ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第27天

ઈસુએ અશુધ્ધ આત્માગ્રસિત એક જુવાન માણસને છૂટકારો આપ્યો તે ઘટના પરથી પ્રમાણિત થાય છે કે આપણા વિશ્વાસની માત્રા નહિ પરંતુ ગુણવત્તા સૌથી વધારે મહત્વની છે. જુવાન માણસને શત્રુ વડે બંધાયેલ અને ઝકડી રાખવામાં આવે એવી અવસ્થામાં છોડી મૂકવામાં આવ્યો તેને માટે જવાબદાર તેઓના વિશ્વાસનાં અભાવને લીધે ઈસુએ શિષ્યોને ઠપકો આપ્યો. મહાન કામો કરવા માટે આપણને માત્ર જેની જરૂરત છે તે તો રાઈનાં દાણા જેટલો તેમના માટેનો વિશ્વાસ છે તે ઇસુ આપણને કહેતા હોય તો તે શરમની વાત છે કારણ કે ઘણીવાર આપણે તે સાઈઝનાં વિશ્વાસની પણ ખોટ અનુભવીએ છીએ. તે ત્યાં થોભી જતા નથી, નિ:સંકોચ વિશ્વાસનાં શક્તિશાળી પરાક્રમ તરફ તે આપણા હૃદયો અને મનોનું ધ્યાન ખેંચે છે. તે કહે છે કે સાધારણ રીતે જોવા જઈએ તો કુદરતી ક્ષેત્રમાં જે અસંભવ છે, તે કામ એટલે કે એક પર્વતને આપણે ખસેડી શકીએ છીએ. તેમના કહેવાનો ભાવાર્થ એ છે કે જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે કશુંયે અસંભવ રહેશે નહિ ! કશુંયે નહિ ? જો ઈસુએ કહ્યું છે કે કશુંયે નહિ - તો પછી તે સાચી વાત છે. આપણો વિશ્વાસ પહાડોનાં માપમાં હોય એવું જરૂરી નથી, તે તો નાના માપમાં હોય તોપણ ચાલશે પરંતુ ઈશ્વરમાં અને માત્ર જે કામ તે જ કરી શકે એવી તેમની કાબેલિયાતમાં કદીયે ચલિત ન થાય એવો વિશ્વાસ સમાયેલો હોવો જોઈએ. શંકા સાથેનો વિશ્વાસ હકીકતમાં વિશ્વાસ જ નથી.

શું આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ ? ચાલો આપણે ઈશ્વરમાં વિશ્વાસ કરવાની, તેમના વચનોને શબ્દશઃ લેવાની અને તેમના માટે જગતને હલાવી કાઢવાની શરૂઆત કરીએ.

પોતાને પૂછવાનાં સવાલો:
તમારા વિશ્વાસની ગુણવત્તા કેવી છે ?
શંકા અથવા ડર શું તમારા વિશ્વાસને દૂષિત કરે છે ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More