YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 25

25
પાવલુસ નું મુંટા રાજા હારુ અરજ કરવી
1ફેસ્તુસ, રાજપાલ ના રુપ મ પુંતાના ઇલાકા મ આયો, અનેં તાંણ દાડં પસી વેયો ફેંર કેસરિયા પરદેશ મ થાએંનેં યરુશલેમ સેર મ જ્યો. 2તર મુખી યાજકંવેં અનેં યહૂદી મનખં ન અગુવએં હેંનેં હામેં પાવલુસ ની ફરજ્યાત કરી. 3હેંનવેં પાવલુસ નેં યરુશલેમ સેર મ મંગાડવા હારુ ફેસ્તુસ રાજપાલ નેં અરજ કરી. કેંમકે વેયા હેંનેં રસ્તા મસ માર દડવા હારુ કાવતરું કરતા હેંતા. 4ફેસ્તુસેં જવાબ આલ્યો, “પાવલુસ, કેસરિયા પરદેશ ની જેલ મ પુરિલો હે, અનેં હૂં પુંતે જલ્દી પાસો તાં જાવા નો હે.” 5અનેં હેંને ફેંર કેંદું, “તમં મના અમુક મુખી માણસ મારી હાતેં સાલો, અનેં અગર હેંને માણસેં કઇ ગલત કામ કર્યુ વેહ, તે હેંનેં ઇપેર દોષ લગાડો.”
6ફેસ્તુસ યરુશલેમ સેર મ કઇક આઠ-દસ દાડા રેંનેં કેસરિયા પરદેશ મ પાસો જાતોરિયો, અનેં બીજે દાડે નિયા ની રાજગદ્દી ઇપેર બેંહેંનેં, પાવલુસ નેં લાવવાનું હોકમ કર્યુ. 7ઝર પાવલુસ નેં લાવવા મ આયો, તે ઝી યહૂદી મનખં ના અગુવા યરુશલેમ સેર થી આયા હેંતા, વેયા હેંનેં આજુ-બાજુ ઇબા રેંનેં હેંનેં ઇપેર ઘણા બદા દોષ લગાડ્યા, ઝેંનું સબૂત વેયા નેં આલેં સક્યા. 8પુંણ પાવલુસેં કેંદું, “મેંહ નહેં તે યહૂદી મનખં ના નિયમ નેં અનેં નહેં મંદિર નેં અનેં નહેં તે કૈસર#25:8 રોમ નો મુંટો રાજા ના વિરુધ મ કઇ ગુંનો કર્યો.” 9તર ફેસ્તુસેં યહૂદી મનખં ન અગુવં નેં ખુશ કરવા ની અસ્યા થી પાવલુસ નેં પૂસ્યુ, “હું તું યરુશલેમ સેર મ જાવા માંગે હે, કે તાં મારી હામેં તારો નિયા કરવા મ આવે?”
10પાવલુસેં જવાબ આલ્યો, “હૂં કૈસર ની નિયા ની રાજગદ્દી નેં હામેં ઇબો હે, મારો નિયા આંસ થાવો જુગે. યહૂદી મનખં ના વિરુધ મ મેંહ કઇ ગલત કામ નહેં કર્યુ, ઇયુ તું અસલ રિતી જાણે હે. 11અગર હૂં ગુંનેગાર હે, અનેં માર નાખવા નેં લાએંક કઇક ગલત કામ કર્યુ વેહ, તે હૂં મરવા હારુ હુંદો તિયાર હે. પુંણ ઝીની વાત નો ઇયા માણસ મારી ઇપેર દોષ લગાડે હે, અગર હેંનં મહી કઇ બી વાત હાસી નેં પડે, તે કેંનેં યે કન ઇયો અધિકાર નહેં, કે મનેં યહૂદી મનખં ન અગુવં ન હાથં મ હુંપેં દે. હૂં અરજ કરું હે કે મારો નિયા કૈસર ના દુવારાસ થાવો જુગે.” 12તર ફેસ્તુસેં મંતરજ્ય ની સભા ની સલાહ લેંનેં જવાબ આલ્યો, “તેં કૈસર નેં દુવારા તારો નિયા કરવા ની અરજ કરી હે, એંતરે હારુ તું હેંનેં કનેંસ જાહે.”
