ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ઇસુ બેથનીયામાં લાઝરસને જીવતો કરે છે
જયારે ઇસુનો એક મિત્ર ઘણો બિમાર અને મરણ પથારીએ હતો ત્યારે તમે કદાચ એવી અપેક્ષા રાખો કે તે બધું કામકાજ છોડીને તેને જોવા માટે પહોંચી જાય. તેના બદલે, તે જ્યાં હતા ત્યાં જ હજુ વધારે રહી જાય છે અને લાઝરસનાં મરણ પછી તે માર્થા અને મરિયમને મળવા માટે જાય છે. તે ગામના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચે છે જ્યાં માર્થા તેમને મળવા આવે છે અને તેણી તેમને ઈશારો આપે છે કે હજુયે તે કંઈપણ કરવા સક્ષમ છે, તેણીના ભાઈના મરણ પછીના ચાર દિવસ પછીયે. મરિયમ તેમની પાસે દોડીને જઈને તેમના પગો પાસે નમી જાય છે અને રડતાં કહે છે કે જો તે અહીં હોત તો તેમણે મરણને અટકાવી દીધું હોત. ચારેબાજુના રડમશ આક્રંદને જોઇને ઇસુ પણ રડી પડયા અને પછી તે લાઝરસની કબરે જાય છે અને મોટાં અવાજે પોકારીને લાઝરસને બોલાવે છે. તેના મૃત શરીર પર જે શણના કપડાં વીંટાળીને મૂક્યા હતા તેની સાથે જ લાઝરસ બહાર આવી જાય છે.
તેમના મરણ અને પુનરુત્થાન થયાં પહેલા જ ઈસુએ પ્રગટ કરી દીધું કે તેમને મરણ પર પણ સર્વોચ્ચ અધિકાર છે. ધરતી પરના આપણા જીવનોનાં માલિક અને તેને પૂર્ણ કરનાર તે જ છે. જીવનનો આરંભ કે અંત ક્યારે થવો જોઈએ તેને નક્કી કરનાર માત્ર તે જ છે. તેના ફરી સજીવન થયાં પછી લાઝરસ સદાકાળને માટે આ ધરતી પર જીવતો રહ્યો નથી પણ ઈસુએ લોકોને એક સંપૂર્ણ પૂરાવો આપ્યો કે તે જ પુનરુત્થાન અને જીવન હતા. આજે પણ, જીવનમાં કે મરણમાં આપણે જેઓ ખ્રિસ્તને માટે જીવીએ છીએ અને મરવું તે લાભ ગણીએ છીએ તેઓને માટે તો તેઓ સર્વ લોકોમાં સૌથી વધારે ધન્ય છે એટલે કે જયારે આપણે જીવીએ છીએ ત્યારે તે ઈશ્વરના મહિમાને માટે જીવીએ છીએ અને જયારે મરણ પામીએ છીએ ત્યારે તેમની સાથે અનંતકાળ વીતાવીશું. બંને બાજુએ કોઈ નુકસાન દેખાતું નથી ! કેવી મોટી ખાતરી !
તે બાબત કઈ રીતે તમને ઈસુના તમારા મત વિષે બદલે છે ? આ ધરતી પરના જીવન પ્રત્યે તમે જે દ્રષ્ટિકોણ રાખો છો તેમાં શું તે કોઈ ફેરફાર લાવે છે ? આપણામાંથી કેટલાંક લોકો કોઈના પણ જીવનમાં કોઈપણ પ્રભાવ છોડયા વિના જીવન જીવતા હોય છે અને તેઓની પાસે અનંત દ્રષ્ટિ હોતી નથી. તેઓ ઝોમ્બીઝની જેમ જીવે છે અને ચાલે છે. હવે એવો સમય આવ્યો છે કે જેમાં આપણે ઈસુની સલાહને વ્યક્તિગત રીતે લઈએ અને કબરના વસ્ત્રો ઉતારી નાખીએ અને સાચા અર્થમાં જીવન જીવીએ !
Scripture
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More









