YouVersion Logo
Search Icon

Plan Info

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 11 OF 40

ઈસુ તેમના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવો દંભ ન કરવાનું શિક્ષણ આપે છે. તેઓ ઈશ્વરના પ્રેમ વિશે વાત તો કરે છે, પણ ગરીબોની અવગણના કરે છે. તેમની પાસે ઘણું જ્ઞાન છે, પણ તેઓ તેનો ઉપયોગ માત્ર પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરે છે. ઈસુ આવી દંભી જીવનશૈલીને સહન કરશે નહીં. ઈસુ શીખવે છે કે ઈશ્વર બધું જ જુએ છે, અને માનવતાને જવાબદાર ઠરાવશે. આ તો ચેતવણી અને પ્રોત્સાહન એમ બંને છે. તે એક ચેતવણી છે, કેમ કે લાલચ અને કૂથલી છૂપા રહેશે નહીં. દંભી લોકો ઓળખાઈ આવશે. એક દિવસે સત્ય પ્રગટ થશે, અને જે ખોટું છે તેના બદલામાં સાચું કરવામાં આવશે. પરંતુ તે એક પ્રકારનું પ્રોત્સાહન પણ છે, કેમ કે ઈશ્વર ફક્ત માણસ દ્વારા આચરવામાં આવતાં કુકર્મોને જ જોતાં નથી; તે તો સારું પણ જુએ છે. તે માનવજાતની જરૂરીયાતોને જુએ છે, અને પોતાના સર્જનની ઉદારતાથી કાળજી લે છે. ઈસુ ખાતરી આપે છે, કે જ્યારે તેમના અનુયાયીઓ ઈશ્વરના રાજ્યને અનુસરશે અને તેને પ્રાધાન્ય આપશે, ત્યારે તેઓને શાશ્વત ખજાનો પ્રાપ્ત થશે, અને તેઓને આ પૃથ્વી પર જીવન જીવવા માટે જેની જરૂર હશે તે તેમને મળશે. હવે તેનો અર્થ એ નથી કે જીવન સરળ હશે. ખરેખર તો ઈસુ સ્વીકારે છે કે તેઓના અનુયાયીઓએ દુ:ખ ભોગવવા પડશે. પરંતુ તે વચન આપે છે કે જે લોકો યાતનાઓનો સામનો કરશે, તેઓ ઈશ્વર આગળ ઊભા રહેશે, અને જે લોકો ઈસુનો ઉપદેશ ફેલાવવામાં જીવન વ્યતીત કરશે, તેમનું દેવદૂતોની આગળ સન્માન કરવામાં આવશે. તેથી ઈસુ પોતાના અનુયાયીઓને ઈશ્વરની જોગવાઈ પર વિશ્વાસ રાખવા પ્રોત્સાહીત કરે છે, અને દંભ કરવાથી થતાં નુકસાનથી ચેતવે છે. દરેક લોકો તેમની વાતોને સ્વીકારે એવી ઈસુની ઇચ્છા છે, પણ ઘણાં તેનો અસ્વીકાર કરે છે.
Day 10Day 12

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy