YouVersion Logo
Search Icon

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સSample

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

DAY 2 OF 4

ઉપર જુઓ

એકાગ્ર ચિત્તની શક્તિ

જે ક્ષણે પિતર હોડીમાંથી બહાર આવ્યા તે જ ક્ષણથી તે એવા ક્ષેત્રમાં આવી ગયા કે જ્યાં કુદરતી નિયમો લાગુ પડતાં ન હતા. જે પાણીએ તેમને ડૂબાડી દેવા જોયતા હતા તે જ પાણી તેમના પગોને માટે એક કઠણ ભૂમિ બની ગયા. આવી ભિન્નતા આવી ક્યાંથી ? તેમની દ્રષ્ટિ ઇસુ પર ચોંટેલી હતી.

ત્યાંના દ્રશ્યની કલ્પના કરો: અંધારી રાત, ભારે પવન, તોફાની મોજાંઓ. તેમ છતાં માથ્થીનાં લખાણોમાં સાધારણ શબ્દોમાં આ મુજબ લખ્યું છે, “તે પાણી પર ચાલીને ઇસુ પાસે આવ્યા.” આ લખાણની સાદગી એક પ્રચંડ સત્યને રજુ કરે છે: જયારે આપણી આંખો ઇસુ પર લાગેલી હોય છે ત્યારે તેમના તરફની આપણી યાત્રામાં અસંભવ બાબતો પણ સાધારણ વિગત સમાન બની જાય છે.

“તરફ આવ્યા” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે તે ચાલુ ક્રિયાને દર્શાવે છે. પિતર કેવળ પગલાં ભરતા ન હતા; પણ પ્રગતિ કરી રહ્યા હતા. દરેક પગલું વાસ્તવિક સ્થિતિ પર, દૈહિક રીતે અસંભવ લાગતી સ્થિતિ પર આત્મિક વાસ્તવિકતાના વિશ્વાસનો વિજય હતો.

પ્રાર્થના વિષયો:

તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડનાર બાબતો કઈ છે ?ઈસુને બદલે તમારાં સંજોગોને જોયા કરવામાં તમે તમારો કેટલો સમય વાપરો છો ?તેમના પર તમારું ચિત્ત રાખવામાં તે મદદ કરે એવી અરજ ઈશ્વરને કરો.ઇસુ પરથી તમારી દ્રષ્ટિને હટાવી લેનાર બાબતો કઈ છે તે પારખવા તમને મદદ મળે એવી પ્રાર્થના કરો.

પ્રાયોગિક મહાવરો:“એકાગ્રતા જરનલ” આજે બનાવો:

ઇસુ પર તમારું ધ્યાન લાગ્યું હોય એવી પળોની નોંધ કરો.તમને ખલેલ કરનારી બાબતોની નોંધ કરો.તમારું ધ્યાન જ્યાં હતું તેનાં આધારે તમારાં દ્રષ્ટિકોણમાં આવેલ ફેરફારની નોધ કરો.

મનન કરવાનાં પ્રશ્નો:

એવો કયો સમય હતો જયારે તમે ઇસુ પર એવા એકાગ્ર ચિત્તનાં હતા કે તમે તમારા સંજોગોને ભૂલીગયા ?કપરાં સંજોગો દરમિયાન તમારા ચિત્તને જાળવી રાખવામાં કઈ બાબતો મદદ કરે છે ?જયારે તમારી દ્રષ્ટિ ઇસુ પર ચોંટેલી હોય છે ત્યારે તમારાં વાતાવરણમાં કેવો બદલાવ આવે છે ?

About this Plan

મને આજ્ઞા આપો – ઝિરો કોન્ફરન્સ

"મને આજ્ઞા આપો." આ ત્રણ શબ્દોએ પિતરના જીવનને બદલીને તેમને તોફાનગ્રસ્ત હોડીમાંથી ઇસુની તરફ પગલા ભરાવવા પ્રેર્યા. માથ્થી ૧૪:૨૮-૩૩ પર આધારિત આ ૪-દિવસીય શાંતમનન વિશ્વાસ, એકાગ્રતા અને વિજયના મહત્ત્વપૂર્ણ સત્યોને ઉજાગર કરે છે. તે તમને ઇસુના તેડાને ઓળખવામાં, વિશ્વાસથી ડર પર વિજય મેળવવામાં અને તેમના પર અડગ નજર રાખવામાં મદદ કરશે. તમે હોડીના કિનારે હોવ કે પાણી પર ચાલવાનું શીખી રહ્યાં હોવ, જુઓ કે શું થાય છે જ્યારે સાધારણ વિશ્વાસીઓ સાહસપૂર્વક કહે છે, "મને આજ્ઞા આપો."

More