YouVersion Logo
Search Icon

બચાવ Sample

બચાવ

DAY 5 OF 7

ઇસુ ખ્રિસ્ત બચાવ છે.

એક મોટી સમસ્યા હંમેશાથી પાપ હતી, છે અને રહેશે. તે સમસ્યા ઈશ્વરથી શરૂ થઇ નથી. તે કદીયે તેમના વચનને લીધે શરૂ થયેલ સમસ્યા નથી. તેમના લોકોને ઈશ્વરે આપેલ દરેક વચનને ઈશ્વર વફાદાર રહે છે. તે દરેક રીતે અચલિત, પવિત્ર અને ન્યાયી છે. મનુષ્ય અને ઈશ્વરને એકબીજાથી દૂર રાખવામાં જવાબદાર બાબત પાપ છે. “સઘળાંને માટે એક જ વાર” નો ઉકેલ નિષ્કલંક એવા એક સંપૂર્ણ બલિદાનને માન્ય કરી શકાય જે ભૂતકાળમાંનાં, વર્તમાનનાં અને આવનાર પેઢીના તમામ પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોનાં બદલામાં આપવામાં આવે. ઈશ્વરનો દીકરો, ઇસુ ખ્રિસ્ત તે બલિદાન છે. દરેક રીતે ઈશ્વર હોવા છતાં પણ તે એક મનુષ્ય બન્યા જે લોકોને મળતા, બાળકોને ઉઠાવીને ચાલતા, અશુધ્ધ લોકોને અડકીને અને આ ધરતી પર એક સ્વર્ગના દ્રશ્યને ઊભું કરતા તે ગાલિલનાં સમુદ્રના ખરબચડાં કિનારાએ ચાલ્યા. તેમના તેત્રીસમાં વર્ષના અંત સુધી તેમનું જીવન દરેક લોકોની માફક દરેક રીતે સાધારણ રહ્યું હતું, પણ ત્રણ વર્ષ બાદ લોકોને બોધ આપીને તેઓની સેવા કર્યા બાદ તેમના જીવને એક વિચિત્ર વળાંક લીધો. પ્રમાણિત ન કરી શકાય એવા આરોપોના આધારે તેમની ધરપકડ કરવામાં આવી, યરુશાલેમની ગલીઓમાં બીજા સામાન્ય ગુનેગારોની સાથે જેમ કરવામાં આવે તેમ તેમને પણ જાહેરમાં ફેરવવામાં આવ્યા અને પછી તેમને એક ટેકરી પર ચઢવા મજબૂર કરવામાં આવ્યા કે જ્યાં તેમને ક્રૂસ પર મારી નાખવામાં આવ્યા. તેમનું ચિરાયેલ અને લોહીલૂહાણ શરીર ધર્મગુરુઓની નફરત અને સૈનિકોનાં ક્રોધની નિશાની દેખાડી રહ્યું હતું. તે જયારે તે ક્રૂસ પર લટકેલા હતા ત્યારે તેમણે જગતના પાપનો ભાર પોતાના પર ઉઠાવી લીધો અને તેમના ઈશ્વર પિતાની સમક્ષ પોતાને પપાર્થાર્પણ તરીકે રજુ કર્યો. તે સંપૂર્ણપણે નિષ્પાપ હતા તેના લીધે ઈશ્વરનો ધન્યવાદ કે જેના લીધે તેમના મરણે સઘળા પાપનું પ્રાયશ્ચિત કરી દીધું. એ આ પળ હતી કે જયારે મનુષ્યને રોકી ન રાખે એવા પાપ વિના તે ઈશ્વરની પાસે ફરીથી આવવાનું શરૂ થયો. તેમના લોહીએ આપણા ઉધ્ધારને સંભવિત બનાવ્યો. એટલું પૂરતું નથી. તેમના મરણ થયાનાં બે દિવસ પછી ઇસુ મરેલાંમાંથી સજીવન થયા અને ચોક્કસપણે સદાકાળને માટે મરણને હરાવી દીધું. આજે આપણે મરણની બીક વિના અને અનંત જીવનની આશાએ જીવન જીવી શકીએ છીએ. તેમના પુનરુત્થાનને માટે તેમનો આભાર માનીએ. આપણો બચાવ ઈસુની મારફતે સંપૂર્ણ કરવામાં આવ્યો. જે કાર્ય કોઈપણ ન્યાયાધીશ, શાસક, પ્રબોધક કે યાજક પૂર્ણ ન કરી શક્યો તે કાર્ય ઈસુએ તેમના સર્વોચ્ચ બલિદાનની મારફતે સિધ્ધ કર્યું !

વિચાર:

ઇસુ ખ્રિસ્ત એક માત્ર એવું નામ છે જેનાથી તમારું તારણ થઇ શકે છે !

About this Plan

બચાવ

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.

More