YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 3 OF 12

અનુકરણ કરવાનો અર્થ જાણવું થતો નથી.

ઈસુનું અનુકરણ કરવું રોચક છે કારણ કે મોટેભાગે આપણી પાસે તમામ વિગતો હોતી નથી. પ્રેરણા પ્રાપ્ત કરવા અને એકલતાની ભાવનાઓનો સામનો કરવા આપણા વિશ્વાસનાં વિરલાઓ તરફ જુઓ. ઇબ્રાહિમ અને સારાને તેઓના પોતાના વતનને છોડીને અજાણ્યા દેશમાં જવા કહેવામાં આવ્યું જયારે નૂહને તેના પરિવાર અને પશુ પક્ષીઓનાં બચાવ માટે એક વિશાળ વહાણ બનાવીને આવનાર જળ પ્રલય માટેની તૈયારી કરવા કહેવામાં આવ્યું હતું. નહેમ્યાને તેના દૂર દૂરનાં વતનનાં શહેરની દીવાલોની પુનઃરચના કરવા આગેવાની મળી જયારે પ્રબોધકો શત્રુઓનાં હાથોમાં પડવાને લીધે આવનાર મહાવિનાશની ચેતવણી જોયા વિના પણ આપવા માટે પત્રો લખતા હતા. તેઓ પાસે સર્વાંગી ચિત્ર નહોતું. તેઓની પાસે માત્ર થોડી ઝલક હતી અને બાકીની બાબતો માટે તેઓએ દેખીતી રીતે જ ઈશ્વર પર ભરોસો રાખવાનું હતું. આગલાં પગલાંઓ ભલે ભયાનક દેખાતા હતા તોપણ તેઓએ ઈશ્વર તેઓને જ્યાં દોરી જતા હતા ત્યાં એક એક ડગલું આગળ ચાલતા રહેવાનું હતું.

ઈસુનું અનુકરણ કરતા આપણા માટે પણ આવું જ છે. તેમના વચન અને તેમની વાણીને આપણે જેમ જેમ આધીન થઈને આગળ વધીએ છીએ,તેમ તેમ આપણને અનુભવ થાય છે કે તે આપણને વધુ ને વધુ પ્રગટ કરતા જાય છે.

ઈસુનું અનુકરણ કરતા જો તમે તમારા જીવનની એક સ્પષ્ટ અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ માંગતા હોય તો,તમે નિરાશ થઇ જશો કારણ કે એવા કોઈ દસ્તાવેજ મળતા નથી. આપણી પાસે જે છે તે તેમનું વચન છે, જે મહદઅંશે તેમના તરફથી તમારા માટે લખવામાં આવેલ એક પ્રેમ પત્રની માફક છે. તેમના વચનનું વાંચન કરવાનું તમે જયારે શરૂ કરશો અને તમારાં હૃદયથી તેને સમર્પિત થવાનું શરૂ કરશો તો તમને ખબર પડશે કે વિશ્વાસની તમારી યાત્રામાં તે તમારાં માર્ગને પ્રકાશ પૂરો પાડે છે. તેમનું વચન તમને પડતાં અટકાવી રાખશે અને તમારાં માટે ઈશ્વરે જે સ્થાન નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચવા માટે ઈશ્વર તમને માર્ગદર્શન પણ આપતા રહેશે. શું તમે આ માર્ગેથી ભટકી શકો ? હા,પણ તમે એક વાતની ખાતરી રાખી શકો છો કે આપણી પાસે એક એવા ભરવાડ છે જે તેમના ભટકી ગયેલા ઘેટાંને શોધવા માટે બહાર નીકળે છે. તમને તમારા ભરવાડ શોધી જ ના શકે અને તમને ફરી ફેરવી નાં શકે એટલા દૂર તમે કદી ગયા નથી.

ઘોષણા: મારાં ભવિષ્યનાં વિષયમાં મને વિગતે માહિતી ન હોય પણ ઈશ્વરને છે !

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More