ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第28天

આ ધરતી પર નિવાસ કરતી વેળાએ, આપણે ધરતીનાં, વિશેષ કરીને આપણા જન્મદેશના નાગરિક છીએ. જયારે આપણે આપણા જીવનોમાં ઇસુનો સ્વીકાર કરીએ છીએ ત્યારે, ઈશ્વરના પરિવારમાં આપણને દત્તક લેવામાં આવે છે, અને ત્યારબાદ આપણે સ્વર્ગનાં નાગરિક થઈએ છીએ. તેનો અર્થ એવો થતો નથી કે ધરતી પરની આપણી ભૂમિકાઓ અને ફરજોમાંથી આપણને બહાલ કરવામાં આવે છે. તેનો સામાન્ય અર્થ એવો થાય છે કે હવે આપણી પાસે બે નાગરિકત્વ છે. તેનો અર્થ એવો થયો કે આ ધરતી પર જીવન જીવતી વેળાએ, આપણા નોકરીનાં સ્થાને કામ કરતી વેળાએ, આપણા પરિવારોની કાળજી લેતા લેતા અને બીજાઓની સાથેનાં પારસ્પરિક સંબંધો વખતે આપણી પાસેથી જેની અપેક્ષા રાખવામાં આવે છે તે કામોને આપણે પૂર્ણ કરવા જોઈએ. તેનો અર્થ એવો પણ થાય છે કે આપણે સઘળું કામ ભલે તે કારકિર્દીને લગતું હોય કે પછી આપણું દિવ્ય તેડું હોય, આપણે સંપૂર્ણપણે ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવથી કરવું જોઈએ, અને તે વડે તેમને પ્રસન્ન કરવાની અને આપણને નિહાળનાર જગતને તેમનો પ્રેમ પ્રગટ કરવાની ખેવના રાખવી જોઈએ. જયારે આપણે બંને નાગરિકત્વનાં લોકો તરીકેનું જીવન જીવીએ છીએ ત્યારે પવિત્ર અને દુન્યવી વચ્ચેના તફાવત અદ્રશ્ય થઇ જાય છે.

પોતાને પૂછવાનાં સવાલો:
મારા રહેઠાણનાં દેશ પ્રત્યે શું હું વફાદાર છું ?
ધરતી પર સ્વર્ગના એક જવાબદારીપૂર્ણ નાગરિક તરીકેનું જીવન શું હું જીવી રહ્યો છું ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More