YouVersion Logo
Search Icon

રોમન પત્રો 13

13
અધિકારી આધિનુમે રેવુલો
1દરેક વ્યેક્તિ પોતા અધિકારી આધિનુમે રેઅ, કાહાકા બાદા અધિકારી પરમેહેરુહુજ આપ્યાહા, આને જે અધિકારી હાય, તે પરમેહેરુ મારફતે ઠેરવામે આલાહા. 2ઈયા ખાતુરે જે અધિકારી આપવામે આલાહા, તીયા વિરોધ જો કેહે, તોઅ માંહુ પરમેહેરુ નિયમુ વિરોધ કેહે, આને વિરોધ કેનારાલે દંડ મીલેહે. 3હારે કામે કેનારાલે અધિકારીકી બીખ નાહ લાગતી, પેન જો ખોટે કામે કેહે તીયાહાને બીખ લાગેહે. ઈયા ખાતુરે જીયા અધિકારીકી બીયાં નાહ માગતો, તોઅ હારે કામે કે, કા અધિકારી તુમા આદર કે. 4કાહાકા અધિકારી લોક તુમા ભલાયુ માટે પરમેહેરુ મારફતે પસંદ કેલા સેવક હાય, ઈયા ખાતુરે જાંહા તુમુહુ ખોટે કામે કેતાહા, તાંહા બી તુમનેહે તીયાંકી બીખ લાગેહે, કાહાકા દંડ આપુલો તીયાપે અધિકાર હાય. તે તા ખોટે કામે કેનારાહાને દંડ આપાં ખાતુરે પરમેહેરુ મારફતે પસંદ કેલા સેવક હાય. 5તુમુહુ ખાલી અધિકારી આધિનુમે રાંઅ ખાતુરુજ માઅ રીહા, પેન ઈયા ખાતુરે બી આધિનુમે રેજા કા તુમા વિચાર ખેરો રેઅ. 6ઈયા ખાતુરે બી પોરા કા, કાહાકા અધિકારી પરમેહેરુ સેવક હાય, આને તે સાદા તીયાજ કામુમે લાગલા રેતાહા. 7ઈયા ખાતુરે દરેકુ ભાગ તીયાહાને આપા, જીયાપે કર લેવુલો અધિકાર હાય તીયાહાને કર પોરા, આને જીયાપે મેહસુલ લેવુલો અધિકાર હાય, તીયાહાને મેહસુલ પોરા. જીયા બીખ રાખા જોજે તીયા બીખ રાખા. જીયા આદર કેરા જોજે તીયા આદર કેરા.
એક-બીજા પ્રત્યે કર્તવ્ય
8તુમનેહે બાદાહાને એકુજ ગોઠી કરજદાર વેરા જોજે, આને તોઅ કોરજો ઓ હાય કા એક-બીજા આરી પ્રેમ રાખા જોજે. કાહાકા જો એક-બીજા આરી પ્રેમ રાખેહે, તોજ નિયમશાસ્ત્ર પાલન કેહે. 9કાહાકા મુસા નિયમ ખુબુજ આજ્ઞા આપેહે, જેહેકી વ્યેભિચાર નાય કેરુલો, કેડા બી ખુન નાય કેરુલો, ચોરી નાય કેરુલો, લાલચ નાય કેરુલો, આને ઇયુલે છોડીને બીજી કેલ્લી બી આજ્ઞા વેરી તા બાદા ભાવ (સારાંશ) ઈયુ આજ્ઞામે મીલી જાહે, “પોતા પડોશીલે પોતા સારકો પ્રેમ કેરુલો.” 10કાહાકા બીજાપે પ્રેમ રાખનારો કીદીહી બી તીયા ખોટો નાહ કેતો, ઈયા ખાતુરે કાદાચ આપુહુ એક-બીજા આરી પ્રેમ રાખતાહા, તા આપુહુ પરમેહેરુ નિયમશાસ્ત્ર બી પાલન કેતાહા.
11તુમનેહે ઇંજ જરુરી હાય, કાહાકા તુમુહુ પોતે જાંતાહા કા ઇ કેહેડો સમય હાય, આમી તુમનેહે નીંદુમેને જાગુલો સમય આવી ગીયોહો, કાહાકા જીયા સમયુલે આપુહુ ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેલો, તીયા સમયુ તુલનાકી આમી આપુ ઉદ્ધાર પાહી આવી ગીયોહો. 12લગભગ રાત આમી પુરી વેનારી હાય, આને ઉજવાળો વેનારો હાય, ઈયા ખાતુરે આપુહુ આંદારા ખોટે કામે કેરા છોડીને, ઉજવાળામે લડાય કેરા આથ્યાર બાંદી લેઅ. 13દિહુ ઉજવાળામે જીવન જીવનારા લોકુ હોચે વેહવાર કેરા, નાય કા મોજ-મસ્તીમે, નાય પીયુલોમે, નાય વ્યેભિચાર કેરુલોમે, નાય લુચાયુમે, નાય ઝગળો કેરુલોમે, આને નાય એક-બીજાકી જલનુમે જીવન જીવા. 14પેન પ્રભુ ઇસુ ખ્રિસ્ત આપુ આથ્યાર વેરા જોજે, આને શરીરુ ખોટી લાલચ પુરી કેરા કોશિશ નાય કેરુલો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in