YouVersion Logo
Search Icon

બચાવ Sample

બચાવ

DAY 4 OF 7

બચાવ અંગે પ્રબોધકો બોલ્યા

ઇઝરાયેલનાં રાજાઓએ તેઓના લોકોને ગુલામીમાં ધકેલી દીધા હતા, જયારે તેઓના પ્રબોધકોએ તેઓને ગુલામી અને ગુલામી પછીના જીવન માટે તૈયાર કર્યા હતા. તેઓના મોટાભાગના સંદેશાઓ વિનાશની એંધાણીરૂપ હતા, તોયે સમગ્ર પુસ્તકોમાં આશાની ઝાંખી નજરે પડતી હોય છે. તેમના વચનને વફાદારીપૂર્વક પ્રગટ કરનાર તેમના પ્રબોધકોની સાથે ઈશ્વર વાતો કરતા હતા, ભલે તે સંદેશો નકારવામાં આવે કે બોલવાની મના કરવામાં આવે. લોકોની પ્રતિક્રિયા તેઓ પરિવર્તિત થાય અને નમ્ર થાય એવી નહોતી પણ સહાનુભૂતિ વગરની અને રસવિહીન હતી. અમુક સ્તરે વાત કરીએ તો તેઓએ જીવતા ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છોડી દીધું હતું અને તેને બદલે તેઓ પથ્થર અને લાકડાઓનાં દેવતાઓની પાછળ ચાલ્યા ગયા હતા. એકમાત્ર સાચા ઈશ્વર પ્રત્યેની તેઓની વફાદારીને વળગી રહેવાને બદલે તેઓ જે ગુલામીનાં દેશોમાં હતા તેઓના જેવા થવા માટે પોતાને વાળી લીધા હતા. તેઓ સતત પતિત થઇ રહ્યા હતા તેમ છતાં તેમના લોકો માટેનો ઈશ્વરનો જે પ્રેમ હતો તેને પ્રબોધકો સતત જણાવી રહ્યા હતા. તેઓ પર આવેલ ઈશ્વરના ન્યાયદંડ તરફ દેશનું ધ્યાન ખેંચવા માટે તેઓ થાક્યા વિના કોશિષ કરતા હતા. તેઓની અશ્લીલતા, આજ્ઞાભંગ અને નિર્મમ પાપાચારને લીધે તેઓ આ દંડને લાયક હતા. ઈશ્વરના સેવકો શબ્દોમાં મિલાવટ કરતા નહોતા અને તેઓની ઈમાનદારીને લીધે તેઓએ ઘણું સહેવું પડતું હતું. તેઓના પોતાના લોકો વડે તિરસ્કાર પામેલા, સતાવણી પામેલા અને એકલા પડી ગયેલા આ લોકો આગની મધ્યે હિંમત રાખવા માટેના ઉત્તમ ઉદાહરણો છે. સૌથી દુ:ખદ બાબત એ હતી કે દેશના લોકો પાસે ઈશ્વરીય દર્શન નહોતું, તે ઉપરાંત જેઓની પાસે ઈશ્વરીય દર્શન હતું તેઓ પર તેઓ ભરોસો પણ કરતા નહોતા, અને તેના લીધે તેઓના શત્રુઓના હાથોમાં તેઓ નાશ પામ્યા. બહુ જૂજ લોકો, જેઓ બહુ નાના સમૂહની રચના કરતા હતા એવા લોકો જ જેમ આગાહી કરવામાં આવી હતી તેમ યરુશાલેમમાં પાછા આવી શક્યા. જો કોઈ વ્યક્તિ ઇઝરાયેલનાં વિશ્વાસઘાતનાં મૂળ કારણને શોધવાની કોશિષ કરે તો તેને માલૂમ પડશે કે તેઓએ તેઓના ઈશ્વરની બહાર જઈને વસ્તુઓ પર અને લોકો પર આધાર રાખ્યો હતો. સરળ શબ્દોમાં બોલીએ તો, તેઓને ઘાતક નુકસાન કરનાર બાબત મૂર્તિપૂજારૂપી કેન્દ્ર હતું. તેઓનો ખંત અને લાગણીઓ ઈશ્વર તરફી નહોતા તેના લીધે તેઓની ભક્તિમાં મેળવણી થઇ અને આખરે તેઓને ગેરમાર્ગે દોરી જવામાં આવ્યા. તેઓની ભ્રમિત અવસ્થામાંથી તેઓને એકેય પ્રબોધક બહાર કાઢી શક્યો નહિ.

વિચાર:

સંદર્શન વિના લોકો નાશ પામે છે.

About this Plan

બચાવ

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.

More