YouVersion Logo
Search Icon

બચાવ Sample

બચાવ

DAY 6 OF 7

પવિત્ર આત્માએ બચાવ કાર્ય ચાલુ રાખ્યું છે

જયારે જયારે ઈસુએ કોઈને સ્પર્શ કર્યો હોય અને કોઈને સાજો કર્યો હોય ત્યારે ત્યારે અથવા જયારે તેમણે શક્તિશાળી સત્યનો બોધ આપ્યો હોય અને લોકોને રૂપાંતરીત કરી દીધા હોય ત્યારે ત્યારે ઈસુ સ્વર્ગને વધુને વધુ નજીક લાવ્યા હતા. તેમના પિતાની બાજુએ તેમના હક્કરૂપ સ્થાનને લેવા માટે તે સ્વર્ગમાં ચાલ્યા ગયા પછી, તેમના અનુયાયીઓમાંના દરેકની પાસે રહેવા માટે તેમણે ઈશ્વરની ત્રીજી વ્યક્તિને ધરતી પર મોકલી આપ્યા. પવિત્ર આત્મા સો ટકા ઈશ્વર છે અને તેમના વિવિધ નામો છે જેમ કે પેરાકાલિયો (સાથે આવનાર વ્યક્તિ), સત્યનો આત્મા, સહાયક, સંબોધક, દિલાસો આપનાર અને રૂહ (પવન) વગેરે. તેમને પ્રાથમિક રીતે ઈશ્વરના દરેક વિશ્વાસીઓને ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર કરવા અને ઈશ્વરને વધારે સારી રીતે ઓળખવામાં મદદ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તે ઈશ્વરનો આત્મા હોવાને લીધે તે આપણને વધારે સારી રીતે ઈશ્વરના મન અને હૃદયને ઓળખવા માટે મદદ કરે છે. તે આપણને વિવિધ કૃપાદાનો આપે છે જેઓ ખ્રિસ્તના શરીરમાં રહેલ દરેકને આશીર્વાદ આપવામાં અને ફળ ઉત્પન્ન કરવામાં આપણને સહાયક થાય છે કે જેથી આજે જેઓ મંડળીની બહાર છે તેઓ આપણા થકી ખ્રિસ્તનો અનુભવ કરી શકે. તે આપણને શાસ્ત્રવચનની ઊંડી સમજ સાથે જીવન જીવવામાં મદદ કરે છે અને તે શૌર્ય અને હેતુ સાથે આપણા નવા જીવનને જીવવામાં સહાયક થાય છે. ઈશ્વરને પ્રસન્ન કરનાર અને તેમની સાથેના ઊંડા સંબંધમાં આપણને નજીક દોરી જનાર, ઈશ્વરમય જીવન જીવવા આપણને જે જરૂર પડે તે સઘળું તે આપે છે. પવિત્ર આત્માને પવિત્ર આત્મા પણ કહેવામાં આવે છે પણ તે અભૌતિક જન છે એવા અર્થમાં તે વાત નથી. તેના બદલે જેમ પવન ફૂંકાઈ છે અને તેની આસપાસનાં આખા વાતાવરણમાં હલચલન પેદા કરે છે, તેમ તે આપણા જીવનના ક્ષેત્રોમાં બદલાણ લાવી દે છે. તે ઝરણામાંથી વહેતા તાજાં પાણીની માફક છે જે દરેકને અડકીને જીવન આપતા દરેક અશુધ્ધિઓને શુધ્ધ કરે છે. તે એક આગની માફક છે જે સોનામાં રહેલ દરેક અશુધ્ધિઓને શુધ્ધ કરી દે છે અને તેનું પહેલા જે મૂલ્ય હોય તે મૂલ્યમાં અને સુંદરતામાં વધારો કરી દે છે. તે દરરોજ આપણને શત્રુના ચુંગાલમાંથી બચાવવાનું ચાલુ રાખે છે અને કાલવારીનાં ટેકરી પર ઈસુએ આપણા માટે જે જીત પ્રાપ્ત કરી છે તેમાં દરરોજ વિજયી થઈને જીવવા માટે આપણને મદદ કરે છે.

વિચાર:

પવિત્ર આત્માની મદદ વિના તમે ખ્રિસ્તી જીવન જીવી શકતા નથી.

About this Plan

બચાવ

નાતાલ એક એવો સંપૂર્ણ સમય છે જેમાં આપણે ભૂતકાળને જોઇને અને આપણા બચાવને માટે ખ્રિસ્તને મોકલીને ઈશ્વરે આપણા માટે જે સઘળું કર્યું છે તેના પર ચિંતન કરીએ છીએ. આ પુસ્તિકા તમે વાંચો છો ત્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમારા પોતાના બચાવને તમે યાદ રાખશો અને નવા વર્ષમાં એવા મનોબળથી ચાલશો કે તમારી આગળ જે માર્ગ છે તેમાં ચાલવા માટે ઈશ્વર તમને ફરીથી સર્વ બાબતોમાંથી બચાવશે.

More