ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第32天

તમે પ્રેમનાં પરિમાણમાં કઈ રીતે વધારો કરી શકો છો ? ઈસુની વ્યાખ્યા મુજબ, જેઓની વધારે માફી આપવામાં આવે છે તેઓ વધારે પ્રેમ કરે છે જયારે જેઓને ઓછી માફી આપવામાં આવે છે, તેઓ ઓછો પ્રેમ કરે છે. એક સ્ત્રી જે નિર્લજ્જતાપૂર્વક પાપમય જીવન જીવતી હતી તે ઇસુ જ્યાં રાતનું ભોજન ખાય રહ્યા હતા ત્યાં વણબોલાવ્યે આવી પહોંચી અને પહેલાં તેણીનાં આંસુઓ વડે અને પછી મૂલ્યવાન અત્તર વડે તેમનો અભિષેક કર્યો. આ સ્ત્રી જાણતી હતી કે તે એક દિવ્ય વ્યક્તિની હાજરીમાં છે અને માત્ર તે જ તેણીનાં વિષયમાં જાણી શકે અને તે જ સઘળી બાબતોની માફી આપી શકે છે. તેને મળેલ માફીએ તેને હજુ વધારે ભક્તિભાવ અને સ્વ બલિદાનની ઉદારતામાં ઉતરવા મજબૂર કરી દીધી. આ પ્રકારના ત્યાગ વડે આરાધના કરવા આટલી મોટી હદ સુધી તેને ઉશ્કેરનાર બાબત બીજી કોઈ હોય શકે નહિ.

પોતાને પૂછવાનાં સવાલો:
તમારી દ્રષ્ટીએ આરાધના એટલે શું ?
ઈસુ માટે તમારો જે પ્રેમ છે તેનું વર્ણન શું તમે કરી શકો છો ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More