રાજા અગ્રિપા નેં હામેં પાવલુસ
13થુંડાક દાડા જાવા પસી રાજા અગ્રિપા, પુંતાની નાની બુંન બિરનીકે નેં હાતેં ફેસ્તુસ રાજપાલ નેં મળવા હારુ કેસરિયા પરદેશ મ આયો. 14હેંનનેં ઘણા દાડા તાં રેંવા પસી, ફેસ્તુસ રાજપાલેં, અગ્રિપા રાજા નેં પાવલુસ ના બારા મ વાત કરી, કે ફેલિક્સ પાવલુસ નામ ના એક માણસ નેં આં જેલ મ સુંડેં જ્યો હે. 15ઝર હૂં યરુશલેમ સેર મ હેંતો, તે મુખી યાજક અનેં યહૂદી મનખં ના અગુવએં હેંનેં ઇપેર ફરજ્યાત કરી અનેં વેયા સાહતા હેંતા, કે હેંનેં ઇપેર દંડ નું હોકમ આલવા મ આવે. 16પુંણ મેંહ હેંનનેં કેંદું, રોમી સરકાર નું ઇયુ નિયમ હે, કે કઇનાક મનખં નેં દંડ આલવા થી પેલ હેંનેં ઇપેર દોષ લગાડવા વાળં નેં હામેં ઇબું થાએંનેં હેંનેં ઇપેર લાગેંલા દોષ નો જવાબ આલવા નો મુંખો મળે. 17એંતરે હારુ ઝર યહૂદી મનખં ના અગુવા મારી હાતેં આં કેસરિયા સેર મ આયા, તે મેંહ વાર નેં કરી, પુંણ બીજેસ દાડે નિયા ની રાજગદ્દી ઇપેર બેંહેંનેં, પાવલુસ નેં લાવવાનું હોકમ કર્યુ. 18ઝર હેંનેં ઇપેર ફરજ્યાત કરવા વાળા ઇબા થાયા, તે હેંનવેં ઝેંવું હૂં હમજતો હેંતો, હેંવો કઇ ગલત વાત નો દોષ નહેં લગાડ્યો. 19પુંણ હેંનં ન વસેં ખાલી હેંનં ના ધરમ નેં લેંનેં અનેં ઇસુ નામ ના કઇનાક માણસ ના બારા મ બબાલ હે, ઝી મરેંજ્યો હે પુંણ પાવલુસ દાવો કરે હે કે વેયો જીવતો હે. 20પુંણ મનેં ખબર નેં હીતી કે ઇની વાતં ની જાંસ કેંકેંમ કરું, એંતરે હારુ મેંહ પાવલુસ નેં પૂસ્યુ, “હું તું યરુશલેમ સેર મ જાવા માંગે હે, કે તાં ઇની વાતં નો તારો નિયા કરવા મ આવે?” 21પુંણ પાવલુસેં અરજ કરી કે મારો નિયા કૈસર ના દુવારાસ થાવો જુગે, તે મેંહ હોકમ કર્યુ કે એંનેં કૈસર કન મુંકલવા તક ઇની રખવાળી કરવા મ આવે. 22તર રાજા અગ્રિપાવેં ફેસ્તુસ નેં કેંદું, “હૂં હુંદો હેંના માણસ ની વાત હામળવા માંગું હે.” તર હેંનેં કેંદું, “તું કાલે હામળ લેંહેં.”
23બીજે દાડે ઝર રાજા અગ્રિપા અનેં હીની નાની બુંન બિરનીકે જબર ધૂંમ-ધામ થી આય, અનેં સેનિકં ન અગુવં અનેં સેર ન મુખી મનખં નેં હાતેં દરબાર મ પોત્ય. તર ફેસ્તુસેં પાવલુસ નેં લાવવાનું હોકમ કર્યુ. 24અનેં ઝર પાવલુસ નેં લાવવા મ આયો, તર ફેસ્તુસેં કેંદું, “હે રાજા અગ્રિપા, અનેં હે બદ્દ મનખોં ઝી આં હમારી હાતેં હે, તમું એંના માણસ નેં ભાળો હે, ઝેંના બારા મ ઘણં બદં યહૂદી મનખં ન અગુવએં યરુશલેમ સેર મ અનેં આં હુંદં સિસાએં-સિસાએં નેં મારી હાતેં અરજ કરી કે એંનું જીવતું રેંવું ઠીક નહેં. 25પુંણ મેંહ જાણ લેંદું, કે હેંને હેંવું કઇસ ગલત કામ નહેં કર્યુ કે એંનેં માર દડવા મ આવે અનેં હેંને પુંતેસ અરજ કરી કે મારો નિયા મુંટા રાજા ના દુવારાસ થાવો જુગે. તે ફેંર મેંહ હેંનેં રોમ સેર મ મુંકલવા નો ફેસલો કર્યો. 26પુંણ મનેં એંના બારા મ કઇ દોષ નેં મળ્યો કે હૂં મુંટા રાજા નેં લખું. એંતરે હારુ હૂં એંનેં તમારી હામેં, અનેં ખાસ કરેંનેં હે રાજા અગ્રિપા, તારી હામો લાયો હે, કે તમું એંનેં પારખો તર મનેં કઇક લખવા હારુ આઈડ્યા મળે. 27કેંમકે બંદી નેં મુંકલવો અનેં ઝી દોષ હેંનેં ઇપેર લગાડવા મ આયા હે, હેંનેં નેં વતાડવા મનેં ઠીક નેં લાગ્યુ.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં ક્રત્યો 25