YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 22 OF 30

ઇસુ એક બિન યહૂદી સ્ત્રીની અશુધ્ધ આત્માગ્રસ્ત દીકરીને સાજી કરે છે

જયારે આપણે આ ઘટનાક્રમ વિષે વાંચીએ છીએ ત્યારે આ બિન યહૂદી સ્ત્રી પ્રત્યે ઈસુએ જે કઠોર લાગતા શબ્દો વાપર્યા છે તેના લીધે આપણને આઘાત લાગે છે. તેમ છતાં તેને બીજી રીતે સમજીએ તો તમને ખબર પડશે કે ઇસુ તે સ્ત્રીના ઈરાદાને પ્રગટ કરી રહ્યા હતા અને એ જ સમયે તેની માન્યતાઓને તપાસી રહ્યા હતા. ઇસુ આવી બાબતોમાં અણીધાર હતા !

“તે કેવળ ઇઝરાયેલનાં ખોવાયેલા ઘેટાંને માટે આવ્યા છે” એવું કહીને તેની અરજને તેમણે જયારે ટાળી દીધી ત્યારે તેણી આવીને તેમની સમક્ષ ઘૂંટણે પડી ગઈ અને તેણીને મદદ કરવા કાલાવાલા કર્યા. તેણીએ મૌખિક રીતે અને શારીરિક રીતે એમ બંને રીતે તેણીની આ સ્થિતિ પર ઈસુની પ્રભુતા હોવાનો અંગીકાર કર્યો. જયારે તેમણે કહ્યું કે જે રોટલી બાળકોને માટે છે તેઓને લઈને તે કૂતરાઓને આપી શકે નહિ ત્યારે તેણી તરત તે અલંકારિક ભાષાપ્રયોગમાં કૂદી પડે છે અને તેમને તેણી યાદ કરાવે છે કે ટેબલ પરથી જે ખોરાકનાં ટૂકડા નીચે પડે છે તેનાથી પણ કૂતરાઓ સંતુષ્ટ થઇ શકે છે.

એક કૂતરા સાથે સરખામણી કરવાના અપમાનને નજરઅંદાજ કરવાની કેવી અજાયબ નમ્રતા અને ઇસુમાં કેવો મોટો વિશ્વાસ જે કહે છે કે તેમના શક્તિશાળી શબ્દોનાં ટૂકડાઓ પણ તેણીની દીકરીને આઝાદ કરી શકે છે. ઈસુએ તેણીના ‘મોટાં વિશ્વાસ’ માટે પ્રશંસા કરી અને તેણીની દીકરી સાજી થઇ !

ઇસુ કેવળ સારું વર્તન કરનાર, સારું બોલતા હોય અને અંદરથી સારાં દેખાતા હોય એવા લોકોને જ માટે આવ્યા હતા એવું નથી પરંતુ કોઈપણ સંસ્કૃતિનાં, પ્રદેશના કે સમાજનાં દરેક પુરુષ, સ્ત્રી અને બાળક માટે આવ્યા હતા. તે દરેકને આઝાદ કરવા માટે આવ્યા હતા. તેના માટેની કેવળ એકમાત્ર શરત એક નમ્ર અને પસ્તાવો કરનાર હૃદય હોવું જોઈએ કે જેથી તે તેના સર્વસ્વ પર ઈસુને પોતાના પ્રભુ માની શકે. શરતો રૂઢિચુસ્ત રીતે સરળ છે અને તેમ છતાં ઘણાં લોકો તેને ચૂકી જાય છે તેનું કારણ તેઓનું ઘમંડ અને કઠોરતા હોય છે.

આ સ્ત્રીની માફક, શું તમે પણ ઈસુની સામે ઘૂંટણે પડીને તમને મદદ કરવા તેમને આગ્રહ કરશો ? નમ્રતાથી તેમની આગળ નમી જવા માટે અને મદદ અને પુનઃ સ્થાપના માટે સર્વોચ્ચ સ્રોત તરફ જોવું એ એક હિંમતવાળા વ્યક્તિની જરૂર પડે છે.

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More