YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 12 OF 12

ખ્રિસ્તનું અનુકરણ કરવાનું પરિણામ

જેઓ ઈસુનું અનુકરણ કરતા હતા તેઓ ઇસુ જે કરતા હતા તે સઘળાંને પોતાની આંખોથી દેખી શકતા હતા. તેઓએ ચમત્કારો જોયા,તેઓએ પુનઃસ્થાપના જોઈ,તેઓ મરેલાઓને જીવતા ઉઠતાં જોયા,તેઓએ પછાત અને નકાર પામેલા લોકોને વિના શરતે સ્વીકાર પામેલા લોકોને જોયા. તેઓએ ચમત્કારથી બહુગણી થયેલ રોટલીઓ ખાધી,વાવાઝોડાંને લીધે આવેલા સમુદ્રનાં તોફાનને શાંત પડતાં જોવાનો આનંદ તેઓએ લીધો,અને તેઓએ એવા લોકોની મુલાકાત લીધી જેઓ તેઓની સાથે કદાચ ટેબલ પાસે બેઠા પણ નહોત !

જયારે હું અને તમે સાચા અર્થમાં ઈસુનું અનુકરણ કરીએ છીએ ત્યારે આ અનુભવો કરવાની શરૂઆત આપણે પણ કરીએ છીએ. ઈસુએ પોતે કહ્યું છે કે આપણે જેઓ તેમનામાં વિશ્વાસ કરીએ છીએ તેઓ તેમના કરતા વધારે મોટાં કામો કરશે.

શું તે આશ્ચર્યજનક નથી ?

અસલી સવાલ એ છે કે શું આપણે તે રીતે ઈસુનું દ્રઢતાથી અનુકરણ કરીશું ?

શું હું મારો ક્રોસ દરરોજ ઉઠાવવાની, દરરોજ મારો નકાર કરવાની અને મારા હૃદય,પ્રાણ,મન અને બળથી તેમનું અનુકરણ કરવાની ઈચ્છા રાખીશ ?

આ એક એવો સવાલ છે જેને તમારે આસાનીથી લેવાનો નથી. તમારે જે કિંમત ચૂકવવવાનું થશે તેને ધ્યાનમાં તો લેવાનું જ છે પણ આ પ્રકારના સમર્પિત જીવનને માટે જે મોટાં ઇનામો રાહ જુએ છે તેઓને પણ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. ઈસુની સાથે આ મુજબનાં ઊંડા સંબંધમાં ચાલવાથી ધરતી પર ઈસુના જે શિષ્યો તેમની સાથે ચાલતા હતા તેઓની માફકનાં અનુભવો તમે પણ પ્રાપ્ત કરશો. માત્ર એટલુ જ નહિ,પણ તમે જોયા વિના તેમના પર ભરોસો કરો છો તેના લીધે તમારો બદલો મોટો છે. તેની સાથે અતુલ્ય પવિત્ર આત્માનું દાન પણ છે જે જ્ઞાન અને સામર્થ્યમાં આપણને જીવન જીવવા મદદ કરે છે કે જેથી આપણે કેવળ બદલાણ પામતા નથી પણ આપણી આસપાસનાં જગતમાં બદલાણ પણ લાવીએ છીએ !

ઉત્તેજક યાત્રા માટે શું તમે તૈયાર છો,ઈસુના સાથી અનુયાયી ?

ઘોષણા: હું આ ધરતી પર ઈશ્વરના રાજ્યને જોઇશ. મારામાં રહેલ ખ્રિસ્તને ધન્યવાદ હો.

Scripture

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More