YouVersion Logo
Search Icon

Plan Info

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 1 OF 40

લુકે ઈસુના જીવનને આરંભથી નજરે જોનારા ઘણા સાક્ષીઓની તપાસ કરીને તેની સુવાર્તા લખી છે. આ વાતની શરૂઆત યરૂશાલેમની ટેકરીઓથી થાય છે, જ્યાં ઇઝરાયલના પ્રબોધકોએ કહ્યું હતું કે ઈશ્વર પોતે એક દિવસે પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થપિત કરવા માટે આવશે. એક દિવસે યરુશાલેમના મંદિરમાં ઝખાર્યા નામે એક યાજક કામ કરતા હતા. તેમને જે દર્શન થયું તેનાથી તે ગભરાઈ ગયા હતા. એક દૂતે પ્રગટ થઈને તેમને કહ્યું કે તેમને અને તેમની પત્નીને એક દીકરો થશે. આ વાત વિચિત્ર છે, કેમ કે લૂક આપણને કહે છે કે ઝખાર્યા અને તેની પત્ની ઘણાં વૃદ્ધ છે ,અને ક્યારેય બાળકને જન્મ આપી શકે એમ નથી. આ વિગતો સાથે, અહીં લૂક ઇઝરાયલના મહાન પૂર્વજો ઈબ્રાહીમ અને સારાની સમાંતર વાત કરે છે, કેમકે તેઓ પણ ઘણા વૃદ્ધ હતા, અને બાળકને જન્મ આપી શકે તેમ નહોતા. પણ ઈશ્વરે તેમને ઇસહાક નામે એક પુત્ર આપ્યો હતો. અને તેનાથી ઇઝરાયલની વાતની શરૂઆત થઇ હતી. તેથી લૂક અહીં એમ જણાવી રહ્યો છે કે ઈશ્વર ફરી એકવાર એવું જ મહત્વનું કાર્ય કરવાના છે. દૂત ઝખાર્યાને તેના પુત્રનું નામ યોહાન રાખવાનું કહે છે. તે કહે છે કે આ પુત્ર ઇઝરાયલના પ્રાચીન પ્રબોધકોએ જણાવેલ એ વચન પૂરું કરશે, કે એક વ્યક્તિ ઇઝરાયલને તેના ઈશ્વરને મળવા તૈયાર કરવા માટે આવશે. ઝખાર્યા આ વાત પર વિશ્વાસ કરી શક્યા નહિ, તેથી યોહાનનો જન્મ થયો ત્યાં સુધી તે બોલી શક્યા નહિ. એ જ દૂત કુંવારી મરિયમની મુલાકાત લઇને તેને પણ એવા જ આશ્ચર્યકારક સમાચાર આપે છે. તેને પણ ઇઝરાયલના પ્રબોધકોએ કરેલા પ્રબોધ મુજબ ચમત્કારીક રીતે એક પુત્ર થશે. દૂત તેને તેનું નામ ઈસુ પાડવાનું કહે છે, અને એમ પણ કહે છે કે તે દાઉદની જેમ રાજા થશે અને ઈશ્વરના લોકો પર સદાકાળ રાજ કરશે. તેણી એ વાતને શીખે છે કે ઈશ્વર તેના ગર્ભમાં માણસજાત સાથે પોતાની જાતને બાંધશે અને તે મસિહને જન્મ આપશે. તેથી મરિયમ એક અજાણી છોકરીમાંથી ભવિષ્યના રાજાની માતા બને છે. તે આશ્ચર્ય પામીને તેની સામાજીક સ્થિતિમાં થનાર ક્રાંતિકારી ફેરફાર વિષે ગીત ગાય છે. ઈશ્વર તેના પુત્ર દ્વારા શાસકોને તેમના રાજ્યાસનો પરથી ઉતારી પડશે અને દીન તથા નમ્ર લોકોને ઊંચા કરશે. તે આખા જગતને ઉથલપાથલ કરશે.
Day 2

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy