YouVersion Logo
Search Icon

ખ્રિસ્તનું અનુકરણ Sample

ખ્રિસ્તનું અનુકરણ

DAY 11 OF 12

તમારા પૂર્ણ શરીરથી તેમનું અનુકરણ કરો

ઈસુનું અનુકરણ કરવાની બાબત તેમને આધીન રહેવાની આપણી ઈચ્છા હોવાનો સમાવેશ કરે છે. તેમના વચન વાંચવું અને આપણા હૃદય અને મનનું ઘડતર કરવા તમને અનુમતિ આપવું મહત્વનું છે, તેની સાથે તે આપણને જે કહે છે તે કરવું પણ અગત્યનું છે. તે તમને જ્યાં મોકલે ત્યાં શું તમે જશો,તમને બોલવા જે કહે તે શું તમે બોલશો અને તમને જે કરવા કહે છે તે શું તમે કરશો ?

આ એક મોટો સવાલ છે.ઈશ્વર પ્રત્યેની આપણી આજ્ઞાકારીતા આપણા શિષ્યતાની ગુણવત્તા અંગે ઘણું બધું બોલી દે છે. શિષ્ય એ છે જે કોઈપણ કિંમતે ઈશ્વરને આધીન રહે છે. આપણી સાથેની સમસ્યા એ છે કે આપણે આપણને જે પસંદ આવે તે બાબતોમાં ઈશ્વરને આધીન રહેવાની કોશિષ કરીએ છીએ. અમુક બાબતો આપણને કઠણ લાગે છે અને અમુક દેખીતી રીતે જ અસંભવ લાગતી હોવાને લીધે આપણને જે સરળ લાગે તે કરવા આપણે કોશિષ કરીએ છીએ. આ પ્રકારની અધૂરી આજ્ઞાકારીતા ઈશ્વરની નજરોમાં સંપૂર્ણ આજ્ઞાભંગ છે.

ઈશ્વર તમને કઈ બાબત કરવાની પ્રેરણા આપી રહ્યા છે ? કોઈની સાથે સમાધાન કરવા શું ઈશ્વર તમને પ્રેરણા આપી રહ્યા છે ? શું ઈશ્વર તમને કોઈ ખરાબ સોબતને છોડી મૂકવા આગ્રહ કરી રહ્યા છે ?તમારા કામના સ્થાને કોઈને તમારા તારણની વાત કહેવા ઈશ્વર શું તમને જણાવી રહ્યા છે ? કોલેજમાંના તમારા મિત્ર માટે પ્રાર્થના કરવા શું ઈશ્વર તમને જણાવી રહ્યા છે એવું તમને લાગે છે ?

ઈશ્વર તમને જે કરવા કહે છે તે પૂરા ભરોસાની સાથે કરો કે જે તમને તેડે છે તે તમારી સાથે છે અને તેમના કામને પૂર્ણ કરવા તે આગળ વધતા રહેશે.

જયારે ઈશ્વરનો આત્મા હૃદયો અને મનોને સ્પર્શ કરે છે ત્યારે તે આપણને પૂરેપૂરા બદલી કાઢે છે અને ઈશ્વરને આધીન રહેવા તત્પર વ્યક્તિઓ બનાવી દે છે. કરણીઓ વિનાનો વિશ્વાસ મરેલો છે. એટલે જયારે તમને ખબર પડે કે તેમનું અનુકરણ કરવા વિશ્વાસથી બહાર નીકળવા ઈશ્વર તમને તેડી રહ્યા છે, તો તેમના માર્ગદર્શનને અનુસરો. તે તમને તેમની કૃપા વિના કોઈપણ જગ્યાએ દોરી જશે નહિ અને તે તમને તેમની હાજરી વિના રાખશે નહિ.

આપણે કોનું અનુકરણ કરીએ છીએ તે ખૂબ મહત્વનું છે. આપણે એકમાત્ર સાચા ઈશ્વરનું અનુકરણ કરી રહ્યા છીએ. એટલા માટે પાળકો, લીડરો,આરાધકો, મહાન હસ્તીઓ અથવા લોકોની પાછળ ઘેલા બની ન જશો.તેના બદલે ખ્રિસ્તનું અનુકરણ કરો !

ઘોષણા: હું મારાં પૂરા હૃદયથી,મનથી અને બળથી ઈસુનું અનુકરણ કરીશ.

About this Plan

ખ્રિસ્તનું અનુકરણ

ઈસુનું અનુકરણ દરરોજ કઈ કરવું તેના વિષે જો તમે વિચારી રહ્યા હોય તો આ બાઈબલ યોજના તમારાં માટે સંપૂર્ણપણે યોગ્ય છે. હા વાત સાચી છે કે ઇસુનો સ્વીકાર કરવો એ પહેલું પગલું છે. તોયે તેના પછી આવનાર બાબત એ છે કે નિરંતર હામાં હા બોલીને જીવનપર્યંતની યાત્રાની શરૂઆત કરીને તેમની સાથે ચાલતા રહેવું.

More