YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 6 OF 12

માર્ગનું અનુકરણ કરવું એટલે આપણા સર્વ માર્ગોમાં તે આપણી સાથે છે

ઈસુનું અનુકરણ કરવું એટલે પહોળાં માર્ગને બદલે આપણે સાંકડા માર્ગની પસંદગી કરીએ છીએ. સાંકડો માર્ગ બરોબર કહેવામાં આવ્યું છે કારણ કે તેમાં ઈશ્વરને પસંદ પડે અને ઈશ્વરને મહિમા મળે એવી રીતે કામ કરવાની પસંદગી કરવાની બાબતોનો સમવેશ થાય છે. આ માર્ગ તમારી પાસે માંગણી કરશે કે તમે સતત તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પ્રત્યે મરણ પામો અને ઈશ્વર તમને જ્યાં લઇ જાય છે ત્યાં જતા રહો. પહોળો માર્ગ વ્યક્તિને ગમે ત્યાં લઈને જાય છે. તમે જેમ ઈચ્છો તેમ તમે જીવી શકો,તમારાં વ્યક્તિગત ફાયદાઓને ધ્યાનમાં લઈને નિર્ણયો કરી શકો અને તમને માઝા આવે એવા કામો તેમાં તમે કરો છો. ઈસુએ તેમના શિષ્યોને બોધ આપતી વેળાએ સ્પષ્ટતાથી કહ્યું હતું કે સાંકડો માર્ગ અનંત જીવનમાં પહોંચાડે છે જયારે પહોળો માર્ગ વિનાશમાં દોરી જાય છે. તોપણ રોચક બાબત એ છે કે ઇસુ આપણને જે માર્ગમાં દોરી જાય છે તે દોરી માર્ગમાં નવાઈ પમાડે એવા મર્મો અને વળાંકો આવે છે,અન અપેક્ષિત ઉતાર ચઢાવો આવે છે અને અણધાર્યા સૂકા ખાડાઓ પણ આવે છે જે ઘણા ખર્ચાળ પણ સાબિત થાય છે. આપણે જીવનના ઘટક છેવાડે ઊભા હોય,કે અરણ્યમાંનાં માર્ગોમાં હોય કે મરણકારક પથ્થરોમાં ફસાયેલા હોય કે ખડકોની પોલાણોના છેડાઓ પર હોય પણ ઈશ્વર આપણી સાથે છે. આપણા જીવનની કોઈપણ સંજોગોમાં તે આપણને એકલા ઝઝૂમવા સારુ છોડી મૂકતા નથી. જ્યાં સુધી આપણે પોતે જાણી જોઈને તેમને છોડી ન મૂકીએ ત્યાં સુધી તે આપણને સંજોગોને કાબૂમાં લેવા એકલા છોડી દેતા નથી. તે આપણા એક નિસાશાથી પણ દૂર નથી તેમ છતાં આપણે તેમને પોકારવું જરૂરી છે !

જયારે તમે અયૂબ એકત્રીસમો અધ્યાય વાંચો ત્યારે તેમણે તેમના જીવનને જીવવા વિષે જે સઘળાં નિર્ણયો કર્યા હતા તેના વિષે તમને ખબર પડશે. તે અધ્યાયનું વાંચન કરવું અને તેમાં કોઈ એવી બાબત છે જે ઈશ્વરને નારાજ કરતી હોય તો તેના વિષે તપાસ કરવું રોચક છે. જો કોઈ એવી બાબત છે તો કબૂલાતની પ્રાર્થના કરવી અને આપણી નબળાઈઓ વિષે પસ્તાવો કરવો અને તે આપણને જે મફત માફી આપે છે તેને ગ્રહણ કરવું બહુ આવશ્યક છે !

નીતિવચનોનો લેખક આપણને જણાવે છે કે જયારે માણસનો માર્ગ ઈશ્વરને પસંદ પડે છે ત્યારે તેના શત્રુઓ પણ તેમની સાથે શાંતિમાં રહે છે. કેવું અજાયબ વચન !

ઘોષણા: આજે અને દરરોજ હું સાંકડો માર્ગ પસંદ કરું છું.

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More