YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 24

24
ફેલિક્સ રાજપાલ ની હામેં પાવલુસ
1પાંસ દાડં પસી હનન્યાહ મુંટો યાજક કેંતરક અગુવં નેં અનેં તિરતુલ્લુસ નામ ના કઇનાક વકીલ નેં હાતેં લેંનેં કેસરિયા સેર આવેં પોત્યો, હેંનવેં રાજપાલ નેં હામેં પાવલુસ ઇપેર દોષ લગાડ્યો. 2પાવલુસ બુંલાવવા મ આયો તે તિરતુલ્લુસ હેંના ઇપેર દોષ લગાડેંનેં કેંવા લાગ્યો, “હે મુંટા ફેલિક્સ, તારા દુવારા હમું શાંતિ મેંળવજ્યે હે, અનેં તારી હમજદારી થી ઇની જાતિ હારુ કીતરી ભુંડાઈ હદરતી જાએ હે. 3એંનેં હમું દરેક જગ્યા અનેં દરેક રિતી થી ધનેવાદ હાતેં માન્યે હે. 4પુંણ એંતરે હારુ કે હૂં તારો વદાર ટાએંમ નહેં લેંવા માંગતો, હૂં તનેં અરજ કરું હે, કે અનુગ્રહ કરેંનેં હમારી બે-એક વાતેં હામળ લે. 5કેંમકે હમનેં એંના માણસ નેં અશાંતિ ફેલાવવા વાળો અનેં દુન્ય ન બદ્દ યહૂદી મનખં મ ભેદ-ભાવ કરાવવા વાળો અનેં ઇયો એક ટુંળા નો અગુવો બી હે, ઝેંનેં નજારી કેંવા મ આવે હે. 6હેંને મંદિર નેં અશુદ્ધ કરવા ની કોશિશ કરી, પુંણ હમવેં હેંનેં હાએં પાડ્યો, હમું હેંનેં હમારા નિયમ પરમણે દંડ આલેં સક્તા હેંતા. 7પુંણ સેનિકં ની ટુકડી ના મુખી લુસિયાસેં હેંનેં જબર જસ્તી થી હમારં હાથં મહો સુંડાવ લેંદો. 8અનેં એંના ઇપેર દોષ લગાડવા વાળં નેં તારી હામેં આવવા ની આજ્ઞા આલી, ઇની બદ્દી વાતં નેં ઝીન્ય ના બારા મ હમું હેંના ઇપેર દોષ લગાડજ્યે હે, તું પુંતે હેંનેં જાંસ કરેંનેં હાસાઈ નેં જાણ લેંહે.” 9યહૂદી મનખંવેં હુંદું હેંનેં હાત આલેંનેં કેંદું, ઇયે વાતેં સહી હે.
પાવલુસ નો જવાબ
10ઝર રાજપાલેં પાવલુસ નેં બુંલવા હારુ ઇશારો કર્યો તે હેંને જવાબ આલ્યો,
“હૂં આ જાણેંનેં કે તું ઘણં વરહં થી એંના દેશ નો નિયા કરેં રિયો હે, એંતરે હારુ ખુશી થી પુંતાનો જવાબ આલું હે. 11તું પુંતે જાણેં સકે હે કે બાર દાડં કરતં વદાર દાડા નહેં થાયા, હૂં આરાધના કરવા હારુ યરુશલેમ સેર મંદિર મ જ્યો હેંતો. 12ઝી મનખં મારી ઇપેર દોષ લગાડે હે હેંનવેં મનેં નહેં તે મંદિર મ, નેં યહૂદી ગિરજં મ, અનેં નેં સેરં મ કેંનેં યે હાતેં બુંલા-બાલી કરતં, કે મનખં નેં ભડકાવતં ભાળ્યો, 13અનેં વેયા હીન્યી વાતં નેં, ઝીન્ય ના બારા મ હમણં મારી ઇપેર દોષ લગાડે હે, તારી હામેં સાબિત નહેં કરેં સક્તા. 14પુંણ હૂં તારી હામેં કબુલ કરું હે, કે એંનં યહૂદી અગુવં નેં લાગે હે કે હૂં મસીહ ના રસ્તા નેં પાળું હે, ઝેંનેં વેયા ગલત રસ્તો કે હે, પુંણ હૂં તારી હામેં આ માન લું હે, કે હૂં હેંના રસ્તા પરમણે પુંતાનં બાપ-દાદં ના પરમેશ્વર ની સેવા કરું હે, અનેં ઝી વાતેં મૂસા ના નિયમ અનેં ભવિષ્યવક્તં ની સોપડજ્ય મ લખી હે, હીની બદ્દી ઇપેર વિશ્વાસ કરું હે. 