YouVersion Logo
Search Icon

રોમન પત્રો 14

14
કેલ્લા બી વ્યેક્તિ વિશે ગલત માઅ વિચારહા
1આને જો કેડો માંહુ વિશ્વાસુમે કમજોર હાય, તીયાલે તુમા સંગતીમે લીઅ લ્યા, પેન ખાવુલો પીયુલો વસ્તુપે તીયા વિવાદ માઅ કીહા કા તીયાલે કાય ખાંઅ જોજે આને કાય નાય ખાંઅ જોજે. 2કાહાકા કેડાલે બી એહેડા વિશ્વાસ હાય, કા ખાવુલો વસ્તુ ખેરી હાય, પેન જો કેલ્લો બી માંહુ વિશ્વાસુમે કમજોર હાય, તોઅ લીલી શાકભાજી ઓતોજ ખાહે. 3આને જો કેલ્લો બી માંહુ ખાવુલો બાદીજ વસ્તુ ખાહે, તીયા વિશે બી ગલત માઅ હોમજાહા. કાહાકા પરમેહેર ખાનારાલે આને નાય ખાનારાલે બેનુહુને સ્વીકાર કેહે. 4આને તુમુહુ બીજા ચાકરુ ન્યાય માઅ કીહા, તોઅ વિશ્વાસુમે સ્થિર રેહે કા નાહ, એ તીયા માલિકુ જવાબદારી હાય. પેન તીયાલે સ્થિર રાખવામે આવી, કાહાકા પ્રભુ તીયાલે વિશ્વાસુમે મજબુત કી સેકેહ.
5ઇયુજ રીતીકી કેલ્લો બી માંહુ એક દિહુલે બીજા દીહુકી વિશેષ માનેહે, આને કેલ્લો બી માંહુ દિહુલે એક સારકો માનેહે. ઈયા ખાતુરે દરેક માંહુ પોતા મનુમે નક્કી કી લેઅ. 6જો કેડો બી એક દિહુલે વિશેષ માનેહે, તોઅ પ્રભુ આદર કેરા માટે માનેહે, આને જો બાદી ખાવુલી વસ્તુ ખાહે, તોઅ પરમેહેરુ આદર કેરા ખાતુરે ખાહે, કાહાકા તોઅ જો કાય કેહે તીયામે પરમેહેરુ ધન્યવાદ કેહે. 7કાહાકા આપુ બાદા પ્રભુ હાય, ઈયા ખાતુરે આમામેને કેડો પોતા માટે જીવેહે, આને નાય કેડો પોતા માટે મોહે. 8કાહાકા કાદાચ આપુહુ જીવતા હાય, તા પ્રભુ માટે જીવતાહા, આને કાદાચ મોતાહા, તા પ્રભુ માટે મોતાહા, તા ફાચે આપુહુ જીવજી કા મોજી પ્રભુ માટેજ. 9કાહાકા ઇસુ ખ્રિસ્ત ઈયા ખાતુરે મોયો આને મોલામેને ફાચો જીવતો વીયો, કા મોલા આને જીવતા બેનુ પ્રભુ આખાય.
10તા ફાચે તુમુહુ કાહાલે બીજા લોકુ વિશે ગલત વિચારતાહા? આને તુમુહુ ફાચે કાહાલે બીજા વિશ્વાસી લોકુહુને તુચ્છ હોમજુતાહા? પરમેહેર આપુ બાદા ન્યાય કેરી. 11કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “પ્રભુ આખેહે, માઅ જીવનુ કસમ, કા બાદા લોક મા હુંબુર ઘુટણે ટેકી, આને બાદા પરમેહેરુલે કબુલ કેરી.
12તા ફાચે, બાદાહાને પોત-પોતા લેખાણ પરમેહેરુલે આપા પોળી.”
કેલ્લા બી માંહા માટે ઠોક્કરુ કારણ માઅ બોનાહા
13ઈયા ખાતુરે કા આમીને આપુહુ એક-બીજા વિશે ગલત વિચાર છોડી દેજી, આને તુમુહુ નક્કી કીલ્યા કા કેડો બી બીજા વિશ્વાસી માટે ઠોક્કરુ કારણ નાય બોનજી.
14આને જાંહુ, આને પ્રભુ ઇસુ મામે નક્કી હાય કા કેલ્લી બી ખાવુલો વસ્તુ પોતે અશુદ્ધ નાહ, પેન જે તીયાલે અશુદ્ધ હોમજુતાહા, તીયા માટેજ અશુદ્ધ હાય. 15કાદાચ તોઅ ખાવુલોકી બીજા માંહા મન દુઃખી વેહે, તા ઈયા મતલબ તુમુહુ પ્રેમુ અનુસાર નાહ ચાલતા. કાદાચ તુમા ખાવુલો લીદે એક માંહુ વિશ્વાસ કેરુલો છોડી દેહે, જીયા ઉદ્ધારુ ઇસુ ખ્રિસ્ત મોયોહો, તા તુ બી તે વસ્તુ માઅ ખાહો.
16ઈયા ખાતુરે તુમુહુ જો કી રીયાહા તોઅ તુમા નોજરીમે હારો હાય, પેન એગો બીજો તીયાલે ખોટો માનેહે, તા તીયાલે માઅ કીહા. 17કાહાકા પરમેહેરુ રાજ્યમે ખાવુલો-પીયુલોજ મહત્વ નાહ, પેન ધાર્મિકતા, મેલ-મિલાપ આને આનંદ હાય જો પવિત્રઆત્મા આપેહે. 18જો કેડો ઈયુ રીતીકી ખ્રિસ્તુમે સેવા કેહે, તીયાકી પરમેહેર ખુશ વેહે, આને બીજા લોક બી તીયા આદર કેતાહા. 19ઈયા ખાતુરે આપુહુ સાદા એહેકી કેરા કોશિશ કેરુલો, જીયાકી બાદા મેલમિલાપ આને એક-બીજા વિશ્વાસ મજબુત વેઅ. 20ખાવુલો લીદે પરમેહેરુ કામુમે રુકાવટ માઅ લાવાહા, બાદો ખાવુલો તા હારો હાય, પેન કાદાચ તુમા તોઅ ખાવુલો બીજાલે પાપુમે પોળુલો કારણ બોનેહે, તા તોઅ ખોટો હાય. 21ભલાયુ ગોઠ તા એ હાય, કા તુમુહુ માહ માઅ ખાહા, આને એહેડી વસ્તુ માઅ પીયાહા (દારાક્ષારસ) જીયાકી નશો ચોળતો વેરી, આને નાય કાય એહેડો કેરા જીયાકી બીજો માંહુ પાપુમે પોળી જાય. 22ઈયુ બાદી ગોઠી વિશે તુમુહુ જો કાય માનતાહા, તીયાલે તુમા આને પરમેહેરુ વોચ્ચે રાંઅ ધ્યા. ધન્ય હાય તોઅ માંહુ જીયા મન તીયુ ગોઠીલે ઠીક હોમજેહે, પોતાલે દોષી નાહ હોમજુતો. 23પેન જો કેડો નાહ ખાતો, આને જો કાય વિશ્વાસુકી નાહ, તોઅ પાપ હાય.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in