YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 24 OF 30

તેની આંખોમાં થૂંકીને ઇસુ જન્મથી આંધળા એક માણસને સાજો કરે છે

જયારે તમે યોહાન ૯ માં અધ્યાયને પૂરેપૂરો વાંચશો તો ખબર પડશે કે આ સાજાપણાની ઘટનાએ અનેક સવાલો પેદા કર્યા અને સમાજનાં અનેક લોકોએ આ ઘટનાને ધ્યાનમાં લીધી. એક જન્મથી આંધળો માણસ સાજો થયો જયારે ઈસુએ કાદવમાં થૂંકીને માટીની એક લૂગડી બનાવીને તેની આંખોમાં ચોપડ્યા પછી શિલોઆહ નામના પાણીના કુંડમાં તેની આંખોને ધોવા માટે જવા ઈસુએ કહ્યું. ફરોશી લોકોએ આ સાજાપણાની ઘટનાની બારીકાઈથી તપાસ કરી અને ઈસુને એક પાપી વ્યક્તિ તરીકે ઘોષિત કર્યા. દુઃખની વાત એ છે કે તે માણસનાં માતાપિતાએ પણ તે ચમત્કારથી પોતાને અળગાં કરી દીધા કે જેથી તેઓને સભાસ્થાનમાંથી હાંકી કાઢવામાં ન આવે. આખરે તે માણસને યહૂદીઓનાં સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવે છે અને તે ફરી એકવાર ઈસુને મળે છે અને આ વખતે તે તારણનો અનુભવ કરે છે.

તારણ એટલે તારનારની અને ધરતી પરના તેમના રાજ્યની સુવાર્તાને જોવા અને સાંભળવા આત્મિક રીતે આંધળી આંખો દેખતી થાય અને બહેરા કાન સાંભળતા થાય. આ ચમત્કારની ઘટનામાં તે માણસે તેની શારીરિક આંખો ફરીથી પ્રાપ્ત કરી એટલું પૂરતું નથી પરંતુ ઇસુ શરૂઆતથી લઈને અંત સુધી જોઈ શકતા હતા તે પણ છે. તેમના શિષ્યોએ તેમને પુછ્યું હતું કે કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો ત્યારે તે સવાલનાં પ્રત્યુત્તરમાં ઈસુએ ઉત્તર આપ્યો હતો, “તેણે કે તેના માતાપિતાએ પાપ કર્યું તેના લીધે નહિ પરંતુ આ થયું કે જેથી ઈશ્વરના કામ તેના વડે પ્રગટ કરી શકાય.”

અમુક બાબતો આપણી સાથે બની તેના મૂળ કારણો કેવળ ઈશ્વર જ જાણે છે અને આપણા લાભમાં તે બાબતો કઈ રીતે પરિવર્તિત થશે તેને કેવળ તે જ જોઈ શકે છે. આ ઉધ્ધારકની વ્યાખ્યા છે – એક એવો વ્યક્તિ જે અસંભવ લાગે એવી સ્થિતિને લઈને તેમાંથી સુંદર બાબતની રચના કરી શકે. મસીહાનાં શાસન વિષે વર્ણન કરતી વેળાએ યશાયા પ્રબોધકે તેના વિષે કહ્યું હતું કે જ્યાં તે રાખમાંથી સુંદરતા અને શોકમાંથી આનંદ ઉત્પન્ન કરે છે. પરંતુ તે વાત ત્યાં પૂરી થતી નથી પરંતુ આપણે જેઓ નવું સર્જન થયાં છીએ તેઓનો ઈશ્વર ઉપયોગ કરીને જે બાબતો જર્જરિત થઇ છે અને નાશ પામી છે તેઓની પુનઃ રચના કરવા, પુનઃ સ્થાપના કરવા અને નવી બનાવવા ઉપયોગ કરે છે. આવી રીતે ઈશ્વરનો મહિમા ધરતી પર પ્રગટ કરવામાં આવે છે.

તમારી સાથે જે અનુચિત ઘટનાઓ ઘટી છે તે સૌથી ખરાબ બાબતોમાંથી તમને છોડાવવાની અને તમારાં જીવનના ભંગીત અવસ્થામાંથી કશુંક મૂલ્યવાન ઉત્પન્ન કરવા શું તમે ઈશ્વરને અનુમતિ આપશો ?

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More