ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

હું વિશ્વાસ કરું છું; મારા અવિશ્વાસ પર જય પામવા મને મદદ કરો” બાઈબલમાં લખેલ પ્રાર્થનાઓમાંની સૌથી ટૂંકી અને કોઈ એક સાધારણ મનુષ્ય વડે કરવામાં આવેલ સૌથી ઈમાનદાર પ્રાર્થના હોય શકે. શેતાનિક આક્રમણોને કારણે તેના દીકરાને ઘણા વર્ષોથી પીડા ભોગવતો આ માણસે જોયો હતો. તે એક ચમત્કાર માટે ભાવરો થયો હતો પરંતુ ઇસુ તેના દીકરાને કાયમને માટે આઝાદ કરશે કે નહિ તે અંગે તેને આપણી જેમ શંકા હતી. જયારે તે અશુધ્ધ આત્માને ધમકાવીને “તેમાં ફરીથી પ્રવેશ ન કરવા” તેને આદેશ આપ્યો ત્યારે ઈસુએ તેના માથાં પર જાણે ખીલાં ઠોકી બેસાડયા. કેવો અજાયબ અધિકાર અને પરાક્રમ ! તે આપણો ઈશ્વર છે. તે આજે પણ એવા જ છે ! આપણે ઘણીવાર જાણતા હોઈએ છીએ કે ઈશ્વર કંઈપણ કરી શકે છે અને તેમ છતાં આપણો અવિશ્વાસ વચ્ચે આવી જાય છે. ચમત્કાર માટે ઘણા લાંબા વર્ષો સુધી રાહ જોવાને લીધે અથવા કાયમી પીડાને કારણે તે અવિશ્વાસ અંદર પ્રવેશી ગયો હોય એવું બની શકે. આપણા વિશ્વાસનાં કર્તાની પાસે આવીને આપણા અવિશ્વાસનાં વિષયમાં આપણને મદદ કરવા તેમની પાસે મદદ માંગવું આપણા માટે મહત્વનું થઇ શકે. અનેક પ્રકારની ઋતુઓ વડે કરમાઈ જનાર વિશ્વાસને માત્ર તે જ નવો કરીને પુનઃ સ્થાપિત કરી શકે છે.
પોતાને પૂછવાનાં સવાલો:
શું મારો વિશ્વાસ અસ્થિર ભૂમિ પર છે ?
આ સ્થિતિને માટે જેમ શિષ્યોને જરૂર પડી તેમ મારા ચમત્કાર માટે શું મારા પ્રાર્થના જીવનમાં વધારો કરવાની જરૂર છે ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More