YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 7 OF 12

આપણે જેમનું અનુકરણ કરીએ છીએ તે આપણે ક્યાં જઈશું તે નક્કી કરશે

અનુકરણ કરવાની બાબતમાં સૌથી વધારે મહત્વની બાબત આપણેકોનુંઅનુકરણ કરીએ છીએ તે છે. આપણે તેમનું અનુકરણ કરીએ છીએ તેમાં નહિ પણ તે જે છે તેમાં ચમત્કાર રહેલો છે. આપણે દેહધારી થયેલ ઈશ્વર,ઈશ્વરનાં પુત્ર,ઇસુનું અનુકરણ કરીએ છીએ. જયારે તેમણે તેમના પ્રથમ શિષ્યોને પસંદ કર્યા ત્યારે તેમણે તેઓની આગળ પોતાને રોટલીઓમાં વધારો કરનાર,તોફાનોને શાંત કરનાર,પાણી પર ચાલનાર,છોડાવનાર,સાજાપણું આપનાર અને શિક્ષક તરીકે પ્રગટ કર્યા. તેઓ તેમને હજુ સુધી જાણતા નહોતા તેમ છતાં તેઓને તેમની કેમ તાતી જરૂર છે તે તેઓ સમજે તેના માટે ઈસુએ પોતાને વિવિધ રૂપકો વડે પણ પ્રગટ કર્યા. તેમણે કહ્યું કે તેમણે નિયમશાસ્ત્રને પૂર્ણ કર્યું,સ્વર્ગમાંથી આવેલી રોટલી,જીવતું પાણી,દરવાજો,ઉત્તમ ભરવાડ,જગતની જ્યોતિ,માર્ગ,સત્ય અને જીવન છે.

આજે આપણે એ જ ઈશ્વરનું અનુકરણ કરીએ છીએ પણ તે જે છે તેના વિષે તેમના શિષ્યો જે જાણતા હતા તેના કરતા વધારે આપણે જાણીએ છીએ. તે આવનાર રાજા અને ધરતીનાં ન્યાયાધીશ છે. તે સિંહ અને હલવાન છે. તે તારનાર અને જગતના ઉદ્ધારક છે. તે મરણમાંથી સજીવન થયેલ પ્રથમફળ છે અને પાપ અને મરણ પર વિજયી થયેલા છે. તે સનાતન પિતા અને સત્યનો આત્મા છે. તે આપણી સાથે હંમેશા રહેનાર સાથી છે જે આપણા માટે ખાતરી,સલાહ અને દિલાસો લાવે છે.

આપણે દરેક ઈશ્વરના ચારિત્ર્ય સાથે જોડાયેલા હોવાનો દાવો કરીએ છીએ જેમાં આપણે પોતાને સાંકળીને તેમાં દિલાસો પ્રાપ્ત કરીએ છીએ પણ ખ્રિસ્તનાં પગલે ચાલવાની આ યાત્રા ઉત્તેજક છે કારણ કે આપણે ઈશ્વરને તેમના મહાન વિસ્તારમાં સર્વાંગી રીતે અનુભવ કરી શકીએ છીએ !

તે પવિત્રતામાં અદ્ભૂત છે. તે આનંદ ઉપજાવે એવી રીતે અગમ્ય છે.તે પ્રચંડ રીતે શક્તિશાળી છે. તે અસીમિત રીતે સર્જનાત્મક છે.તે તેમના તારણની વ્યૂહરચનાઓમાં અને પુનઃ સ્થાપના કરનાર માપદંડોમાં જોરદાર રીતે શોધક છે. તેમને રોકી, નિયંત્રિત કરી શકાતા નથી અથવા આપણા નાના મગજોમાં અથવા મર્યાદિત કલ્પનાઓથી સમાવી શકાતા નથી.તેમણે સર્જન કરેલ જગતને તે અસીમિત રીતે પ્રેમ કરે છે.તેમનાથી દૂર જતા રહેલા લોકોને પ્રાપ્ત કરવા માટે તે થાક્યા વિના પ્રયાસ કરતા રહે છે.

ઈસુએ આપણને આપેલ મહાન આજ્ઞા મૂળમાં પુનર્નિયમનાં પુસ્તકમાંથી લેવામાં આવેલ છે જે કહે છે,“ઓ,ઇઝરાયેલ,સાંભળ, પ્રભુ તારો ઈશ્વર એક છે.” આપણા પોતાના અનુભવ પરથી ઈશ્વરને કોઈ એક મર્યાદિત ખાનામાં નાંખી દેવું ઘણું સરળ છે જેમ કે કેવળ આપણા સાજા કરનાર અથવા પૂરું પાડનાર ઈશ્વર તરીકે પણ આપણા મનો કલ્પના કરી શકે તેના કરતા વધારે તે છે. આ મહાન,વૈવિધ્યપૂર્ણ, અતુલ્ય રીતે ભયાવહ ઈશ્વર એક છે. ઈસુના અનુયાયી તરીકે,તમારા જીવનની દરેક ઋતુમાં તમારે પૂર્ણ રીતે તેમનો અનુભવ કરવો જોઈએ. કોઈ એક ઋતુમાં તમે કદાચ તેમને સાજાં કરનાર ઈશ્વર તરીકેની અપેક્ષા રાખી રહ્યા હોય પણ એવું બની શકે કે તે પુનઃસ્થાપના કરનાર તરીકે પોતાને પ્રગટ કરે. તમને પૂરું પાડનારની જરૂરત હોય પણ તમે દરેક સ્થિતિમાં ઉદ્ધાર કરવાની તેમની ક્ષમતાનો તમે અનુભવ કરો. આપણી અપેક્ષા મુજબ જયારે ઈશ્વર કામ ન કરે ત્યારે અમુકવાર આપણે નિરાશ થઇ જઈએ છીએ. કદાચ આ યોગ્ય સમય હોય શકે કે જયારે તમે હાલમાં ઈશ્વર તમારાં જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યા છે તેના વિષે તમને દેખાડવા ઈશ્વરને અરજ કરો. તમારો કદીયે ત્યાગ ન કરવા અને તમને ન છોડવાના તેમના વાયદાને તે હંમેશા પાળે છે.

ઘોષણા: હું જાણું છું કે ઈશ્વર મારા જીવનમાં કામ કરી રહ્યા છે.

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More