YouVersion Logo
Search Icon

બચાવ Sample

બચાવ

DAY 2 OF 7

સારા લોકો ક્ષણિક બચાવ લાવે છે

તેમણે સર્જન કરેલા લોકોના વિશાળ સમુદાયમાંથી તેમના પસંદ કરેલા લોકોનો પિતા થવા ઈશ્વરે ઇબ્રાહિમને પસંદ કર્યો હતો. તેમણે તેને વાયદો આપ્યો હતો કે તેના વંશજો અતિશય થશે અને તેઓ જગતની પ્રજાઓને માટે આશીર્વાદરૂપ થશે. ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ અને તેમના સંતાનોને એવી રીતે આશીર્વાદ આપવાનું ચાલુ રાખ્યું કે તેઓ તેને રોકી શક્યા નહિ, અને તેઓ સમુદાયમાં અલગ તરી આવવા લાગ્યા. તેઓ એવા વૃધ્ધિ પામ્યા કે તેઓને અંકુશમાં રાખવા માટે મિસરના રાજા ફારૂને તેઓની સાથે કપટ કરીને તેઓ પર જુલમ કરવા કોશિષ કરી. તેણે કડવાશને લીધે તેઓ જે ઈશ્વરીય આશિષ લઈને ફરતા હતા તેને નજરઅંદાજ કરી. તેઓને છૂટકારાની જરૂરત હતી અને તેથી મિસરની ગુલામીમાંથી તેઓને બચાવવા અને તેઓના વચનના દેશમાં તેઓને લઇ જવા માટે તેમણે તેમના પોતાના જ સાથીઓમાંથી એકને ઊભો કર્યો. તેના સમગ્ર જીવન દરમિયાન મૂસા વફાદાર રહીને ૬૦ લાખ ઇઝરાયેલી લોકોને તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ટોચ સુધી લઈને આવ્યો. લોકોને કનાન દેશમાં લઇ જઈને અને દેશની ભૂમિનું વતન તેઓને પ્રાપ્ત કરાવીને મૂસાનું અધૂરું કામ યહોશુઆએ ઉપાડી લીધું. મિસરમાંનાં માર્ગોને જે પુરુષો અને સ્ત્રીઓએ પસંદ કરી લીધા હતા અને જેઓને તેઓના પૂર્વજોનાં ઈશ્વરની બહુ જ ઓછી જાણકારી હતી એવા ઇઝરાયેલનાં લોકોને દોરી જવું મૂસા અને યહોશુઆ માટે આસાન કામ નહોતું. મૂર્તિપૂજા અને બળવો તેઓની અંદર એવા મોટા પાયે વસેલા હતા કે તેઓને ઈશ્વરે જે વતન આપવાનો વાયદો આપ્યો હતો તેમાં તે એક નવી પેઢીને લઈને જાય તેના પહેલા, તેઓની આખી પેઢી નાશ ન પામે ત્યાં સુધી ઈશ્વરે રાહ જોઈ. યહોશુઆનાં સમય પછી દુ:ખદ બાબત એ રહી કે તેઓમાં એક એવી પેઢી ઊભી થઇ જેઓ તેઓના પૂર્વજોનાં ઈશ્વરના વિષયમાં કશુંયે જાણતા નહોતા. તેમના લોકોને માટે તેમણે કરેલ મહાન કૃત્યો વિષે તેઓ કશું જ જાણતા નહોતા. તેથી, તેઓ અવિશ્વાસની અવસ્થા અને થોડા સમય માટે ઈશ્વરમાં ભરોસો કરવાનાં અવસ્થાની વચ્ચે ઝોલાં ખાતાં રહ્યા. તેથી, ઈશ્વરે તેમની સાર્વત્રિક પ્રભુતા વડે શત્રુઓના સૈન્યોને તેઓના દેશમાં આક્રમણ કરીને તેમના લોકો પર જુલમ કરવાની અનુમતિ આપી. જયારે લોકો તેને સહન ન કરી શકતા અને તેમની આગળ પોકાર કરતા ત્યારે તે પોતાનું મન બદલીને તેઓને માટે એક છોડાવનારાને ઊભો કરતા હતા. આ છોડાવનારાઓ લોકોને તેઓના શત્રુઓથી છોડાવતા હતા એટલું જ નહિ, પણ તેઓ ન્યાયાધીશો તરીકે તેઓની સેવા પણ કરતા હતા કે જેઓ લોકોની સામાજીક અને આત્મિક આવશ્યકતાઓની પણ કાળજી લેતા હતા. પણ આ અવસ્થા કાયમી રહેતી નહોતી કારણ કે જયારે ન્યાયાધીશનું મરણ થતું ત્યારે લોકો બહુ ઝડપથી ઈશ્વરને ભૂલી જતા હતા. આ લોકોના આત્મિક જીવનોમાં આવતા ઉતાર ચઢાવનાં વિષયમાં વાંચન કરતા રહેવું કંટાળાજનક લાગે તોપણ યાદ રહે કે તેઓ આપણાથી વધારે અલગ તો નથી જ !

વિચાર:

આપણા જીવનોમાં રહેલ ઈશ્વર નિર્મિત ખાલીપાને કોઈ વ્યક્તિ પૂરી શકતો નથી.

About this Plan

બચાવ

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.

More