YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 26 OF 30

૧૮ વર્ષોથી એક કૂબડી સ્ત્રીને ઇસુ સાજી કરે છે

આ સ્ત્રી પાછલા અઢાર વર્ષોથી એક અશુધ્ધ આત્માથી બંધાયેલી હતી જેના લીધે તે વાંકી વળી ગઈ હતી અને તે કૂબડી થઈ ચૂકી હતી. વાંકી વળી જવાને લીધે અને ટટ્ટાર ઊભી રહેવા અસમર્થ હોવાને લીધે તેણી કેવી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઇ હશે તેની કલ્પના કરવા રહ્યું. આ દુષ્ટ આત્માના કબજામાંથી ઈસુએ આ સ્ત્રીને મુક્ત કરી અને હવે તે ફરીથી પહેલાની માફક સીધી ઊભી રહી શકી. તે તેની પોતાની ઊંચાઈએથી દુનિયાને ફરીથી જોઈ શકી – કેવી મોટી અનઅપેક્ષિત ભેટ !

આપણામાંથી ઘણાં લોકો માનસિક રીતે, શારીરિક રીતે, ભાવનાત્મક રીતે, સંબંધોમાં અને આર્થિક દ્રષ્ટીએ વાંકી વળી ગયેલી અવસ્થામાં આવી પડયા છે અને ઈશ્વરમય વિશ્વાસથી પોતાના માથાઓને ઊંચા કરવા અસમર્થ થઇ ગયા છે. તેના બદલે આપણે જીવનમાં ઘસડાતા જતા હોય એવું લાગે છે અને હારેલી અને માર ખાધેલી અવસ્થાનો અનુભવ કરીએ છીએ ! આપણે હતાશા, ચિંતા, ડર, તણાવ અને અસલામતીમાં બંધાયેલા છીએ જેના લીધે ઈશ્વરે આપણને જેના માટે સર્જન કર્યા છે તે કરવા અસમર્થ થઈએ છીએ. ઈશ્વર આપણને શેતાનના સકંજામાંથી મુક્ત કરવાની ઈચ્છા રાખે છે કે જેથી ઈશ્વરના બાળકો તરીકે આપણી ખરી ઊંચાઈમાં આપણે ઊભા રહી શકીએ !

શું તમને કદી આવા અનુભવો થયાં છે જેમાં તમે તમારા જીવનને ગમે તેટલું વધારે કોશિષ કરીને ઊભું કરવા ચાહતા હોય અને સીધા ચાલવા કોશિષ કરતા હોય પરંતુ તે કોઈ કામ કરતું નથી ? કદાચ તમને ઈસુના સ્પર્શની જરૂરત છે કારણ કે તે વાંકી વળી ગયેલ સ્થિતિઓને સીધી કરવામાં નિષ્ણાંત છે. વાંકી વળેલી કરોડરજ્જુથી લઈને તૂટેલાં લગ્નજીવનો, ભ્રષ્ટ થયેલું મન કે વેરવિખેર થઇ ગયેલ પરિવાર એમ જે કંઈ પણ હોય પરંતુ તેમના સ્પર્શ, પરિવર્તનકારી શક્તિ અને પુનઃ સ્થાપનાની શક્તિથી કોઈ દૂર ગયું નથી. તેમની પોતાની અજોડ અને શક્તિશાળી રીતોથી તમારા માટે સ્થિતિઓને સીધી કરવાની અનુમતી શું તમે તેમને આપશો ? તમે જો એવું કરશો તો તમે ફરી એવા ને એવા રહી શકશો નહિ. યાદ રહે, તે તમારું માથું ઊંચું કરનાર અને તમારો મહિમા છે !

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More