YouVersion Logo
Search Icon

દુ:ખનો સામનોSample

દુ:ખનો સામનો

DAY 2 OF 10

સવાલો હોય એ બરાબર છે

તમને મૃત્યુ અને મરવાસબંધી ઘણાં સવાલો હોઇ શકે છે. જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે અસ્વસ્થતા અનુભવવી, ઉદાસી કે ગુસ્સાની લાગણી થવી સ્વાભાવિક છે, અને સવાલો પૂછવા બરાબર છે.

માર્થા અને મરિયમ શોક કરી રહ્યાં છે. તેઓનો ભાઈ લાઝરસ મૃત્યુ પામ્યો છે અને ચાર દિવસ પહેલાં તેને દાટ્યો હતો. તેઓએ તેની બીમારીનો સંદેશો ઈસુને મોકલ્યો હતો. તેઓએ આશા કરી હતી કે તે (ઈસુ) તેઓની સહાય કરવા તુરંત આવશે. તે કંઈક તો કરી જ શક્યા હોત. પરંતુ દિવસો વીતી ગયા અને ઈસુ આવ્યા ન હોતા અને હવે લાઝરસ મૃત્યુ પામ્યો હતો અને દટાઈ ગયો હતો. અને તેઓ અને તેઓના મિત્રો વિલાપ કરી રહ્યાં હતા.

તો લાઝરસના મૃત્યુ બાદ જ્યારે ઈસુ તેઓની મુલાકાતે આવ્યાં, માર્થા ઈસુને કહે છે, “જો તમે અહીંયા હોત, તો મારો ભાઈ ન મર્યો હોત.”

માર્થા એ તેણીના ભાઈના મૃત્યુ માટે ગુસ્સો વ્યક્ત કર્યો.માર્થા જેવા ઘણા લોકો જ્યારે તેઓની નજીકના કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે ગુસ્સે થઈ જાય છે. અને રસપ્રદ બાબત તો એ છે કે માર્થાના ગુસ્સા હોવાથી ઈસુ હતાશ નથી.ઈસુ સમજે છે કે જ્યારે આપણે જેને પ્રેમ કરતાં હોઈએ તેવી કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે આપણને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરમેશ્વર સમજે છે કે આપણને કેવી અનુભૂતિ થાય છે.

શું તમને પરમેશ્વર માટે કોઈ “જો ..” અથવા “શા માટે…” એવા સવાલો ક્યારેય થયા છે, જેમ કે, “પ્રભુ, જો તમે અહીંયા હોત, તો મારી માતાઆટલી બીમાર ન પડી હોત.” “અકસ્માત ન થયું હોત.” શા માટે હું જેને પ્રેમ કરું છું એ મરી ગયો? શા માટે મારા પતિ મરી ગયા? શા માટે મારા પત્ની મરી ગયા? શા માટે કરુણતા અમારા માથે આવી પડી? જો મે મારા પતિને વહેલાં હોસ્પિટલમાં દાખલ કરી દીધા હોત તો શું હું તેને બચાવી શકી હોત? જો મે તેણીની વધારે સારી રીતે કાળજી લીધી હોત તો શું તેણી હજુ પણ જીવી શકી હોત? પરમેશ્વરે મારી પ્રાર્થનાઓનો જવાબ શા માટે ન આપ્યો? “આ બધામાં પરમેશ્વર ક્યાં હતા?” “શા માટે પ્રભુ ન દેખાયાં?”

શા માટે એવા સવાલો પૂછો. તમે જાણતાં હોવ કે બૌદ્ધિક રીતે જેનો કોઈ અર્થ નથી તેવી બાબતો હોય તો પણ સવાલ કરો.જો તમને તબીબી કારણોસર કે અન્ય માહિતી જે મરણનું કારણ જણાવતી હોય, તો પણ તમને સંતોષ નહીં થાય.

મરિયમની પ્રતિક્રિયા માર્થા કરતાં જુદી હતી.મરિયમ ખૂબ જ રડી અને આંસુ સાર્યા. તેણી ગુસ્સે પણ થઈ હશે, પરંતુ મોટા ભાગે મરિયમ દુ:ખી અને ઉદાસ હતી. બાઇબલ કહે છે કે, મરિયમઈસુ પાસે આવી, તેના પગમાં પડી, અને બેકાબૂ થઈનેખૂબ જ રડી.તેણી પોતાના આંસુઓને રોકી ન શકી. અને ધ્યાન આપશો કે ઈસુએ તેણીને રડતાં રોકી ન હતી.ઈસુ આપણી ઉદાસીનતાને સમજે છે.આપણે જેને પ્રેમ કરતાં હોઈએ એવી કોઈ વ્યક્તિ જ્યારે ગુજરી જાય ત્યારે સામાન્ય રીતે આપણે ઉદાસ થઈએ છીએ અને તે સ્વાભાવિક છે.

મૃત્યુને કારણે આપણને ઘણી અલગ-અલગ લાગણીઓની અનુભૂતિ થઈ શકે છે. લોકો મૃત્યુને કારણે અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.તેના શોક કરતાં મિત્રો પ્રત્યેની તેની પ્રતિક્રિયા વડે, ઈસુ કહે છે કે, “તે બરાબર છે. દરેક વ્યક્તિ અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે.”ઈસુએ માર્થાના ગુસ્સા કે મરિયમની ઉદાસીનતાને કારણે તેઓને દોષિત ન ઠહેરાવ્યા. આપણે જ્યારે શોક કરીએ છીએ ત્યારે ઈસુ આપણને એ જણાવવા માંગે છે કે તે હંમેશા આપણી સાથે છે, તે દિલાસો આપે છે અને આશ્વાસન આપે છે.

માટે, આગળ વધો, પ્રભુની સાથે એકાંતમાં તમારા સવાલો પૂછવા સમય વિતાવો.તે સમજે છે. જ્યારે તમને સમજાય કે, તમને ક્યારેય “શા માટે” નો સંતોષકારક જવાબ નથી મળવાનો, ત્યારે તમારી“શા માટે”ને“કેવી રીતે“ માંબદલાઈ જવા દો. આ ખોટ બાદ હવે હું કેવી રીતે આગળ વધુ?

તમને જાણીને નવાઈ લાગશે કે તમારી શંકામાં તમે જ એકલા નથી અને તમે તમારી લાગણીઓ પ્રભુને વ્યક્ત કરવા માટે મુક્ત છો. તમને એ જાણીને દિલાશો મળશે કે, તમારું હ્રદય તૂટે ત્યારે ઈસુનું હ્રદય તૂટે છે. અને જ્યારે તમને જણાય કે તેની (ઈસુની) સૌથી ઘનિષ્ઠ કાળજીની અનુભૂતિ કેવી રીતે કરવી, તમારી પીડા થકી પરમેશ્વરનો પ્રભાવ અને તેની શક્તિનો અનુભવ તમને થાય છે.

અવતરણ : પરમેશ્વરના ચરિત્રમાં વિશ્વાસ ઈરાદાપૂર્વકનો વિશ્વાસ છે જેની રીતો તમને જે-તે સમયે સમજાતી નથી. – ઓવાલ્ડ ચેમ્બર્સ

પ્રાર્થના: પ્રભુ હું તમારો આભાર માનું છું કે જ્યારે હું મારા સવાલોને તમારી સામે રાખું છું ત્યારે તમે નિરાશ નથી થતાં. તમારામાં આરામ મેળવવામાં મને મદદ કરો,એ જાણીને કેબધા જવાબો મને કદાચ ના પણ મળે, તો, પણ સઘળું તમારા નિયંત્રણમાં છે.આમેન

Scripture

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More