YouVersion Logo
Search Icon

દુ:ખનો સામનોSample

દુ:ખનો સામનો

DAY 3 OF 10

“આ બધામાં પરમેશ્વર ક્યાં હતા?”

આપણાં કપરાં સમયે આપણે કા તો, રોષે ભરાયેલી ધિક્કારની ભાવનાઓથી ભરેલ આપણું જીવન જીવીએ અને આક્રોશમાં મુઠ્ઠી હલાવતાં હલાવતાં આપણે પરમેશ્વરને પૂછીએ કે “આ બધું થયું ત્યારે તમે ક્યાં હતા?” અને અથવા તો, આપણે જીવન અને મરણ પર ઈસુની પ્રભુતામાં આપણે આપણી શ્રધ્ધા મૂકી શકીએ.

જ્યારે પરમેશ્વર આપણી ઈચ્છા મુજબ પ્રત્યુત્તર નથી આપતા ત્યારે આપણાં ગુસ્સાનું કારણ એ છે કે, આપણે ઈચ્છીએ કે પરમેશ્વર સંકેતો મુજબ કાર્ય કરે; આપણે જે કંઇ માંગીએ તે એ કરે; આપણે પરમેશ્વર પર પ્રભુત્વ જમાવવા માંગીએ છીએ. આપણે એવું ઘણાં બધા શબ્દો દ્વારા કદાચ ન કહીએ, પણ બીજી રીતે કહેવાની આ રીત છે, આપણે પરમેશ્વરને પરમેશ્વર બનવા દેવાને બદલે આપણે પરમેશ્વર થવા માંગીએ છીએ. એટલા માટે જ જ્યારે પ્રભુ આપણી ઈચ્છા મુજબ કરતા નથી ત્યારે ફરિયાદ કર્યા કરીએ છીએ.

આપણે બધાંને જીવનમાં ચમત્કારો જોઈએ છીએ. ચમત્કારો સારા છે; પણ તે આપણી સૌથી ઊંડી તકલીફને દૂર કરતા નથી. હા, તકલીફોવાળી જિંદગી કરતાં આપણે એક સારું જીવન જીવતાં હોત; ઉતાર-ચઢાવ વાળી જિંદગી કરતાં એક સામાન્ય જીવન આપણે જીવતાં હોત. પણ અંતે તો, આપણે ઇચ્છતા હોઈએ એ રીતે તો આપણાંમાંથી કોઈ પણ પ્રભુત્વ ધરાવશું નહીં. આપણને ગુમાવવાની પીડા વેઠીશું; આપણે આપણાં પ્રિયજનના મૃત્યુનો સામનો કરીશું, આપણાં બાળકો પીડા અને નિરાશાનો અનુભવ કરશે; આપણે આયોજન કર્યું હશે એ રીતે આપણું જીવન નહીં ચાલે. આપણી ધારણા, અપેક્ષા, અને ઈચ્છા મુજબ જીવન વળાંક નહીં લે.

ડલ્લાસ વિલાર્ડએ લખ્યું છે કે, “જે લોકોએ અતિશય સહન નથી કર્યું તેઓ યોગ્યતામાં વિશ્વાસ રાખે છે.” તે સાચા છે. આપણાં પ્રિયજનનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે, આપણો શોક - કેવો લાગશે! એ વિષેની પૂર્વધારણાઓને આપણે એક બાજુ મૂકી દેવાની જરૂર છે.

પણ આ તેની સુંદરતા તો એ છે કે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં સ્વાસ્થ્ય અને ઉપચારના ચમત્કારથી પણ વધારે કંઈક સારું આપે છે. મરિયમ અને માર્થા એ જે રીતે પુન:જીવન લાવવાના સાક્ષી બન્યા હતા એ રીતે આપણે તેના સાક્ષી બનવાની જરૂર નથી. આપણી પાસે એ ખાતરી છે કે પરમેશ્વર આપણી સાથે છે. આપણે ઈસુના શબ્દોમાં વિશ્વાસ મૂકી શકીએ જેણે કહ્યું છે કે, “આ દુનિયાના અંત સુધી પણ, હું સદાય તમારી સાથે છું.”

યાદ રાખો કે, પરમેશ્વર માત્ર આપણી સાથે રડતાં નથી. તે મૃત્યુમાંથી પુનરુત્થાન કરી જીવન આપે છે.

ઈસુ અને લાઝરસના કિસ્સામાં, કથાનો ખરો ચમત્કાર ઈસુ છે; પ્રાર્થનાનો અંતિમ અને આખરી જવાબ તે છે. તે પુનરુત્થાન અને જીવન છે. સંજીવન નહીં પણ પુનરુત્થાન છે. પરીવર્તન નહીં પણ નવીનીકરણ છે. ઈસુ એ પાપ અને મૃત્યુ અને નર્કને હરાવ્યા છે.

જોઆપણેતેનાઉપરવિશ્વાસરાખીશું - સમગ્રકથામાંયોહાનનામુદ્દે- તોઆપણીપાસેજીવનહશે, વાસ્તવિક, કાયમી, પુષ્કળ, પર્યાપ્ત, અનંતજીવન. જોઆપણેમૃત્યુપામીએ, તોપણઆપણનેએજીવનનોઅનુભવથશે. પરંતુઅત્યારેપણઆપણેએજીવનનોઅનુભવકરીશકીએછીએકારણકેઆપણેજાણીએછીએએજીવનઅનેડરીએછીએએમૃત્યુએબંનેકરતાંપણમોટુંછે. “I am the resurrection and the life. Those who believe in me, even though they die, will live, and everyone who lives and believes in me will never die.”

ત્યાર પછી ઇસુ ઉમેરે છે, “Do you believe this?” જ્યારે આપણને સવાલ થાય કે “આ બધામાં પરમેશ્વર ક્યાં હતા?” ત્યારે આ સવાલ આપણે પોતાની જાતને પૂછવાની જરૂર છે.

આ સવાલનો જવાબ એ છે કે, તે (ઈસુ) આપણી સાથે હતા અને આપણી સાથે જ છે, એ આપણને તેનું પુનરુત્થાન જીવન આપે છે. શોકની લાગણીમાં શું તમે તેનો (ઈસુ)નો પ્રસ્તાવ લેશો અને નવા જીવનનો અનુભવ લેશો ?

અવતરણ : “જ્યારે આપણી ઉપર પીડા અને વેદના આવી પડે છે, ત્યારે આખરે આપણને જણાય છે કે આપણું જીવન આપણું નથી, ક્યારેય આપણાં હાથમાં ન હતું. – ટીમથી કેલર

પ્રાર્થના: પ્રભુ હું તમારો આભાર માનું છું કે જ્યારે મે તમારી હાજરી ઉપર સવાલ કર્યા ત્યારે તમે મને તેને સમજવામાં મારી મદદ કરી, તમે મારી ખૂબ જ નજીક હતા. મને તે જોવા અને તેને માનવામાં મદદ કરો. આમેન

Scripture

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More