YouVersion Logo
Search Icon

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સSample

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

DAY 4 OF 4

ચાલતા રહો

પહેલા પગલાંથી આગળ

તેના મધ્યભાગની માફક આ ઘટનાનો અંતિમ ભાગ પણ ઘણો સૂચક છે. “અને જયારે તેઓ હોડીમાં ચઢયા ત્યારે પવન બંધ પડી ગયો. પછી જેઓ હોડીમાં હતા તેઓએ તેમની આરાધના કરતા કહ્યું, ‘સાચે જ તમે ઈશ્વરના દીકરા છો.’” દ્રઢ વિશ્વાસ વિષે આ અંતિમ ભાગ મહત્વના અનેક સત્યો શીખવી જાય છે.

પહેલું સત્ય, નિરીક્ષણ કરો કે જ્યાં સુધી તેઓ હોડીમાં બેઠા નહિ ત્યાં સુધી તોફાન શાંત પડયું ન હતું. અમુકવાર ઈશ્વર તોફાનને શાંત કરે છે; જયારે બીજી કોઈ વેળાએ તેમાંથી પસાર થતી વખતે તે આપણને સંભાળી રાખે છે. બંને ચમત્કારો છે. બંને તેમના મહિમાને પ્રગટ કરે છે.

બીજું સત્ય, આ અનુભવે કેવળ પિતરને જ નહિ પણ હોડીમાં જે સર્વ હતા તેઓ સર્વને બદલી કાઢયા. તમારું વિશ્વાસનું પગલું કેવળ તમારાં માટે જ નથી. તમારાં વિજયની ઘટનાઓ અને તમારા સંઘર્ષો એમ તમારી બંને યાત્રાઓને જોનાર અને શીખનાર એવા સઘળાં લોકોને માટે પણ તે હોય છે.

પ્રાર્થના વિષયો:

તમારી વિશ્વાસની યાત્રાએ ઇસુ અંગેના તમારા દ્રષ્ટિકોણને કઈ રીતે બદલી છે ?તમારા વિશ્વાસની ચાલને કોણ કોણ જોઈ રહ્યું હશે ?કેવળ સફળતાની પળોએ જ નહિ, પણ સતત વિશ્વાસને જાળવી રાખવા ઈશ્વર તમને મદદ કરે એવી પ્રાર્થના કરો. તમારી સાક્ષીથી જેઓ પર પ્રભાવ પડશે એવા લોકોને માટે પ્રાર્થના કરો.

પ્રાયોગિક મહાવરો:

વિશ્વાસની વિરાસત – દસ્તાવેજ લખવા સમય કાઢો:

તમારા અત્યાર સુધીના વિશ્વાસનાં સૌથી મોટાં પગલાંદરેક પગલામાંથી શીખેલ પાઠતે અનુભવોએ ઈશ્વર અંગેના તમારા દ્રષ્ટિકોણને કેવો આકાર આપ્યો છેતમારી આ યાત્રાથી કોને અસર પહોંચી છે.ક્યા આગલાં પગલાં તરફ પ્રયાણ કરવા ઈશ્વર તમને દોરી રહ્યા છે ?

મનન કરવાના પ્રશ્નો:

આ અનુભવે ઇસુ અંગેના શિષ્યોના દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવવામાં કઈ રીતે મદદ કરી ?આપણા વિશ્વાસની યાત્રાને જાળવી રાખવામાં આરાધના કઈ ભૂમિકા ભજવે છે ?બીજાઓને તેઓના વિશ્વાસમાં વધવા તમારા અનુભવનો કઈ રીતે તમે ઉપયોગ કરી શકો છો ?

About this Plan

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

"મને આજ્ઞા આપો." આ ત્રણ શબ્દોએ પિતરના જીવનને બદલીને તેમને તોફાનગ્રસ્ત હોડીમાંથી ઇસુની તરફ પગલા ભરાવવા પ્રેર્યા. માથ્થી ૧૪:૨૮-૩૩ પર આધારિત આ ૪-દિવસીય શાંતમનન વિશ્વાસ, એકાગ્રતા અને વિજયના મહત્ત્વપૂર્ણ સત્યોને ઉજાગર કરે છે. તે તમને ઇસુના તેડાને ઓળખવામાં, વિશ્વાસથી ડર પર વિજય મેળવવામાં અને તેમના પર અડગ નજર રાખવામાં મદદ કરશે. તમે હોડીના કિનારે હોવ કે પાણી પર ચાલવાનું શીખી રહ્યાં હોવ, જુઓ કે શું થાય છે જ્યારે સાધારણ વિશ્વાસીઓ સાહસપૂર્વક કહે છે, "મને આજ્ઞા આપો."

More