બચાવ Sample

બચાવ માટે ઈશ્વર આવે છે
એદનનાં બગીચામાં આદમ અને હવાના જીવનમાં સઘળું સારામાં સારું ચાલી રહ્યું હતું. તેઓના કર્તાની સાથેનો ઉત્તમ સંબંધ, દરેક જીવિત અને શ્વાસ લેનાર સજીવો પર અધિકાર, તેઓની આસપાસ રહેલ બેસુમાર સૌંદર્ય અને પહેરવેશ પર કોઈ વધારાનો ખર્ચો નહિ. તેઓની પાસે કોઈ અપરાધભાવ, શરમ, નકારાત્મકતા કે ડર નહોતા. આ મુજબ જીવવાની કલ્પના કરો. સંપૂર્ણ સ્વર્ગીય સુખાકારીનું આ ચિત્ર છે. જે એક શંકા વાવવામાં આવી, એક જૂઠાણું જેના પર ભરોસો કરવામાં આવ્યો અને જેને બદલી ન શકાય એવા આજ્ઞાભંગને લીધે એક પળમાં તે સઘળું બદલાઈ ગયું. બધું જ ખોવાઈ ગયું હોય એવું લાગ્યું એટલે કે મનુષ્ય અને ઈશ્વર વચ્ચેના ખામીરહિત, અંગત સંબંધમાં ભંગાણ આવ્યું અને સંપૂર્ણ દુનિયા હવે ભંગીત અને ક્ષતિગ્રસ્ત દેખાવા લાગી. કેવી કરૂણ ઘટના અને તેમ છતાં સઘળું ખોવાઈ ગયું નહોતું. એક સંપૂર્ણ માતાપિતાની માફક ઈશ્વર પાસે એક યોજના હતી જે તરત જ પ્રભાવી થઇ. તેમણે પુરુષ અને સ્ત્રીને જાનવરનાં ચામડાંનાં વસ્ત્રો પહેરાવ્યાં કે જેથી તેઓની લાજને ઢાંકી દેવામાં આવી અને પછી તેઓને એદન વાડીની બહાર જગતમાં મોકલી દેવામાં આવ્યા.
વણબોલી પરંતુ દેખીતી હકીકત છે કે ઈશ્વર તેમના લોકોને તેઓના પાપથી બચાવવા માટે જે અનેક બચાવકાર્યો કરે છે તેમાંનું આ પ્રથમ બચાવકાર્ય હતું. આદમ અને હવાને વસ્ત્રો પહેરાવવા માટે ઈશ્વરે પશુનું બલિદાન કરીને લોહી વહેવડાવવું પડયું. લોહીનું આ બલિદાન પ્રથમ એવું કૃત્ય હતું જે આવનાર દિવસોમાં જે કોઈ વ્યક્તિ પાપ કરે તેના પાપોને માટેના પ્રાયશ્ચિત અને ભરપાઈ કરવાના એક માધ્યમ તરીકે મૂસાની મારફતે એક વિધિના રૂપમાં સ્થાપિત કરવામાં આવનાર હતો. તેઓને એદન વાડીમાંથી બહાર મોકલી દઈને ઈશ્વરે તેઓના પર વિશેષ કૃપા કરી હતી, કેમ કે જો તેઓ ત્યાં રહ્યા હોત, તો તેઓ જીવનના વૃક્ષના ફળ પર અચૂકપણે પકડ જમાવીને જેને ઈશ્વરે મનાઈ કરી હતી તે ખાઈને તેઓએ અમરતા પણ ધારણ કરી લીધી હોત. એક કલ્પના કરો કે આપણી ઉંમર ધીરે ધીરે વધતી જતી હોય પણ કદીયે મરણ પામીએ જ નહિ ! ધરતી પરનું આપણું જીવન નર્કમય બની ગયું હોત. ઈશ્વરે તેમની સર્વોચ્ચ ભલાઈને આપણા પ્રત્યે પ્રગટ કરીને આપણને મરણની ભેટ આપી જે ધરતી પરની પીડામાંથી એક મધુર મુક્તિ અને પીડારહિત, આનંદનાં અસ્તિત્વ ધરાવનાર સ્વર્ગની આશા છે.
એદન બગીચાની માફક આપણે આજે એક સંપૂર્ણ અવસ્થામાં જીવતા ન હોય એવું બની શકે. વાસ્તવિકતા તો એ છે કે આપણે એવા જગતમાં નિવાસ કરીએ છીએ જે યુધ્ધ, દુકાળ અને દુઃખોથી તૂટેલું છે. તેમના અસીમિત અને અપાર પ્રેમ અને ભલાઈને કારણે જે ઈશ્વરે આદમ અને હવાને બચાવ્યા તે તેઓના દીકરાઓ અને દીકરીઓને બચાવવાનું હજુયે ચાલુ રાખે છે.
વિચાર:
જો તેઓની વેરાન જીંદગીમાંથી પણ ઈશ્વર આદમ અને હવાને બચાવી શકયા તો તે એવું કામ તમારા માટે પણ કરી શકે છે.
Scripture
About this Plan

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.
More
Related Plans

Unleashed for Kingdom Purpose

Bread for the Journey

Lonely? Overcoming Loneliness - Film + Faith

Near to the Brokenhearted - IDOP 2025

Man vs. Temptation: A Men's Devotional

How to Be a Better Husband

Unleashed by Kingdom Power

The Incomprehensibility of God's Infinity

Advent
