YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 8 OF 12

તમારાં સંપૂર્ણ જીવનથી તેમનું અનુકરણ કરો

તેમની સમગ્રતા અને સંપૂર્ણતામાં ઈશ્વરનું અનુકરણ કરવામાં જેમ આપણે સહજ થવાનું છે તેમ જ આપણે આપણા સંપૂર્ણ જીવનથી તેમનું અનુકરણ કરવા એક વ્યક્તિગત સમર્પણ કરવાની જરૂરત છે. આ કહેવાનો અર્થ આ મુજબ છે કે ઈસુનું અનુકરણ માત્ર આપણા શબ્દોથી હોવું જોઈએ નહિ પણ આપણા વિચારો અને કામોમાં પણ તે અનુકરણ દેખાવું જોઈએ. આ બાબત ઈસુનું અનુકરણ કરવામાં આપણે ક્યાં થાપ ખાઈએ છીએ તે ઊંડાણથી આપણામાં શોધખોળ કરવા મજબૂર કરે છે. ઘણીવાર એવું થાય છે કે જેઓ ઘણી પેઢીઓથી ઈસુને જાણે છે તેઓ શાસ્ત્રનું ઘણું જ્ઞાન રાખે છે અને યોગ્ય રીતે પ્રાર્થના કરતા પણ જાણે છે પણ તેઓના હૃદયો ઈશ્વરથી ઘણા દૂર હોય છે. જયારે આપણે વિશ્વાસની યાત્રામાં નવા હોઈએ છીએ ત્યારે આપણા હૃદયથી આપણે સંપૂર્ણ ઉત્સાહી હોઈએ છીએ અને ઈશ્વર જ્યાં દોરી જાય ત્યાં જવા આપણે તૈયાર હોઈએ છીએ,પણ ખ્રિસ્તની સાથે જીવવા શરૂઆત કરેલ નવા જીવનને ટકાવી રાખવા માટે જરૂરી આપણા મનોનું નવિનીકરણ થતું નથી. એટલા માટે પવિત્ર આત્માને પ્રાર્થના કરવું ઘણું મહત્વનું છે કે ઈશ્વરનું અનુકરણ કરવા આપણે ક્યાં સંઘર્ષ અનુભવીએ છીએ તે શોધી કાઢવા તે આપણને મદદ કરે અને તે ભાગને તેમની ઉર્જા અને સામર્થ્ય વડે આપણા જીવનોને ભરી દે એવી પ્રાર્થના કરવું જરૂરી છે. આપણે એકલા તે કામ કરી શકતા નથી,પણ ખ્રિસ્તની સહાયથી આપણે દરેક કામને શક્યમાં રૂપાંતરિત કરી શકીએ છીએ.

ઘોષણા: ઈશ્વરનો આત્મા મને સઘળી બાબતોમાં મદદ કરશે.

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More