YouVersion Logo
Search Icon

બચાવ Sample

બચાવ

DAY 3 OF 7

ઈશ્વરના લોકો આપણી માફક જ હતા અને જો સરખામણી કરવામાં આવે તો તે ઘણું ભયાવહ છે. દેશની દેખરેખ રાખનાર ન્યાયાધીશોનાં જમાનો વીતી ગયા પછી, ઈશ્વરે એક એવા પ્રબોધકને ઊભો કર્યો જે ઈશ્વરની વાણી સાંભળવામાં ઘણો જાણકાર હતો. શમુએલે ઇઝરાયેલનાં લોકોને ઈશ્વરના પોતાના સલાહ સૂચનો વડે દોર્યા. તે એક સારો મધ્યસ્થ હતો અને ઈમાનદારીથી તેના લોકોની કાળજી રાખતો હતો. તેના નેતૃત્વનું કારણ ઈશ્વરની સાથેનો તેનો નજીકનો સંબંધ હતો, પણ જયારે લોકોએ કહ્યું કે તેઓના પર રાજ કરવા માટે હવે તેઓને કોઈ પ્રબોધકની જરૂર નથી એવી માંગ કરી ત્યારે તેને લાગેલ દુઃખનાં વિષયમાં તમે કલ્પના કરી શકો. તેના બદલે તેઓએ એક રાજાની માંગણી કરી. આગલી હરોળમાં રહેવું અને બદલાણની માંગ કરવું કોઈ ખોટું કામ નથી, તોયે તેની માંગણી કરવા પાછળનો ઈરાદો કેવો છે તે મહત્વનો છે. લોકોએ કહ્યું કે તેઓની આસપાસની પ્રજાઓને દોરવા માટે તેઓની પાસે તેઓના રાજાઓ છે તેઓની માફક તેઓ પણ બનવાની ઈચ્છા રાખે છે. તેઓ ભૂલી ગયા કે તેઓના અસ્તિત્વની પાછળનો મૂળભૂત ભાગ એ હતો કે ઈશ્વરે તેઓને બાકીની પ્રજાઓ કરતા અલગ તારવી લેવાની ઈચ્છાથી જ તેઓને છોડાવ્યા હતા. તેમણે તેઓને પોતાને માટે પસંદ કર્યા હતા. તેઓને માટે તે આસ્થાવાન હતા અને તેઓને માટે તેમણે જે મહાન ઉદ્દેશ્યો સિધ્ધ કર્યા હતા તેને માટે તેઓ પોતાને સમર્પિત કરે એવી તે ઈચ્છા રાખતા હતા. તોયે, જયારે તેઓએ આ માંગણી કરી ત્યારે, તેમણે તેઓની વાત માની અને તેઓને તેઓના રાજા થવા માટે તેમણે શાઉલ નામનો માણસ આપ્યો. શાઉલે પોતાને જેના પર ભરોસો ન કરી શકાય એવા રાજા તરીકે પોતાને રજુ કર્યો અને સમય જતા ઈશ્વરે તેઓને માટે બીજા એક રાજાની ગોઠવણ કરી જેનું નામ દાઉદ હતું જે આવનાર અનેક પેઢીઓને માટે એક આદર્શ રાજા થનાર હતો. દરેક રાજાને માટે થોડી આવશ્યક શરતો એ હતી કે તેઓ ઈશ્વરના વચન મુજબ તેઓનું જીવન જીવે, બુધ્ધિપૂર્વક શાસન કરે, અને ન્યાયીપણાથી અને ન્યાયથી વ્યવહાર કરે. એવી અપેક્ષા હોવા છતાં, રાજાઓમાં ઉત્તમ રાજા પણ સંપૂર્ણ નહોતો. રાજકીય પરિવાર નૈતિક રીતે વધારે ને વધારે ભ્રષ્ટ અને દૈહિક બનતું ગયું જેના લીધે ઈશ્વરે તેઓને ક્રૂર અને બેરહેમ એવા શત્રુ પ્રજાઓને હવાલે કરી દીધા ! સૌથી ભયાનક ભાગ એ હતો કે હવે વચનનો દેશ આક્રમણખોરોનાં હાથોમાં આવી ગયો અને તે લોકોને પરદેશી ભૂમિમાં ગુલામો તરીકે લઇ જવામાં આવ્યા. દુ:ખની વાત એ છે કે ગુલામીના સમય દરમિયાન લોકો પર સત્તા ધરાવનાર રાજાઓએ અંધકારના છત્રછાયા હેઠળ આવનાર વિનાશથી બચવા માટે કોશિષ કરી હતી પણ તેઓને પકડી પાડવામાં આવ્યા અને ગુલામીમાં લઇ જવામાં આવ્યા. પસંદગી પામેલ સત્તાધીશો તેઓના લોકોને બચાવી શકવા સક્ષમ હોતા નથી તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ એક દેખીતી બાબત છે કે તેઓના દેશને ઈશ્વર તરફ અને ઈશ્વર નિર્મિત ગંતવ્યસ્થાન તરફ વાળવા માટે રાજાઓ મહત્વનો ભાગ ભજવે છે.

વિચાર:

આપણા શાસકો માટે પ્રાર્થના કરવાની બાબત ઘણી મહત્વની છે કે જેથી તેઓ આપણા પર સામર્થ્ય અને બુધ્ધિની સાથે શાસન કરવા માટેના માધ્યમ બની શકે.

About this Plan

બચાવ

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.

More