દુ:ખનો સામનોSample

પરમેશ્વર હજી સિંહાસન પર બિરાજમાન છે
અણધાર્યા સમયે જ્યારે મૃત્યુ આવે છે, ધારો કે, અચાનક અકસ્માતમાં, જ્યારે એક નાનું બાળક ગુજરી જાય છે એવા કિસ્સામાં, આપણને હંમેશા એવો મનમાં ભાવ જાગે છે કે આ નહતું બનવું જોઇતુ. ભાગ્યનો ઘાત આપણાં દિલ-દિમાગ પર છવાઈ જાય છે. જ્યારે આપણે તૈયાર ન હોય એવા સમયે ઘણી વખત આપણને એ અનુભૂતિ કરવા માટે પ્રેરે છે કે, પરમેશ્વર પણ આશ્ચર્ય પામી ગયા છે, કારણ કે આપણું જીવલેણ બિમારીના નિદાન થવામાં અને રોગના પૂર્વાનુમાનથી સાવચેત કરીને પૂરતો સમય ન આપ્યો હોવાથી અથવા તૈયારીનો સમય પણ આપ્યો ન હતો,
પરંતુ બાઇબલ આપણને ખાતરી આપે છે કે, પરમેશ્વર જીવન અને મૃત્યુ પર સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે. તે (પરમેશ્વર) ક્યારેય પણ બેખબર નથી હોતા, ઘટતી ઘટનાઓથી તે ક્યારેય આશ્ચર્ય પામતા નથી. દરેક નજીવી બાબત પરમેશ્વર દ્વારા નિર્ધારીત છે. આ જ હકીકત હ્રદયને શાંતિ અને આરામ આપે છે જે અચાનક ખોટના અણધાર્યા ઘામાં ડૂબેલું છે.
માથ્થી 10:29-31કહે છે,“Are not two sparrows sold for a penny? And not one of them will fall to the ground apart from your Father. But even the hairs of your head are all numbered. Fear not, therefore; you are of more value than many sparrows.”
આ અમુલ્ય અને ગહન સત્ય હકીકતને શોકગ્રસ્ત હ્રદયમાં ઠસાવી લેવાની જરૂર છે.
જે. સી. રાઇલ લખે છે “ખુશ એ વ્યક્તિ છે જે આપણાં પરમેશ્વરના પગલે ચાલી શકે છે, અને કહે કે, જે મારા માટે સારું છે તે જ મને મળશે. જ્યાં સુધી મારું કાર્ય પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી જ રહીશ, તેનાથી એક પણ ક્ષણ વધારે નહીં. જ્યારે સ્વર્ગમાં જવા માટે હું તૈયાર હોઈશ, ત્યારે મને લઈ જવામાં આવશે, તેનાથી એક પણ મિનિટ પહેલા નહીં. જ્યાં સુધી પરમેશ્વર મંજૂરી ન આપે, ત્યાં સુધી વિશ્વની કોઈ પણ શક્તિ મારો જીવ નહીં લઈ શકે. જ્યારે પરમેશ્વર મને બોલાવે છે, ત્યારે દુનિયાના કોઈ પણ ડોક્ટરો મને બચાવી શક્તા નથી."
લાઝરસના કિસ્સામાં બાઇબલ જણાવે છે, જ્યારે તેમણે આ સાંભળ્યું, ત્યારે ઇસુ બોલ્યા, “આ બીમારી મૃત્યુમાં પરિણમશે નહીં. તેમાં પરમેશ્વરનો મહિમા છે, જેથી પરમેશ્વરનો પુત્ર તેના દ્વારા કીર્તિ પામે.
પરમેશ્વર તમારી ચોક્કસ જરુરીયાત માટેની તમારી પ્રાર્થનાનો હામાં જવાબ આપે અને તેની મહિમાની પ્રતીતિ કરાવવા તમારી પ્રાર્થનાને હામાં જવાબ આપે તેની વચ્ચે ફેર છે. ઇસુના વચનમાં આપણો વિશ્વાસનો અર્થ છે કે, એક દિવસ આપણને સમજાશે કે પરમેશ્વરે કેવી રીતે તેના મહિમાની પ્રતીતિ કરાવવા આપણાં દુ:ખનો ઉપયોગ કર્યો હતો.
જીંદગી તો તકલીફ દેવાનું છોડશે નહીં, અને ઇસુ પણ આપણી કાળજી લેવાનું છોડશે નહીં. જો તમે તેના ઉપર વિશ્વાસ કરશો, તો તમને તે તેના મહિમાની પ્રતીતિ કરાવશે.
યાદ રાખો કે, મૃત્યુ એ અંત નથી. સાથે એ પણ યાદ રાખશો કે, આ કરુણતાનો પણ કોઈ અર્થ હોય શકે છે. જેથી આ મૃત્યુ અર્થહીન ન રહે.
નાસ્તિક માન્યતાની કરુણતા એ છે કે, અંતે તો બધુ વ્યર્થ છે. મૃત્યુ અંતિમ કરુણતા બને છે, કારણ કે તે જીવનનો આખરી અંત છે. પરંતુ આપણાં હ્રદયો તેનો વિરોધ કરે છે. આપણે ઈચ્છીએ કે, કરુણતામાં પણ કોઈ તો અર્થ હોય. અને પરમેશ્વરના વચનમાં અર્થ છે.
રોમનોને પત્ર 8:28આપણને ખાતરી આપે છે કે, “And we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose.”
પરમેશ્વર આ ભક્તિવિષયાર્થ દ્વારા તમને વિશ્વાસ દેવડાવે કે તેઓ હજુ સિંહાસન પર બિરાજમાન છે અને હજુ અર્થ અને મહત્તાથી ભરેલા તમારા સર્વ શ્રેષ્ઠ દિવસો આવવાના બાકી છે,તમે તમારાં દુ:ખ - વેદના થકી અન્યને મદદરૂપ થાઓ અને તેઓને પ્રોત્સાહિત કરો એવી આશા છે. અને તે કિર્તિ જીવવા માટે અર્થપૂર્ણ છે.
અવતરણ: “પરમેશ્વર આપણાં આનંદમાં આપણને કાનમાં વાત કહી જાય છે, આપણાં અંત:કરણમાં બોલે છે પણ આપણી વેદનામાં બૂમ પાડે છે: એ બહેરાં જગતને જગાડવા તેનો દૂર સુધી આવાજ પહોંચાડવાનું સાધન છે.સી. એસ. લુઈસ
પ્રાર્થના: પ્રભુ હું તમારો આભાર માનું છુ કે તમે હજુ પણ તમારા સિંહાસન પર બીરાજમાન છો અને મારા પ્રિયજનને ગુમાવવા છતાં, તમે તમારા નામનો મહિમા કરશો અને મારા જીવનથી કંઈક સુંદર બનાવશો. આમેન
Scripture
About this Plan

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.
More
Related Plans

Begin Your Day God’s Way

Romans 8: Life in Christ by the Spirit

Philippians - Life in Jesus

Worship as a Lifestyle

Refresh My Soul: Discovering God’s Promises for a Purposeful Life

Rules of Resilience: How to Thrive in a World of Change and Uncertainty

5 Cornerstones of Godly Leadership

Focus to Flourish: 7 Days to Align Your Life and Art With God’s Best
Love God Greatly - Secure in Christ: One Faith, One Family, One Savior
