YouVersion Logo
Search Icon

બચાવ Sample

બચાવ

DAY 7 OF 7

અનંતતા બચાવ પામેલ લોકોનું ગંતવ્યસ્થાન છે

સાત દિવસની આપણી યાત્રાને આજે આપણે સમાપ્ત કરી રહ્યા છે ત્યારે તમારે સભાન થવાની જરૂર છે કે આપણું ગંતવ્યસ્થાન અનંતતા છે. હમણાં જયારે તમે આ ધરતી પર નિવાસ કરી રહ્યા છો, ત્યારે મનુષ્યની સાથે ચાલતા સંઘર્ષો અને આશીર્વાદોની સાથે તમે યાત્રા કરી રહ્યા છો. તમને હમણાં પણ તમારા હૃદયમાં અનંતતા આપવામાં આવેલ છે તેના માટે ઇસુનો આભાર, જે તે હૃદયમાં વસવાટ કરે છે. તેથી ભલે તમે ગમે તેવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોય કે તમારે ગમે તે સહન કરવું પડતું હોય તોયે દુઃખ અને પીડા વિનાનાં અનંત જીવનની તમે પૂરી ખાતરી રાખી શકો છો. તમારી જીંદગીમાં ભલે મોટામાં મોટી સફળતાઓ હાંસિલ થાય તોપણ તમે જેની કલ્પના કરી શકો તેના કરતા વધારે મોટા પ્રતિફળ અનંત જીવન લઈને આવશે. ઇસુ સાથેની અનંત જીંદગીને તમે આનંદથી ભરપૂર અપેક્ષાએ પ્રાપ્ત થવાની આશા આગળ રાખી શકો છો. અનંત જીવન હમણાં શરૂ થાય છે તેથી હમણાં તમે જેવું જીવન જીવો છો તે તમારા જીવનની ગુણવત્તા પર અસર પાડે છે. પવિત્ર અને અલગ એવું જીવન જીવવા નક્કી કરવામાં આવેલ, ઈશ્વરદત્ત દર્શનની સાથે જયારે તમે તમારું જીવન જીવો છો, ત્યારે તમારું જીવન આપમેળે ઈસુના જીવનની માફક દેખાવાનું શરૂ કરે છે. તમે જેમાં પ્રવેશ કરો છો તે જગતના ક્ષેત્રોમાં તમે વધારે ઊંડી અસર પાડવાનું શરૂ કરો છો અને તમારી જીંદગી પૂર્ણ થયા પછી પણ તમે જ્યાં જાઓ છો ત્યાં નિશાની પાડતા જાઓ છો. અનંતકાલિક દ્રષ્ટિકોણ રાખવાની બાબત એટલી શક્તિશાળી છે.

આપણા સ્વપ્નો અને લક્ષ્યો મહત્વના છે તેથી તેઓના વિષે હાર માનશો નહિ પણ તમારા હૃદયોમાં ઈશ્વર જે કરવા કહે છે તે કરવા કોશિષ કરો. સદા માટેની સૌથી મહાન ભેટ તરફ દ્રષ્ટિ રાખો એટલે કે ઇસુ ખ્રિસ્ત તરફ. તમને કદાચ સફળતા, સંપત્તિ કે સુકીર્તિની અપેક્ષા હોય, જે સારી બાબતો છે પણ જો ઈસુની સાથે તમને કોઈ સંબંધ ન હોય તો તે સઘળું વ્યર્થ થઇ જશે. આજે અને દરરોજ તેમની પસંદગી કરો. તેમના વચનની મારફતે તેમને શોધો. પવિત્ર આત્માના પગલે ચાલો કે જેથી તમારા હૃદય અને મન નવા થતા જાય.

વિચાર:

જયારે જીવન તમને નીચે પાડી નાખવાની કોશિષ કરે ત્યારે ઉપર જોવાનું ચાલુ રાખો કે જેથી તમારી અનંતતા તાલીમબધ્ધ અને તૈયાર હોય.

About this Plan

બચાવ

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.

More