YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 25 OF 30

મંદિરને માટે ચમત્કારિક રીતે કર ચૂકવવામાં આવ્યો

કેવી અજાયબ બાબત કે પ્રથમ માછલી જે દોરીમાં પકડાઈ તેના મુખમાં પિતર અને ઈસુને માટે કરના નાણા ચૂકવવા જેટલાની જરૂર હતી એટલા જ હતા ? ગજબ ખરુંને ? પિતર તો જાણે અવાક બની ગયો હશે અને તેમ છતાં તે વાત માનીને ગયો અને તેના લીધે તે ચમત્કારનાં લાભ તેને પ્રાપ્ત થયાં.

હાલમાં ઈશ્વરે તમને કયા અસાધારણ કામ કરવા કહ્યું છે ? શું તમે તેમની વાત માન્યા છો કે પછી તેમની આવી વિચિત્ર માંગને જોઇને તેમની વાત માનવા તમે આનાકાની કરી રહ્યા છો ? ઈશ્વર આપણને તેમની પાછળ ચાલવા અને એ મુજબ કરતા વારંવાર આપણા પોતાના વધસ્તંભને ઉઠાવવા જણાવે છે. વધસ્તંભને ઉઠાવવું એટલે આપણા પોતાના દેહને માટે અને આપણી વાસનાઓ પ્રત્યે મરણ પામવું અને દરરોજ દરેક પળે ઈશ્વરને માટે જીવન જીવવું. આ એક ઉચ્ચ તેડું છે અને તે નિર્બળ મનનાં લોકો માટેનું તેડું નથી ! તે માંગ કરે છે કે આપણે ઈશ્વરની વાણીને સાંભળીએ અને તે મુજબ કરીએ અને તેમના વચન મુજબ જીવન જીવીએ. તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરીને આપણે આસાધારણ કામો માટેની અપેક્ષા રાખી શકીએ નહિ.

આપણા જીવનોની ઉપર જે માનવી અધિકારીઓને ઈશ્વર મૂકે છે તેઓને આધીન થઈને રહેવા ઈશ્વર આપણને જણાવે છે. દરેક રીતે ઈશ્વરને મહિમા મળે એમ નૈતિકતા રાખીને જીવન જીવવા તે આપણને જણાવે છે. તે ઈચ્છે છે કે આપણા દેશમાં આપણે કર ચૂકવીએ અને આપણા દેશના વફાદાર નાગરિકો તરીકે જીવન જીવીએ અને તેની સાથે સાથે એ પણ યાદ રાખીએ કે આપણે સદા સર્વકાળ સ્વર્ગના નાગરિકો પણ છીએ. દરરોજ જીવન માટે માર્ગદર્શન પ્રાપ્ત કરવા શું તમે ઈશ્વરના વચન વાંચવાની શરૂઆત કરશો ? તમારા માટે જે રુચિકર અને સુવિધાજનક લાગતી હોય એવી બાબતોને પણ છોડી દઈને તમારા જીવનમાં તેમની સર્વોચ્ચ ઈચ્છાને આધીન થઈને જીવન જીવવા શું તમે તૈયાર છો ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More