15અનેં પરમેશ્વર મ આહ રાખું હે, ઝી વેયા પુંતે હુંદા રાખે હે, કે ધર્મી અનેં વિધર્મી બેય નેં પરમેશ્વર મરેંલં મહં પાસં જીવતં કરહે. 16એંનેં થી હું પુંતે હુંદો કોશિશ કરું હું, કે પરમેશ્વર અનેં મનખં ની નજર મ મારો વિસાર હમેશા દોષ વગર નો રે. 17ઘણં વરહં પસી હું પુંતાનં ગરિબ મનખં હારુ દાન પોતાડવા અનેં પરમેશ્વર નેં ભુંગ સડાવવા યરુશલેમ સેર મ આયો હેંતો. 18હેંના ટાએંમેં એંનવેં મંદિર મ મનેં, શુદ્ધ થાવા ની રિતી પૂરી કરતો ભાળ્યો, તાં નેં કુઇ ભીડ હીતી અનેં નેં કઇ પરકાર ની અવાજ હીતી, પુંણ તાં આસિયા પરદેશ ન અમુક યહૂદી મનખં હઝર હેંતં, ઝેંનવેં હુંમલો ઇબો કર્યો, અનેં હેંનનેં ઠીક હેંતું, 19કે અગર મેંહ કઇ ગલત કર્યુ હેંતું, તે હેંનનેં મારી ઇપેર દોષ લગાડવા હારુ આં એશિયા ઇલાકા મ તારી હામેં આવવા જુગતા હેંતા. 20કે ઇયા પુંતે વતાડે, કે ઝર હૂં મુટી સભા નેં હામેં ઇબો હેંતો, તે હેંનવેં મારા મ કઇનો દોષ ભાળ્યો? 21ખાલી એક દોષ વેયા મારી વિરુધ લગાડેં સકે હે, વેયો આ હે, ઝર મેંહ હેંનની વસ મ જુંર થી સિસાએં નેં કેંદું હેંતું, આજે મારો તમારી દુવારા નિયા કરાવવા મ આવે હે, કેંમકે હૂં વિશ્વાસ કરું હે, કે પરમેશ્વર હેંનં મનખં નેં ઝી મરેંજ્ય હે, ફેંર થી જીવતં કરહે.”
22ફેલિક્સેં, ઝી એંના રસ્તા ની વાતેં ઠીક-ઠીક જાણતો હેંતો, હેંનનેં એંમ કેંનેં ટાળ દીદી, “ઝર સેનિકં ની ટુકડી નો મુખી લુસિયાસ આવહે, તે તમારી વાત નો ફેસલો કરેં.” 23અનેં હો સેનિકં ના અધિકારી નેં આજ્ઞા આલી, કે પાવલુસ નેં સોકીદારં ની નજર મ રાખવા મ આવે, પુંણ હેંનં દોસદારં નેં હીની જરુરત હારુ મદદ કરવા દેંજો.
ફેલિક્સ અનેં દ્રુસિલ્લા ની હામેં પાવલુસ
24અમુક દાડં પસી રાજપાલ ફેલિક્સ પુંતાની બજ્યેર દ્રુસિલ્લા નેં, ઝી યહૂદી હીતી, હાતેં લેંનેં કેસરિયા સેર મ આયો, અનેં પાવલુસ નેં બુંલાવેંનેં હેંના વિશ્વાસ ના બારા મ, ઝી મસીહ ઇસુ ઇપેર હે, હેંને હામળ્યુ. 25ઝર પાવલુસેં ઝી પરમેશ્વર ની હામેં સહી હે, વેયુ કરવા અનેં પુંતાની અસ્યા ઇપેર કબજો રાખવા અનેં પરમેશ્વર દુવારા આવવા વાળા નિયા ના બારા મ વતાડવું સલુ કર્યુ, તે ફેલિક્સેં સમકેં જાએંનેં જવાબ આલ્યો, “હમણં તે તું જા, ઝર મારી કનેં ટાએંમ વેંહે, હૂં પુંતે તનેં બુંલાવેં લેં.” 26ઝેંમ કે, ફેલિક્સ હીન્યી વાતં ના બારા મ સમકતો હેંતો ઝી પાવલુસેં કીદી હીતી, ફેંર બી વેયો દરેક ટાએંમ બુંલાવતો હેંતો, અનેં હેંનેં હાતેં વાતેં કરતો હેંતો, કેંમકે વેયો આહ રાખતો હેંતો કે પાવલુસ જેલ થી સુટવા હારુ હેંનેં કઇક પઇસા આલે. 27પુંણ ઝર બે વરહં વીતીજ્ય, તે ફેલિક્સ ની જગ્યા પુરકિયુસ ફેસ્તુસ રાજપાલ બણેંજ્યો, અનેં ફેલિક્સ યહૂદી મનખં નેં ખુશ કરવા ની અસ્યા થી પાવલુસ નેં જેલ મસ સુંડેં જ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં ક્રત્યો 24