YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 2 OF 12

અનુકરણ કરવાનો ત્યાગ

ઈસુનું અનુકરણ કરવા માટે અમુક હદે સ્વ-નકાર અને જરૂરી ત્યાગની આવશ્યકતા ઊભી થાય છે. તેમનું અનુકરણ કરવાને લીધે ક્યાં પરિણામ આવી શકે છે તે તેમના શિષ્યોને જણાવતી વેળાએ ઈસુએ મીઠાં શબ્દોનો અથવા આરામદાયક સગવડો પ્રાપ્ત થવા માટેના વાયદાઓ આપનાર બાબતોનો ઉપયોગ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે જેઓ તેમના શિષ્યો બનવાની ઈચ્છા રાખે છે,તેઓએ પોતાનો નકાર કરવો પડશે અને તેઓના પોતાન ક્રૂસને ઉઠાવીને દરરોજ તેમની પાછળ ચાલવું પડશે. આ શબ્દો તેમણે સમગ્ર જગતના પાપોને ક્રૂસ પર ઉઠાવી લેવા માટે ક્રૂસ ઉઠાવીને ટેકરી પર ગયા તેના પહેલાના છે.

તોપણ આપણ દરેકને માટે આ ક્રૂસ કેવો લાગે છે ?

ઈસુને માટે,ક્રૂસ તેમનું સોંપવામાં આવેલ કામ હતું. તે ઈશ્વરના રાજ્યની મારફતે તેમને સોંપવામાં આવેલ ભારે કામ હતું જે તેમણે સ્વેચ્છાએ પોતાના પર લઇ લીધું. આપણ દરેક જેઓ તેમનું અનુકરણ કરે છે તેઓ તે કામથી અલગ નથી. આપણ દરેકને ઈશ્વર પાસેથી કોઈ એક ચોક્કસ કામ ઈશ્વરના રાજ્યમાંથી સોંપવામાં આવેલ છે. આ કાર્યો આ જગતમાં આપણો જન્મ થયો તેના પહેલાથી સોંપવામાં આવેલા છે પણ જયારે આપણે ઇસુનો આપણા તારનાર તરીકે સ્વીકાર કરીએ છીએ,ત્યારે તે કામ કયું છે તે પ્રગટ કરવા અને તેને સમજવા આપણી પાસે પવિત્ર આત્માની મદદ પ્રાપ્ત થાય છે.

આ કામ તમારાં જીવનનો હેતુ બની જશે અને તમે જોશો કે તમારાં મોટાંભાગની ઊર્જાઓ અને તીવ્ર ઇચ્છાઓ આ કામ ભણી ફરી જશે.

ક્રૂસ ઊંચકીને ઈસુનું અનુકરણ કરવાની બાબત જેના માટે તમારું સર્જન કરવામાં આવ્યું છે તે કામ કરતા જઈને તમારી સગવડોનો ત્યાગ કરીને અને તેમને સંપૂર્ણપણે આધીન થઈને ચાલવાની બાબતને દર્શાવે છે.

મોટેભાગે,ઈશ્વરના રાજ્યનાં આપણા કામ પાર પાડવા માટે આપણે જે સુવિધાઓ સાથે ટેવાયેલા છીએ તેઓને જતાં કરીએ છીએ કે જેથી બીજી કોઈપણ અડચણ વિના આપણે ઈશ્વરની સેવા કરવા માટે આઝાદ થઇ શકીએ. આપણા આ ભારે કામનો બદલો ઈશ્વરના મહિમા સાથે જોડાયેલો છે કે જે આપણને પ્રોત્સાહિત કરે છે કે આપણે ખ્રિસ્તની સાથે એક છીએ. ઈશ્વરનો મહિમા ભારે હોય છે અને જયારે આપણે ઈશ્વરના રાજ્યનાં કામનો સ્વીકાર કરીએ છીએ ત્યારે બોલ્યા વિના એક બાબત પાક્કી છે કે આપણને તેનો ભાર લાગશે. તે તેના પડકારો અને સફળતાઓ સાથે આવશે. આ સઘળાંમાં,ઇસુ આપણી સાથે રહેવાનો વાયદો આપે છે !

ઘોષણા: ઈશ્વરના રાજ્યના ભારે કામને પૂર્ણ કરવા માટે ઇસુ મને મદદ કરે છે.

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More