ફેસ્તુસ યરુશલેમ સેર મ કઇક આઠ-દસ દાડા રેંનેં કેસરિયા પરદેશ મ પાસો જાતોરિયો, અનેં બીજે દાડે નિયા ની રાજગદ્દી ઇપેર બેંહેંનેં, પાવલુસ નેં લાવવાનું હોકમ કર્યુ. ઝર પાવલુસ નેં લાવવા મ આયો, તે ઝી યહૂદી મનખં ના અગુવા યરુશલેમ સેર થી આયા હેંતા, વેયા હેંનેં આજુ-બાજુ ઇબા રેંનેં હેંનેં ઇપેર ઘણા બદા દોષ લગાડ્યા, ઝેંનું સબૂત વેયા નેં આલેં સક્યા.