાનમાં લેશે અને તેના લીધે તેમના પર કઈ રીતે આધાર રાખીએ ?

ઈશ્વર તમને જરુર સમય આપશે, તમે તેમના મૂલ્યવાન બાળક છો ! થાકને લીધે કે બિમારીને લીધે તે કદીયે ઊંઘી જતા નથી કે ઝોકું મારતા નથી. તે સર્વશક્તિમાન છે અને હંમેશા ઉપલબ્ધ હોય છે. પણ સવાલ તો આ છે – શું તમે તેમના પર આધાર રાખશો ? શું તમે તેમને અરજ કરશો ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More